કોમી દંગા ફેલાવતા નેતાઓને જ સળગાવી દો; તોફાનો બંધ થઇ જશે: UP મંત્રી

પ્રતિકાત્મક તસવીર

ઓ.પી. રાજભાર વિવાદિત નિવેદનો આપવા માટે કુખ્યાત છે અને છેલ્લા થોડા સમયથી તેઓ ભાજપ સરકારની પણ આકરી ટીકા કરે છે.

 • Share this:
  ભારતીય જનતા પાર્ટીનાં સાથી પક્ષના નેતા અને ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી ઓ.પી. રાજભારે એક રેલીને સંબોધતા કહ્યું કે, જ્યારે કોઇ જગ્યાએ તોફાનો ફાટી નીકળે છે ત્યારે કોઇ નેતા કેમ મરી જતા નથી ? માત્ર સામાન્ય માણસો જ કેમ મરે છે ? હિંદુ-મુસ્લિમ વચ્ચે તોફાનો થાય છે ત્યારે કોઇ નેતા મરી જાય છે ? એટલે કોમી દાવાનળ ફેલાવતા નેતાઓને જ સળગાવી દો, જેથી તોફાનો ન થાય.”

  ઓ.પી. રાજભાર વિવાદિત નિવેદનો આપવા માટે કુખ્યાત છે અને છેલ્લા થોડા સમયથી તેઓ ભાજપ સરકારની પણ આકરી ટીકા કરે છે.

  રાજભારે કહ્યું કે, નેતઓ જ સમાજમાં ભાગલા પાડે છે અને કોમી તોફાનો કરાવે છે. બંધારણે તમામને સરખા અધિકારો આપ્યા છે. એટલે કોઇક ચોક્કસ લોકોને તમે ફેંકી દઇ શકતા નથી.

  આ પણ વાંચો:”શાહ’ શબ્દ પર્સિયન છે, અમિત શાહ ક્યારે તેમની ‘શાહ’ અટક બદલશે?’

  આ પહેલા શનિવારે, રાજભારે ભાજપને ખુલ્લી ધમકી આપી હતી કે, જો ભાજપ તેમની માગણીઓ સ્વીકારશે નહીં તો તેઓ ભાજપ સાથેનું ગઠબંધન છોડી દેશે.
  અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહજુન સમાજ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે ગઠબંધન જાહેર કર્યુ છે અને બંને પક્ષો 38-38 બેઠકો પણ ચૂંટણી લડશે. માયાવતીએ પત્રકારોને કહ્યુ હતું કે, તેમના આ ગઠબંધનથી મોદી અને અમિત શાહની ઉંઘ હરામ થઇ જશે.

  આ પહેલા ઓ.પી. રાજભારે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ટીકા કરતા કહ્યુ હતું કે, તેઓ જે રીતે શહેરોનાં નામ બદલી રહ્યા છે તે રીતે ભાજપે તેના મુસ્લિમ નેતાઓનાં નામ પણ બદલી નાંખવા જોઇએ.

  આ પણ વાંચો: BJPનાં સાથી પક્ષે પુછ્યું: શું તમે તમારા મુસ્લિમ મંત્રીઓના નામ પણ બદલશો ?  
  Published by:Vijaysinh Parmar
  First published: