ભારતથી 5 વર્ષ પહેલા આઝાદ થયું હતું કર્ણાટકનું 'આ ગામ'

 • Share this:
  કર્ણાટકના શિમોગા જિલ્લામાં એક ગામ એવું છે જેને 1947 પહેલા જ આઝાદી મળી ગઇ હતી. આ ગામનું નામ ઈસુરૂ છે. આને 1942માં આઝાદી મળી ગઇ હતી. જો કે ચૂંટણીના સંગ્રામમાં પણ નેતાઓનું ધ્યાન આની પર નથી ગયું.

  ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ પ્રમાણે ઇતિહાસની પુસ્તકોમાં ઇસુરૂનો કોઇ ઉલ્લેખ નથી. પરંતુ છ બહાદૂર ગ્રામિણોની શહીદીની વાત એક ગ્રેનાઇટ મેમોરિયલ ગામમાં લાગેલું છે.

  મેમોરિયલમાં ગોરપ્પા, ઇશ્વરપ્પા,જિનાહલ્લી મલપ્પા, સુરાયાનરયનચાર, બદકાહલ્લી હલપ્પા અને ગૌદ્રશંકરપ્પાના નામ પણ સામેલ છે. તેમણે બ્રિટિશ સાશન સામે વિદ્રોહ અને સ્થાનિક રેવન્યુ ઇન્સપેક્ટરની હત્યાના મામલામાં 8 માર્ચ 1943ના રોજ ફાંસી આપવામાં આવી હતી. આ ઘટનાના દશકો પછી આજે ઈસુરૂના લોકો અહીં મોટું મેમોરિયલ બનાવવાની માગ કરી રહ્યાં છે.
  Enaduindia.comએ 2017માં એક 111 વર્ષિય સ્થાનિક ગ્રામિણનો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેના પ્રમાણે 12 ઓગસ્ટ 1942માં તે લોકોએ ટેક્સની ચૂકવણી ન કરવાનો નિર્ણય કર્યો જે પછી જ આઝાદીની મૂવમેન્ટ વધારે ફાસ્ટ થઇ.

  111 વર્ષના હચૂરયપ્પાએ જણાવ્યું કે, '12 ઓગસ્ટની બપોરે દરેક ગ્રામિણ બજારમાં ભેગા થયા હતાં. આ દરમિયાન ટેક્સ વસુલવા માટે બ્રિટિશ ઓફિસર આવ્યાં પરંતુ અમારી પાસે આપવા માટે કાંઇ ન હતું એટલે અમે આઝાદી માંગી લીધી હતી. તેમણે અમને હેરાન કરતાં અમારી બીજી માગો પણ પૂછી અને અમે કહી તે બધી જ માગો પુરી કરીને તે ત્યાંથી જતાં રહ્યાં અને અમને આઝાદી મળી ગઇ.'

  નોંધનીય છે કે ઇસુરૂ, શિકારીપુરા ચૂંટણી ક્ષેત્રમાં બીજેપીના સીએમ કેન્ડિડેટ બીએસ યેદિયુરપ્પા ચૂંટણી લડવાના છે. અહીં 6000 લોકોમાં 4800 વોટર્સ રહે છે.

  શિકારીપુરાના પૂર્વ બીજેપી અધ્યક્ષ અને સ્થાનિક વકીલ રૂદ્રાપ્પિયાએ જણાવ્યું કે, 'યેદિયુરપ્પા આ ગામના વિકાસ અને અન્ય પ્રોજેક્ટ માટે 12 કરોડ રૂપિયા સ્વિકૃ કર્યા હતાં. પરંતુ આગળ કોઇ વિકાસ થયો નથી.'

  ગામના એક દુકાનદારે કહ્યું કે, 'ઇસુરૂમાં વિકાસની ઘણી શક્યતાઓ છે પરંતુ રાજનૈતિક પાર્ટીઓને આમાં કોઇ રસ નથી.'
  Published by:Kaushal Pancholi
  First published: