Home /News /national-international /

કરોડોની સંપત્તિ છે આ નેતાઓ પાસે, પરંતુ નથી પાનકાર્ડ કે નથી ભરતા ટેક્સ

કરોડોની સંપત્તિ છે આ નેતાઓ પાસે, પરંતુ નથી પાનકાર્ડ કે નથી ભરતા ટેક્સ

પ્રતિકાત્મક તસવીર

    એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ(એડીઆર)ના એક રિપોર્ટ અનુસાર, કરોડોમાં આવક હોવા છતા મધ્યપ્રદેશમાં કેટલાએ સાંસદ અને ધારાસભ્યો પાસે ના તો પાનકાર્ડ છે અને ના તે ઈન્કમ ટેક્સ ભરે છે. પાનકાર્ડની ડિટેલ નહી આપનારા કરોડપતિ ધારાસભ્યોમાં ગદરવાડાથી ધારાસભ્ય સુનિતા પટેલ અને સિરોંજીથી ધારસભ્ય ઉમાકાન્ત શર્માનું નામ સામેલ છે. ઉમાકાન્ત શર્મા વ્યાપમ ઘોટાળામાં આરોપી પૂર્વ મંત્રી લક્ષ્મીકાન્ત શર્માના ભાઈ છે.

    એવા સાંસદ જેમણે પાનકાર્ડની ડિટેલ તો આપી છે, પરંતુ ઈન્કમ ટેક્સ ફાઈલ નથી કર્યું, તેમાં બાલાઘાટના બીજેપી સાંસદ બોઘ સિંહ ભગત છે. તેમની પાસે બે કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ છે. આ સિવાય શહડોલથી બીજેપી સાંસદ જ્ઞાન સિંહ અને રીવાથી બીજેપી સાંસદ જનાર્દન મિશ્રાની પાસે પણ એક કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ છે.

    મધ્યપ્રદેશમાં કુલ 16 ધારાસભ્યો પાસે કરોડોની સંપત્તિ છે. આ ધારાસભ્યો પાસે પાનકાર્ડ તો છે, પરંતુ તેમણે આઈટીઆર ફાઈલ નથી કરી. આમાં સુનિતા પટેલનું નામ પણ સામેલ છે. જેમની સંપત્તિ 6 કરોડથી વધારે છે. તેમની પાસે પાન કાર્ડ પણ નથી. અન્ય લોકોમાં બડવાનીથી બીજેપી ધારસભ્ય પ્રેમ સિંહ છે, જેમની સંપત્તિ 5 કરોડથી ઉપર છે. ગુનાથી બીજેપી ધારાસભ્ય ગોપીલાલ જાટવ પાસે ત્રણ કરોડથી વધારે સંપત્તિ છે. કોંગ્રેસ પાર્ટીના કોટામાથી ધારાસભ્ય સુનિલ કુમાર અને મુંગવલીથી ધારાસભ્ય બ્રજેન્દ્ર સિંહ યાદવ પાસે 2 કરોડથી વધારે સંપત્તિ છે.

    ઈન્કમ ટેક્સ રિુટર્ન પાીલ ન કરનારા લોકોમાં કમલનાથ સરકારમાં મંત્રી ઓંકાર સિંહ મરકામનું નામ પણ સામેલ છે. તેમની પાસે સવા કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ છે. એડીઆરએ મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ચીફ ઈનકમ ટેક્લ ઓફિસર આરકે પાલીવાલને ચિટ્ઠી લખીને તેની સૂચના આપી અને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

    રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ જપ્રતિનીધિઓમાં તેમનું નામ પણ સામેલ છે, જે બીજી કે ત્રીજી વખત ચૂંટણી જીત્યા છે, અને તેમની સંપત્તિમાં ઘણો વધારો થયો છે. આ ઉમેદવાર પાનકાર્ડની કોલમને ખાલી છોડી દે છે અથવા નોટ એપ્લિકેબલ લખી કાઢે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: But, Lok sabha election 2019, Pan card, Politicians, આયકર વિભાગ

    આગામી સમાચાર