Home /News /national-international /Rajasthan Political Crisis: ગેહલોત જૂથના 3 એજન્ડા સામે આવ્યાં, જાણો શું છે તેમની માગ

Rajasthan Political Crisis: ગેહલોત જૂથના 3 એજન્ડા સામે આવ્યાં, જાણો શું છે તેમની માગ

સચિન પાયલટ અને અશોક ગેહલોત - ફાઇલ તસવીર

Rajasthan Political Crisis: રાજસ્થાનમાં વધુ એકવાર બે વર્ષ પહેલાં જેવી સ્થિતિ પેદા થઈ છે. અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને રાજકીય જંગ જામ્યો છે. ત્યારે અશોક ગેહલોત જૂથના ત્રણ મુખ્ય એજન્ડા સામે આવ્યાં છે. આ એજન્ડામાં પાયલટે કોઈપણ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી ના સ્વીકારવાના સંકેત આપ્યાં છે. જાણો શું છે ગેહલોત જૂથની માગણીઓ.

વધુ જુઓ ...
    જયપુરઃ રાજસ્થાનની રાજનીતિમાં આવેલા તોફાન પછી હવે કોંગ્રેસમાં રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે. અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને રાજકીય જંગ જામ્યો હતો. તેમાં ગેહલોત જૂથના 3 એજન્ડા સામે આવ્યા છે. તેમાં ગેહલોતના નજીકના ગણાતા મંત્રી શાંતિ ધારીવાલ સહિત 4 સદસ્યોએ ઓબ્ઝર્વર સામે રજૂઆત કરી હતી. ગેહલોત જૂથનું કહેવું છે કે, નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી સુધી પ્રદેશમાં મુખ્યમંત્રી નહીં બદલાય. બે વર્ષ પહેલાં ડે 102 ધારાસભ્યોએ સંકટમાંથી સરકારને બચાવી હતી તેમાંથી જ એકને મુખ્યમંત્રી બનાવવામાં આવે. ત્યાં મુખ્યમંત્રી બનાવવામાં અશોક ગેહલોતની સલાહને પણ ધ્યાને લેવી જોઈએ.

    મુખ્યમંત્રી પદને લઈને રાજકીય માહોલ ગરમાયો


    રાજસ્થાનમાં ફરી એકવાર મુખ્યમંત્રી પદને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રવિવારે રાતે બોલાવેલી ધારાસભ્યની બેઠકમાં ગેહલોત જૂથના ધારાસભ્યો પહોંચ્યા હતા અને સામુહિક રાજીનામા આપ્યા હતા. ત્યારે સીએમઆર અને તેની બહાર આખી રાત રાજકીય નાટક ચાલ્યું હતું. પાયલટને મુખ્યમંત્રી બનાવવાની વાત સામે આવતાં જ ગેહલોત જૂથે જબરદસ્ત વિરોધ કર્યો હતો અને તેને કારણે તણાવભરી સ્થિતિ પેદા થઈ હતી. આ જોતા જ કોંગ્રેસ મોવડીમંડળે મોડી રાતે આ મામલે દરમિયાનગીરી કરવી પડી હતી.

    આ પણ વાંચોઃ રાજસ્થાનમાં 19 ઓક્ટોબર સુધી ધારાસભ્ય દળની બેઠક નહીં થાય

    આ મામલે પાયલટ જૂથનું મૌન


    આ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વેણુગોપાલે કહ્યુ હતુ કે, તેમની ના તો મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે વાત થઈ છે કે ના તો તેમણે મને ફોન કર્યો છે. વેણુગોપાલે આ મામલો ઝડપથી સોલ્વ થઈ જાય તેવી આશા વ્યક્ત કરી છે. પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓને મામલો સોલ્વ કરવાના દાવા હોવા છતાં કોંગ્રેસમાં પરિસ્થિતિ વણસી રહી છે. ગેહલોત જૂથના મંત્રી અને ધારાસભ્યો સતત નિવેદન આપી રહ્યા છે. તો બીજી તરફ, સચિન પાયલટ જૂથ આ ઘટનાક્રમ મામલે મૌન ધારણ કરીને બેઠો છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Rajasthan CM, Rajasthan Crisis, Rajasthan government

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन