Home /News /national-international /Loksabha Poll 2024: શું કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને આપશે ટક્કર? પ્રશાંત કિશોરે ગણાવી દલીલો

Loksabha Poll 2024: શું કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને આપશે ટક્કર? પ્રશાંત કિશોરે ગણાવી દલીલો

પ્રશાંત કિશોરે કહ્યું છે કે જો કોંગ્રેસ 2024માં ભાજપને મજબૂત પડકાર આપી શકે છે.

Prashant Kishor on congress revival: પ્રશાંત કિશોરે (Political strategist) કહ્યું, 'ભાજપ (BJP) હવે શક્તિશાળી બની ગયું છે, પરંતુ તે હજી પણ પૂર્વ અને દક્ષિણ ભારતમાં સંઘર્ષ કરી રહી છે, કારણ કે તે આ પ્રદેશોમાં લગભગ 200 બેઠકોમાંથી 50 બેઠકો પણ લાવી શકી નથી'.

વધુ જુઓ ...
નવી દિલ્હી. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભલે કોંગ્રેસ (congress)ને કારમી હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (Prashant Kishor)નું માનવું છે કે 2024ની લોકસભા ચૂંટણી (Loksabha Poll 2024)માં કોંગ્રેસ ભાજપને જોરદાર ટક્કર આપી શકે છે. પ્રશાંત કિશોરે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં કહ્યું છે કે જો કોંગ્રેસ એક થઈને કામ કરશે તો 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ (BJP)ને જોરદાર પડકાર આપી શકે છે.

પાંચ રાજ્યો યુપી, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં કારમી હાર બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જે બાદ કોંગ્રેસના ઘણા નેતાઓએ ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું હતું. જોકે, CWCની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને માળખાકીય નબળાઈને દૂર કરવા અને પાર્ટીમાં ફેરફાર કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

પ્રશાંત કિશોરે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાસે તક છે. જો તે એકજૂથ રહેશે તો તે ભાજપને જોરદાર પડકાર આપી શકે છે. પ્રશાંત કિશોરે કહ્યું, 'ભાજપ હવે શક્તિશાળી બની ગયું છે, પરંતુ તે હજી પણ પૂર્વ અને દક્ષિણ ભારતમાં સંઘર્ષ કરી રહી છે, કારણ કે તે આ પ્રદેશોમાં લગભગ 200 બેઠકોમાંથી 50 બેઠકો પણ લાવી શકી નથી. તેમાં બિહાર, બંગાળ, ઓડિશા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કેરળનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: કૉંગ્રેસની કારમી હાર બાદ નવજોતસિંહ સિદ્ધુનું રાજીનામું

આ માટે આપણે ફરીથી મેદાનમાં આવવું પડશે અને કોંગ્રેસનો પુનર્જન્મ કરવો પડશે. આત્મા, વિચારો અને વિચારધારાઓનું પોતાનું સ્થાન છે અને તે બની રહે છે પરંતુ બાકીનું બધું નવું હોવું જોઈએ. પ્રશાંત કિશોરે કહ્યું, "કોઈપણ પક્ષ, ખાસ કરીને જો કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે ભાજપનો વિકલ્પ બનવા માંગતી હોય તો તેની પાસે 10-15 વર્ષનો મજબૂત દ્રષ્ટિ હોવા જોઈએ. આ માટે કોઈ શોર્ટ કટ નથી.

આ પણ વાંચો: સોનિયા ગાંધીએ કારમાં પરાજય પછી 5 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ પાસે માંગ્યું રાજીનામું

ગાંધી પરિવાર વિના કોંગ્રેસની મજબૂતી નહિ

પ્રશાંત કિશોરને પૂછવામાં આવ્યું કે એવી વ્યક્તિ કોણ છે જે સમગ્ર વિપક્ષને એક કરી શકે? આ પ્રશ્ન પર પ્રશાંત કિશોરે કોઈ નેતાનું નામ ન લીધું, પરંતુ કહ્યું કે 'જો કોંગ્રેસ બધાને સાથે રાખવામાં સફળ થાય છે, તો તેની આસપાસ ચહેરો બનાવી શકાય છે.' તેમણે કહ્યું કે જો તમે સાચી દિશામાં નેરેટીવને લઈ જાઉં છો અને તમારી પાસે ગઠબંધનના લોકો છે, તો ભલે તેમની વિચારધારા ગમે તે હોય, પરંતુ જો તેઓ ભાજપને હરાવવા માંગતા હોય તો ચહેરો આપોઆપ બની જશે. પ્રશાંત કિશોરે કહ્યું કે, જો ગાંધી પરિવારને કોંગ્રેસમાંથી દૂર કરવામાં આવશે તો કોંગ્રેસ મજબૂત થઈ શકશે નહીં. એટલા માટે કોંગ્રેસ માટે મેદાનમાં આવીને મૂળભૂત બાબતોને યોગ્ય રીતે સેટ કરવાનો સમય આવી ગયો છે.
First published:

Tags: BJP Vs Congress, Lok Sabha Election, Prashant Kishor news, Prashant Kishore