Home /News /national-international /ચૂંટણી ખર્ચ: ભાજપને પંજાબમાં એક સીટ 18 કરોડ તો યૂપીમાં 87 લાખમાં પડી, જોઈ લો અન્ય પાર્ટીઓએ કેટલો કર્યો ખર્ચ

ચૂંટણી ખર્ચ: ભાજપને પંજાબમાં એક સીટ 18 કરોડ તો યૂપીમાં 87 લાખમાં પડી, જોઈ લો અન્ય પાર્ટીઓએ કેટલો કર્યો ખર્ચ

વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓના ખર્ચા

ECI Report: કોઈ પણ ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ મતદારોને પોતાની તરફ ખેંચવા માટે જે રીતે ખર્ચાઓ કરે છે, તેને જોતા ભારતીય રાજકારણ કેટલું ખર્ચાળ છે, તેનો અંદાજ લગાવી શકાય છે.

    નવી દિલ્હી: ભારતમાં ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ અને ઉમેદવાર પાણીની જેમ પૈસા વેડફે છે. ઉમેદવારોના ખર્ચને લઈને ચૂંટણી પંચે મર્યાદા લાંઘી રાખી છે. પણ પાર્ટીઓ કોઈને કોઈ રીતે મત અંકે કરવા માટે નોટોનો વરસાદ કરીને મતદારોને પોતાનો પક્ષમાં કરવા મથામણ કરતા હોય છે.

    હાલમાં જ થયેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોને કેટલો ખર્ચ કર્યો છે, તેનું વિવરણ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પંચને આપ્યું છે. રાજકીય પાર્ટીઓ તરફથી ચૂંટણી પંચને આપવામાં આવેલી જાણકારી અનુસાર, ખાલી બે મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પાંચ રાજ્યોમાં 500 કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ કર્યો છે.

    ચૂંટણી પંચે રાજકીય પાર્ટીઓ તરફથી આપવામાં આવેલી જાણકારી, ભાજપે પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર પર 344.27 કરોડ ખર્ચ કર્યો, જ્યારે કોંગ્રેસે 194.80 કરોડ રૂપિયા ખર્ચ કર્યો, 2017માં આ રાજ્યોમાં ભાજપે 218 કરોડ તો કોંગ્રેસે 108 કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ કર્યો હતો.

    અહીં ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણી થઈ હતી. નિયમ મુજબ રાજકીય પાર્ટીઓને ચૂંટણી ખર્ચનો હિસાબ રાખવાનો હોય છે. પાર્ટીએ કહ્યું કે, કેટલો ખર્ચ થયો ? કેશ, ચેક અથવા ડ્રાફ્ટથી કેટલું પેમેન્ટ કર્યુ ? આ બધો હિસાબ રાખ્યા બાદ ચૂંટણી પંચને તેનો રિપોર્ટ આપવાનો આપવાનો છે. જો વિધાનસભા ચૂંટણી છે, તો 75 દિવસ અને લોકસભા ચૂંટણી છે, તો 90 દિવસની અંદર આ રિપોર્ટ જમા કરવાનો હોય છે.

    ભાજપે કહ્યું કેટલો ખર્ચો કર્યો ?


    હાલમાં જ થયેલી આ ચૂંટણીમાં ખર્ચ કરવામાં ભાજપ સૌથી આગળ છે. ભાજપે આ વર્ષે પાંચ રાજ્યોમાં ચૂંટણીમાં 344 કરોડથી વધારેનો ખર્ચ કર્યો છે. પાર્ટીએ સૌથી વધારે 221.31 કરોડ રૂપિયા ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ખર્ચ કર્યો, યૂપીમાં ભાજપે 255 સીટો પર જીત નોંધાવી, આ હિસાબથી તેમને એક સીટ લગભગ 87 લાખ રૂપિયામાં પડી હતી.

    2017ની ચૂંટણીમાં ભાજપે યૂપીમાં 175.10 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો, ત્યારે તેમને 312 સીટો મળી હતી. આ હિસાબે 2017માં ભાજપને એક સીટ 56 લાખ રૂપિયામાં પડી.

    પંજાબમાં ભાજપે આ વખતે 36.69 કરોડ રૂપિયા ખર્ચ કર્યો, જ્યારે 2017માં પંજાબમાં ભાજપે 7.43 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. ગત વખતની માફક આ વખતે 5 ગણો વધારે ખર્ચ કરવા છતાં પંજાબમાં ભાજપને ફક્ત 2 સીટો જ હાથ લાગી. એટલે કે અહીં તેમને એક સીટ 18 કરોડ રૂપિયાથી વધારેમાં પડી ગઈ.

    આવી જ રીતે ભાજપે ગોવામાં ચૂંટણી પ્રચાર પર 19.06 કરોડ રૂપિયા ખર્ચ કર્યો. ત્યાં તેમણે 20 સીટો જીતી, આ હિસાબે ગોવામાં ભાજપને એક સીટ 95.33 લાખ રૂપિયામાં પડી. ઉત્તરાખંડમાં ભાજપને એક સીટ લગભગ 93 લાખ રૂપિયામાં પડી, ત્યાં પાર્ટીએ 47 સીટ પર જીત નોંધાવી હતી.

    આ પણ વાંચો:  મિશન 2024: સીમાંચલમાંથી બિહાર ફતેહ કરશે ભાજપ, નીતિશ સાથે બ્રેકઅપ બાદ અમિત શાહની પ્રથમ રેલી

    કોંગ્રેસે કેટલો કર્યો ખર્ચ


    ભાજપની સરખામણીમાં કોંગ્રેસનો ખર્ચ લગભગ અડધો છે. કોંગ્રેસ આ વર્ષે પાંચ રાજ્યોમાં 194.80 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. એટલે કે, જેટલો ખર્ચ કોંગ્રેસે પાંચ રાજ્યોમાં મળીને કર્યો, તેનાથી વધારે ભાજપે ખાલી ઉત્તર પ્રદેશમાં જ કરી નાખ્યો.

    ગત વર્ષે કોંગ્રેસે પાંચ રાજ્ય (પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડૂ, કેરલ અને પુડુચેરી)ની ચૂંટણીમાં લગભગ 85 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.

    જો કે, આ વર્ષે લગભગ 195 કરોડ રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ કોંગ્રેસે કોઈ પણ રાજ્યમાં પોતાની સરકાર બનાવી શકી નહોતી. પાંચ રાજ્યોની 680 સીટોમાંથી કોંગ્રેસને ફક્ત 56 સીટો મળી હતી. આ હિસાબે તેમને એક સીટ 3.47 કરોડ રૂપિયામાં પડી હતી.

    આમ આદમી પાર્ટીએ કેટલો ખર્ચ કર્યો


    આમ આદમી પાર્ટી આ વર્ષે થયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ચારમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. જો કે, પાર્ટીને પંજાબમાં જ ફાયદો થયો. પંજાબમાં આમ આદમી પાર્ટીએ 117માંથી 92 સીટો પર જીત નોંધાવી. ગોવામાં પાર્ટીએ 2 સીટ પર ચૂંટણી જીતી, તો વળી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં એક પણ સીટ આવી નહી.

    આ વર્ષે પાંચ રાજ્યોમા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 11.32 કરોડથી વધારેનો ખર્ચ કર્યો. સૌથી વધારે તેમણે પંજાબ અને ગોવાાં ખર્ચ કર્યો.

    પંજાબમાં પાર્ટીએ 6.23 કરોડ રૂપિયા ખર્ચ કર્યો, અહીં તેમણે 92 સીટ જીતી હતી. આ હિસાબથી પંજાબમાં આમ આદમી પાર્ટીએ એક સીટ લગભગ 6.78 લાખ રૂપિયામાં પડી. તો વળી ગોવામાં તેમણે 3.49 કરોડ રૂપિયા ખર્ચ કર્યો અને 2 સીટ જીતી, આ હિસાબથી ગોવમાં તેમને એક સીટ 1.74 કરોડ રૂપિયાથી વધારેમાં પડી.

    2017ની સરખામણીમાં પાર્ટીએ આ વખથે થોડો ઓછો ખર્ચ કર્યો છે. 2017મા આમ આદમી પાર્ટીએ 12.32 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. તે સમયે પંજાબમાં જ એકલા 9.78 કરોડ રૂપિયા ખર્ચો કર્યો હતો. ત્યારે આમ આદમી પાર્ટીએ પંજાબમાં 20 સીટો જીતી હતી.

    હવે પાર્ટીઓની કમાણી વિશે વાત કરીએ તો...


    ચૂંટણી ખર્ચની વાત તો થઈ ગઈ, હવે થોડી રાજકીય પાર્ટીઓની આવક વિશે વાત કરીએ લઈએ તો, રાજકીય પાર્ટીઓની કમાણીમાં સૌથી વધારે સોર્સ ચૂંટણી બોન્ડ હોય છે. જે બેન્કમાંથી મળે છે. હવે તેને એવી રીતે સમજીએ કે, કોઈ વ્યક્તિએ SBIમાંથી ચૂંટણી બોન્ડ ખરીદ્યા અને તેને કોઈ પાર્ટીને આપી દીધા. આ બોન્ડ 1 હજારથી લઈને 1 કરોડ રૂપિયા સુધીના હોઈ શક છે.

    આ ઉપરાંત રાજકીય પાર્ટીઓની કમાણી ફંડ અને સભ્યપદથી થાય છે. ચૂંટણી પંચમાં દાખલ રિપોર્ટ અનુસાર, 2020-21માં ભાજપને 752.33 કરોડ રૂપિયા એકઠા કર્યા અને 620.39 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. 2019-20ની સરખામણીમાં કમાણી ખૂબ ઓછી હતી. 2020-21માં ભાજપે 3623.28 કરોડ રૂપિયા કમાણી કરી હતી અને 1651 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.

    આવી રીતે 2020-21માં કોંગ્રેસને 285.76 કરોડ રૂપિયાની કમાણી કરતી હતી, જ્યારે પાર્ટીએ 209 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કર્યો હતો. 2019-20ની સરખામણીમાં કોંગ્રેસની કમાણી અને ખર્ચ ખૂબ ઓછો હતો. આ વર્ષે કોંગ્રેસને 682.21 કરોડ રૂપિયા કમાણી કરી હતી અને 998 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.

    2020-21માં ભાજપે 477.54 કરોડ અને કોંગ્રેસને 74.50 કરોડ રૂપિયા ફંડ મળ્યું હતું. બંને પાર્ટીઓને ફંડમાં ભારે કમી આવી હતી. 2019-20માં ભાજપે 786 કરોડ અને કોંગ્રેસને 139 કરોડ રૂપિયા ફંડ આવ્યું હતું. તેનું કારણ કોરોના મહામારી પણ હોઈ શકે છે. 2020-21માં કોરોના પોતાના પીક પર આવ્યો હતો. આ કારમે પાર્ટીઓને મળતા ફંડમાં કમી આવી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: 2022 Assembly elections, BJP Congress, Election commision of india

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन