જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ જવાબી કાર્યવાહી પર મંથન માટે સંસદ પરિસરમાં શનિવાર સવારે સર્વપક્ષીય બેઠક મળી. ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં સરકારે તમામ પાર્ટીઓને પુલવામા હુમલો અને ત્યારબાદ ઉઠાવવામાં આવનારા પગલા વિશે જાણકારી આપી. આ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે આ હુમલાથી આખો દેશ આક્રોશિત છે. આતંકવાદની વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ ચાલુ છે. આપણે સૌ એકજૂથ થઈને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને મૂળથી ઉખાડવા માટે કૃત સંકલ્પ છીએ.
આ બેઠકમાં સામેલ કોંગ્રેસના સિનિયર નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું તે અમે ફરી કહ્યું. દેશ શોક અને ગુસ્સામાં છે, યુદ્ધને છોડીને પહેલીવાર આટલી મોટી સંખ્યામાં આપણા જવાન શહીદ થયા છે. અમારી પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે આપણા સુરક્ષા દળોની સાથે મજબૂતીથી ઊભા રહીશું. સરકારથી અનેક મતભેદ છે, પરંતુ આતંકવાદના ખાતમા માટે તેમની સાથે ઊભા છીએ. તેની સાથે જ તેઓએ કહ્યું કે, આજની બેઠકમાં સંસદના બંને ગૃહોના નેતાને બોલાવવામાં આવ્યા હતા. અમે ગૃહ મંત્રીને નિવેદન કર્યું છે કે પીએમને તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પાર્ટીઓના અધ્યક્ષ સાથે બેઠક બોલાવવી જોઈએ.
બીજી તરફ, ભાજપના નેતા તથા કેન્દ્ર સરકારમાં મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, 14 ફેબ્રઆરીએ જે પુલવામામાં આતંકી હુમલો થયો તેનાથી સમગ્ર દેશ દુ:ખી છે. આ વિષય પર સંસદના તમામ પાર્ટીઓના નેતાઓની સાથે ચર્ચા કરી છે. તતમામ દેશની સાથે ઊભા છે.
મૂળે, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી સુરક્ષા મામલાની સમિતિની બેઠક બાદ સર્વપક્ષીય બેઠક બોલાવવાનો નિર્ણય લેવાયો હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર