Home /News /national-international /

નોર્થ ઇસ્ટમાં સફળતા બીજેપી માટે કેટલી મહત્વની? આનો શું રાજકીય અર્થ નીકળે?

નોર્થ ઇસ્ટમાં સફળતા બીજેપી માટે કેટલી મહત્વની? આનો શું રાજકીય અર્થ નીકળે?

ત્રિપુરામાં બીજેપી ઇતિહાસ લખવા જઈ રહી છે

બીજેપી હવે એવો સંદેશ આપશે કે બિન હિન્દીભાષી વિસ્તારમાં પણ તેઓ સ્વિકૃત છે. આ વાત તેમની સરકારની નીતિઓ પર મહોર મારે છે.

    ઓમ પ્રકાશ

    એક સમય હતો જ્યારે બીજેપી પૂર્વોત્તર તરફ વધારે ધ્યાન આપતી ન હતી. કારણ કે બિન હિન્દીભાષી વિસ્તાર હોવાને કારણે તે આ ક્ષેત્રમાં ક્યારેય મજબૂત થઈ શકી ન હતી. પરંતુ હવે આસામ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં સરકાર બનાવ્યા બાદ બીજેપીના ઉત્સાહમાં વધારો થયો છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં બીજેપી પ્રથમ વખત પૂર્વોત્તરમાં સત્તા મેળવવાનો અભૂતપૂર્વ પ્રયાસ કરી રહી છે.

    વલણ પ્રમાણે સતત 25 વર્ષથી લેફ્ટના હાથમાં રહેલા ત્રિપુરા રાજ્યમાં બીજેપીની સરકાર બનવા જઈ રહી છે. બીજેપી અહીં બીજા પક્ષનો સાથે લઈને સરકાર બનાવશે.

    ત્રિપુરામાં બીજેપીની એન્ટ્રીના અનેક રાજકીય અર્થ નીકળી શકે છે. જો ત્રિપુરામાં ભગવો લહેરાય છે તો દેશમાં હવે ફક્ત કેરળમાં જ લેફ્ટની સરકાર વધશે. ડોનાલ્ડ ટ્રમ્પની કંપની કેમ્બ્રિઝ એનાલિટિકા સાથે જોડાયેલા રાજકીય વિશ્લેષક અંબરીશ ત્યાગીના જણાવ્યા પ્રમાણે, 'બીજેપી જો ત્રિપુરામાં કંઈક કરી શકશે તો તે લેફ્ટના બીજા કિલ્લા કેરળ અને પશ્ચિમ બંગાળમાં તેનો ઉપયોગ લાલ ઝંડાનું મનોબળ તોડવા માટે કરશે. આ રાજ્ય નાના છે પરંતુ તેનું રાજકીય મહત્વ ખૂબ મોટું છે. આ માટે જ બીજેપી તેના પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.'

    બીજેપીએ બિન-હિન્દીભાષી વિસ્તારમાં કોંગ્રેસની સરખામણીમાં વધારે આક્રમતાથી ચૂંટણી લડી હતી. બીજેપીએ આ રાજ્યોમાં પોતાના સંગઠનને પણ શૂન્યમાંથી ઉભું કરવાનું હતું. 19 રાજ્યમાં સત્તા ભોગવી રહેલી બીજેપી નોર્થઈસ્ટમાં ચૂંટણી જીતીને એવો રેકોર્ડ બનાવવા માંગતી હતી કે જેનાથી આ ભ્રમણાને ભાંગી શકાય.

    બીજેપી હવે એવો સંદેશ આપશે કે બિન હિન્દીભાષી વિસ્તારમાં પણ તેઓ સ્વિકૃત છે. આ વાત તેમની સરકારની નીતિઓ પર મહોર મારે છે.

    જો જૂના રેકોર્ડને જોવામાં આવે તો અહીં બીજેપી, લેફ્ટ અને કોંગ્રેસની સરખામણીમાં ખૂબ જ નબળી રહી છે. ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષથી લેફ્ટની સરકાર છે. અહીં મણિક સરકારના વડપણ હેઠળની સરકાર છેલ્લા બે દાયકાથી રાજ કરી રહી છે. અહીં બીજેપીનો એકપણ ધારાસભ્ય નથી.

    બીજેપીએ આ બે રાજ્યમાં શૂન્યથી કરી શરૂઆત

    ત્રિપુરાઃ 2013ની ચૂંટણીમાં બીજેપીએ અહીં 50 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી 49ની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી. જ્યારે એક ઉમેદવારને ફક્ત 1.54 ટકા વોટ મળ્યા હતા.

    નાગાલેન્ડઃ નાગાલેન્ડની વાત કરીએ તો અહીં બીજેપીએ 60માંથી 11 બેઠક પણ ચૂંટણી લડી હતી. એમાંથી એક સીટ પર તેના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે આઠ બેઠક પર તેના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો હતો. બીજેપીને 1.75 ટકા વોટ મળ્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Meghalaya, Nagaland, North East, Tripura, ભાજપ

    આગામી સમાચાર