Home /News /national-international /Assembly Elections 2018: બીજેપીનું નવું નામ જીટીયુ, એટલે કે 'ગીરે તો ભી ટાંગ ઉપર': સિદ્ધુ

Assembly Elections 2018: બીજેપીનું નવું નામ જીટીયુ, એટલે કે 'ગીરે તો ભી ટાંગ ઉપર': સિદ્ધુ

નવજોત સિદ્ધુની ફાઇલ તસવીર

'રાહુલ ભાઇ પહેલેથી જ બધાને સાથે રાખીને ચાલ્યાં છે. ઇન્સાનિયતની મૂરત છે.'

    પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલી મતગણતરી દરમિયાન આવી રહેલા પરિણામો પર પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે 2019માં થનારા ફાઇનલ મેચ પહેલાની સેમીફાઇનલમાં ભાજપ હારી ગઇ છે. લોકતંત્રમાં મેન ઓફ ધ મેચ હંમેશા જનતા હોય છે.

    તેમણે એક પછી એક ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું કે, 'લોકોએ ભાજપ વિરુદ્ધ મત નાંખ્યા છે. આ જનાદેશ છે અને આ દેશનાં લોકોની જીત છે. આ લોકતંત્રની જીત અને અન્યાય, અત્યાચાર, સંસ્થાનોની બરબાદી, એજન્સીઓનો દુરપયોગ, ગરીબ લોકો, ખેડૂતો, યુવાનો, દલિતો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ (ઓબીસી), અલ્પસંખ્યકો તથા સામાન્ય વર્ગ માટે કોઇ કામ ન કરવા બદલ જીત મેળવી છે.'

    આ પણ વાંચો : પહેલા કપિલને(મોદી) જોતા હતા, હવે વિરાટને (રાહુલ) જોઈએ છીએ': હાર્દિક

    એસપીનાં રામગોપાલ યાદવે બીજેપી પર હુમલો કરતા કહ્યું કે, 'બીજેપીની ખોટી નીતિઓએ જ આખા દેશની હાલત ખરાબ કરી છે અને આ તેનું જ પરિણામ છે. એકવાર ચિત્ર સ્પષ્ટ થશે પછી અમે ગઠબંધનનું વિચારીશું.'

    કોંગ્રેસનાં સચિન પાયલટ રાજસ્થાનમાં સારા પ્રદર્શન અંગે કહે છે કે, આજે રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બન્યાને એક વર્ષ પુર્ણ થયું છે. તો આ પરિણામ તેમના માટે અમારી એક ભેટ છે.

    આ પણ વાંચો : 'કોંગ્રેસ અધ્યક્ષ' થયાના પ્રથમ જન્મદિવસે મળી સૌથી મોટી ગિફ્ટ !

    શિવસેનાનાં સંજય રાઉતે કહ્યું કે, 'હું એવું નહીં કહું કે આ કોંગ્રેસની જીત નથી પરંતુ આ લોકોનો ગુસ્સો છે. આત્મમંથન કરવાની જરૂર છે.'

    પંજાબનાં મંત્રી નવજોત સિંહે કહ્યું કે, 'રાહુલ ભાઇ પહેલેથી જ બધાને સાથે રાખીને ચાલ્યાં છે. ઇન્સાનિયતની મૂરત છે. જે હાથ ભારતની તકદીરને પોતાના હાથમાં લેવાનાં છે તે ઘણાં મજબૂત છે. બીજેપીનું નવું નામ -જીટીયુ છે. 'ગીરે તો ભી ટાંગ ઉપર' '
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, ભાજપ, રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन