MPમાં રાજકીય ડ્રામા : દિગ્વિજયનો દાવો, BJPએ કૉંગ્રેસના 11 ધારાસભ્યોને હોટલમાં બંધક બનાવ્યા, હવે માત્ર 4 બચ્યા

News18 Gujarati
Updated: March 4, 2020, 8:06 AM IST
MPમાં રાજકીય ડ્રામા : દિગ્વિજયનો દાવો, BJPએ કૉંગ્રેસના 11 ધારાસભ્યોને હોટલમાં બંધક બનાવ્યા, હવે માત્ર 4 બચ્યા
મધ્ય પ્રદેશમાં મોડી રાત્રે રાજકીય ઘમાસણા, કમલનાથ-દિગ્વિજયના મેનેજમેન્ટથી BJPનો દાવ ઊંધો પડ્યો

મધ્ય પ્રદેશમાં મોડી રાત્રે રાજકીય ઘમાસણા, કમલનાથ-દિગ્વિજયના મેનેજમેન્ટથી BJPનો દાવ ઊંધો પડ્યો

  • Share this:
અનુરાગ શ્રીવાસ્તવ, ભોપાલ : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ની કમલનાથ સરકાર પર મંગળવાર રાત્રે સંકટના વાદળ ઘેરતા જોવા મળ્યા. અહેવાલ સામે આવ્યા કે કૉંગ્રેસ (Congress)ના કદાવર નેતા અને આદિવાસી ધારાસભ્ય બિસાહુલાલ સિંહ સહિત લગભગ 8 ધારાસભ્ય બીજેપીના નેતાઓની સાથે ગુરુગ્રામની એક હોટલમાં પહોંચ્યા છે. કૉંગ્રેસના ધારાસભ્યોની સાથે બીએસપીની ધારાસભ્ય રામબાઈ પણ હોવાના અહેવાલ આવ્યા. મોડી રાત્રે કમલનાથ સરકાર (Kamal Nath Government)ના બે મંત્રી જયવર્ધન સિંહ (Jayawardhan Singh) અને જીતૂ પટવારી (Jeetu Patwari) ગુરુગ્રામ પહોંચી ગયા.

કૉંગ્રેસના ધારાસભ્યોને બંધક બનાવીને રાખવામાં આવ્યા : દિગ્વિજય સિંહ

દિગ્વિજય સિંહ પણ હોટલ પહોંચ્યા જ્યાં હોટલમાં પ્રવેશને લઈને તેમની હોટલ મેનેજમેન્ટ સાથે ઘણી માથાકૂટ થઈ હતી. ત્યારબાદ એક તસવીરમાં મંત્રી જયવર્ધન સિંહ, બસપા ધારાસભ્ય રામબાઈની સાથે આવતા જોવા મળ્યા. કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે બીજેપીના નેતાની સાથે કૉંગ્રેસ ધારાસભ્ય બિસાહુલાલ સહિત અને કૉંગ્રેસના ધારાસભ્યોને બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. કૉંગ્રેસે બીજેપી પર કૉંગ્રેસ ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

દિગ્વિજય સિંહે બીજેપી પર સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો. હરિયાણામાં બીજેપીની સરકાર હોવાના કારણે બીજેપીના નેતાઓએ આ હોટલને પસંદ કરી. આ અહેવાલ સામે આવ્યા બાદ રાજકીય હોબાળો શરૂ થઈ ગયો અને ભોપાલથી લઈને દિલ્હી અને ગુરુગાંવમાં હોબાળો શરૂ થઈ ગયો.

આ પણ વાંચો, PM મોદીએ બીજેપી સાંસદોને કહ્યું, સમાજમાં શાંતિ અને સદ્ભાવ માટે કામ કરો

'જ્યારે અમને ખબર પડી તો જીતૂ અને જયવર્ધનને માનેસરની હોટલ મોકલવામાં આવ્યા'એએનઆઈએ આ રાજકીય ડ્રામા મામલે દિગ્વિજય સિંહના હવાલાથી ટ્વિટ કર્યું છે. આ ટ્વિટ અનુસાર, દિગ્વિજય સિંહે કહ્યું કે, જ્યારે અમને ખબર પડી તો જીતૂ પટવારી અને જયવર્ધન સિંહને ત્યાં (માનેસરની હોટલ) મોકલવામાં આવ્યા. જે લોકોની સાથે અમારો સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો તેઓ અમારી સાથે પરત આવવા માટે તૈયાર હતા. અમે બિસાહૂલાલ સિંહ અને રામબાઈના સતત સંપર્કમાં હતા. રામબાઈને બીજેપીએ રોકવાનો પ્રયાસ કર્યો છતાંય તેઓ પરત આવી ગયાં.

'ધારાસભ્યો સાથે ગુંડાગર્દી કરવામાં આવી'

દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો કે બીજેપી અહંકારમાં ડૂબેલી છે. દિગ્વિજયે આરોપ લગાવ્યો કે બસપા ધારાસભ્ય રામબાઈની સાથે ગુંડાગર્દી કરવામાં આવી અને બીજેપી નેતાઓએ અનેક ધારાસભ્યોને બંધક બનાવીને રાખ્યા. જોકે ત્યારબાદ ઝડપથી બદલાતાં ઘટનાક્રમમાં કમલનાથ સરકાર પર ઘેરાતા સંકટના વાદળ હટતા જોવા મળ્યા અને મોડી રાત બાદ આ સંકટ ટળતું જોવા મળ્યું.

કમલનાથ-દિગ્વિજયનું મેનેજમેન્ટ સફળ થયું

બે દિવસ પહેલા દિગ્વિજય સિંહે બીજેપી પર આરોપ લગાવ્યો હતો કે બીજેપી નેતા કૉંગ્રેસ ધારાસભ્યોને 25થી 35 કરોડની ઓફર આપી રહી છે. દિગ્વિજય સિંહે બીજેપી પર કૉંગ્રેસ ધારાસભ્યોની હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ કૉંગ્રેસના ધારાસભ્ય બૈજનાથ કુશવાહે પણ બીજેપી તરફથી 25 કરોડની ઑફર મળવાનો આરોપ લગાવ્યો હતો.

રાજ્યસભા ચૂંટણી પહેલા રાજકીય ડ્રામા

મૂળે, મધ્ય પ્રદેશના કોટાથી રાજ્યસભાની ત્રણ સીટોને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. હાલમાં રાજ્ય વિધાનસભામાં 228 સભ્ય છે. બે ધારાસભ્યોના મૃત્યુ બાદ બે સીટો ખાલી છે. હાલ કૉંગ્રેસની પાસે 114, બીજેપીની પાસે 107 ધારાસભ્ય છે. બાકી 9 સીટોમાંથી બે બસપાની પાસે છે જ્યારે સપાનો એક ધારાસભ્ય છે. બીજી તરફ વિધાનસભામાં ચાર અપક્ષ ધારાસભ્ય પણ છે અને બીજેપીની નજર કૉંગ્રેસના અસંતુષ્ઠ ધારાસભ્યો પર છે. આ જ કારણ છે કે મંત્રી પદ નહીં મળવાથી નારાજ આદિવાસી ધારાસભ્ય બિસાહૂલાલ સિંહ સહિત બીજા ધારસભ્યો પર બીજેપીની નજર છે, પરંતુ કૉંગ્રેસ ધારાસભ્યો બીજેપીની સાથે હોવાના અહેવાલોની વચ્ચે કૉંગ્રેસ સરકાર હાલ આ સંકટને ટાળવામાં સફળ પુરવાર થઈ છે.

આ પણ વાંચો, ભડકાઉ ભાષણના આરોપી કપિલ મિશ્રાને Y શ્રેણી સુરક્ષા, 24 કલાક તૈનાત રહેશે સુરક્ષાકર્મી
Published by: Mrunal Bhojak
First published: March 4, 2020, 8:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading