મધ્ય પ્રદેશના 20 મંત્રીઓએ મુખ્યમંત્રીને રાજીનામા સોંપ્યા, નવી કેબિનટની શક્યતા

News18 Gujarati
Updated: March 10, 2020, 7:59 AM IST
મધ્ય પ્રદેશના 20 મંત્રીઓએ મુખ્યમંત્રીને રાજીનામા સોંપ્યા, નવી કેબિનટની શક્યતા
કમલનાથ સમર્થક તમામ 20 મંત્રીઓએ મુખ્યમંત્રીને રાજીનામા સોંપી દીધા છે.

મધ્ય પ્રદેશ રાજકીય સંકટ : જો જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસ સાથે છેડ્યો ફાડ્યો તો શું બનશે સમીકરણો?

  • Share this:
દિલ્હી : મધ્ય પ્રદેશ (Madhya Pradesh) સરકાર પર રાજકીય સંકટના વાદળો ઘેરાયેલા છે. મુખ્યમંત્રી કમલનાથ (CM Kamalnath)એ સોમવાર સાંજે કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે મુલાકાત કરી અને તાત્કાલીક ભોપાલ જવા રવાના થયા. ત્યારબાદ ભોપાલમાં સતત બેઠકોનો દોર ચાલુ રહ્યો. સૂત્રો મુજબ, જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)ને પીસીસી ચીફ બનાવવાની સાથે નાયબ-મુખ્યમંત્રી પણ બનાવવામાં આવી શકે છે. જોકે, કમલનાથ તેમના નામ પર રાજી નથી. બીજી તરફ, સિંધિયા સમર્થક મંત્રી અને ધારાસભ્યોના ફોન સ્વિચ ઑફ છે. અહેવાલ છે કે સિંધિયા સમર્થક 6 મંત્રી અને 12 ધારાસભ્ય બેંગલુરુમાં છે.

મુખ્યમંત્રી કમલનાથે નિવેદન જાહેર કર્યું

કેબિનેટ બેઠક પૂરી થયા બાદ મુખ્યમંત્રી કમલનાથે એક નિવેદન જાહેર કર્યું છે. તેઓએ કહ્યું કે રાજ્યમાં માફિયના સહયોગથી અસ્થિર કરનારી તાકાતોને સફળ નહીં થવા દેવાય. મધ્ય પ્રદેશની જનતાનો વિશ્વાસ અને તેમનો પ્રેમ સૌથી મોટી શક્તિ છે. આ ઉપરાંત કમલનાથે કહ્યું કે હવે આ મામલા પર દિલ્હીથી જે નિર્ણય લેવાશે તે તમામને માન્ય રહેશે. આ ઉપરાંત કમલનાથ સમર્થક તમામ 20 મંત્રીઓએ મુખ્યમંત્રીને રાજીનામા સોંપી દીધા છે. મંત્રી સજ્જનસિંહે જણાવ્યું કે, બીજેપીનો આ પ્રયાસ છે, સરકાર પાંચ વર્ષ ચાલશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મુખ્યમંત્રી પર નિર્ભર કરે છે કે તેઓ કયો નિર્ણય લેશે. આ ઉપરાંત મંગળવાર સવારે 11:30 વાગ્યે કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે.મધ્ય પ્રદેશના રાજ્યપાલે રજાઓ કેન્સલ કરી

મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને પોતાની રજાઓ કેન્સલ કરી દીધી છે. રાજભવનના સૂત્રોના હવાલાથી આ સમાચાર મળી રહ્યા છે. રાજ્યપાલ લાલજી ટંડન લખનઉ ગયા હતા પણ તે હવે ભોપાલ પાછા ફરશે તેવી જાણકારી મળી રહી છે. રાજ્યપાલ મંગળવારે ભોપાલ પાછા ફરી રહ્યા છે.

બીજેપી અધ્યક્ષે કહી આ વાત

મધ્ય પ્રદેશ બીજેપી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ બી. ડી. શર્માનું કહેવું છે કે, દિગ્વિજય સિંહ રિમોટ કન્ટ્રોલથી સરકાર ચલાવી રહ્યા છે. શર્માએ એવું પણ કહ્યું કે કૉંગ્રેસ આંતરિક સંકટનો સામનો કરી રહી છે. જ્યારે બીજેપના વિશ્વાસ સારંગે જણાવ્યું કે જ્યારથી સરકાર બની છે ત્યારથી માત્ર અસંતોષની આગમાં સળગી રહી છે.

આ પણ વાંચો, Yes Bank Crisis:રાણા કપૂર ગયા વર્ષે લંડન ભાગી ગયા હતા, મોદી સરકારે આવી રીતે લાલચ આપી બોલાવ્યા

મધ્ય પ્રદેશમાં શું છે ગણિત?

મધ્ય પ્રદેશ વિધાનસભામાં 230 સીટ છે, જ્યારે વિધાનસભામાં હાલ ધારાસભ્યોની સંખ્યા 228 છે. તેમાં કૉંગ્રેસના 114 અને બીજેપીના 107 ધારાસભ્ય છે. અપક્ષ ધારાસભ્યોની સંખ્યા 4 છે, જેમાં બીએસપીના 2 અને એસપીના 1 ધારાસભ્ય છે. આ ઉપરાંત, રાજ્યમાં પૂર્ણ બહુમત માટે 116 ધારાસભ્યોના સમર્થનની જરૂર હોય છે. વિધાનસભામાં હાલ 2 સીટો ખાલી છે. જો કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાનું વલણ બદલે છે તો કમલનાથ સરકાર માટે રાજકીય સંકટ વધી શકે છે.

આ પણ વાંચો, રાણા કપૂરે બે કરોડમાં ખરીદ્યું હતું રાજીવ ગાંધીનું આ પેઇન્ટિંગ, સટિફિકેટ પર પ્રિયંકાની સહી : સૂત્ર
First published: March 10, 2020, 7:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading