Political crisis in Rajasthan: કૉંગ્રેસની રાત્રે 2:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ, 109 ધારાસભ્યોના સમર્થનનો દાવો

News18 Gujarati
Updated: July 13, 2020, 8:10 AM IST
Political crisis in Rajasthan: કૉંગ્રેસની રાત્રે 2:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ, 109 ધારાસભ્યોના સમર્થનનો દાવો
રવિવારે અડધી રાત બાદ લગભગ 2:30 વાગ્યે CMRમાં પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે સહિત પાર્ટીના વરિષ્ઠ નેતા અજય માકન અને રણદીપ સિંહ સુરજેવાલાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી.

કૉંગ્રેસનો આક્ષેપઃ બીજેપી દરેક રાજ્યમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને અસ્થિર કરી રહી છે

  • Share this:
ગોવર્ધન ચૌધરી, જયપુરઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ (Rajasthan Political Crisis)ની વચ્ચે રાજ્યની કૉંગ્રેસ સરકાર (Congress Government) માટે સોમવારનો દિવસ ઘણો અગત્યનો છે. રવિવારે આખો દિવસ CM હાઉસમાં પાર્ટીના વરિષ્ઠ અને સંકટમોચક નેતાઓનો જમાવડો લાગેલો રહ્યો. અડધી રાત્રે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે બીજેપીના કાવતરાને કોઈ પણ રીતે સફળ નહીં થવા દેવામાં આવે. પાર્ટી એકજૂથ છે. સાથોસાથ 109 ધારાસભ્યોના સમર્થનનો દાવો પણ કર્યો. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ 13 જુલાઈએ જયપુર પહોંચશે.

રવિવારે અડધી રાત બાદ લગભગ 2:30 વાગ્યે CMRમાં પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે સહિત પાર્ટીના વરિષ્ઠ નેતા અજય માકન અને રણદીપ સિંહ સુરજેવાલાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં તમામ નેતાઓએ કહ્યું કે બીજેપીનો પ્રયાસ સફળ નહીં થાય. તેઓએ આરોપ લગાવ્યો કે બીજેપી દરેક રાજ્યમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને અસ્થિર કરી રહી છે. બીજેપી રાજસ્થાનમાં કર્ણાટક અને મધ્ય પ્રદેશના ઘટનાક્રમનું પુનરાવર્તન કરવા માંગે છે, પરંતુ તેમાં સફળ નથી થવાનું.

આ પણ વાંચો, રાજસ્થાનના રાજકીય સંકટ પર કૉંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કર્યું ટ્વિટ, આપણે ક્યારે જાગીશું

પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે શનિવારે મુખ્યમંત્રીએ બીજેપી દ્વારા સરકાર તોડવાનો કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. 109 ધારાસભ્યોએ સહમતિ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. તેઓએ અશોક ગહલોત (Ashok Gehlot) અને સોનિયા ગાંધી (Sonia Gandhi)માં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કેટલાક અન્ય ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું છે. સોમવાર સવારે 10:30 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક મળશે. જે ધારાસભ્ય બેઠકમાં નહીં આવે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો, COVID-19: વેક્સીન તૈયાર કરવાનો રશિયાનો દાવો, કહ્યું- ટેસ્ટિંગ પૂર્ણ થયું
CMRમાં ધમધમાટ : ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં ઊભા થયેલા રાજકીય સંકટને ઉકેલવા માટે કૉંગ્રેસે દિલ્હીથી પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે સહિત વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલા અને અજય માકનને મોકલ્યા છે. આ પહેલા રવિવારે દિવસભર CMRમાં ધમધમાટ રહ્યો. મુખ્યમંત્રી અશોક ગહલોત મંત્રીઓ અને ધારાસભ્યો સાથે ચર્ચા કરતા રહ્યા. બીજી તરફ, નારાજ નાયબમુખ્યમંત્રી સચિન પાયલટ (Sachin Pilot) દિલ્હીમાં રોકાયેલા છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈ દિવસભર અનેક પ્રકારની ચર્ચાઓ ચાલતી રહી.
Published by: Mrunal Bhojak
First published: July 13, 2020, 8:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading