MPમાં કમલનાથ સરકારનું શું થશે? SCમાં બપોર સુધી સુનાવણી ટળી

News18 Gujarati
Updated: March 18, 2020, 11:31 AM IST
MPમાં કમલનાથ સરકારનું શું થશે? SCમાં બપોર સુધી સુનાવણી ટળી
MPમાં રાજનીતિક સંકટ

CM કમલનાથ અને રાજ્યપાલ લાલજી ટંડન વચ્ચે પત્રોનું આદાન પ્રદાન ચાલુ છે. તો બીજી બાજુ કોર્ટમાં સુનાવણી ટળી રહી છે.

  • Share this:
ભોપાલ : મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) છેલ્લા થોડા દિવસોથી રાજકારણ ગરમાયું છે. તેનું પરિણામ શું આવશે તેની થોડી ઝલક આજે દેખાઇ. શિવરાજસિંહ ચૌહાણની (Shivrajsinh Chauhan) અરજી પર સુપ્રીમ કોર્ટમાં મામલાની સુનાવણી આજે સવારે જ શરુ થઇ હતી. જેની થોડી જ મિનિટોમાં સુનાવણીમાં બપોર પછીનો સમય આપવામાં આવ્યો. સુનાવણીમાં મુકુલ રોહતગીએ જણાવ્યું કે, તેઓ એજીઆરનાં મામલાની સુનાવણી માટે જવા ઇચ્છે છે. જે બાદ કોર્ટે તેમની વાત માની લીધી. મહત્વનું છે કે, મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથ (Kamalnath) અને રાજ્યપાલ લાલજી ટંડન વચ્ચે પત્રોનું આદાન પ્રદાન ચાલુ છે. આવી પરિસ્થિતિમાં મધ્ય પ્રદેશનું રાજકારણ કોના તરફ જાય છે તે જોવું રહ્યું.

ભાજપ વતી આ અરજી પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કરી હતી. જ્યારે કોંગ્રેસ પક્ષે બાદમાં સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરી હતી તેમાં એવી દલીલ કરી હતી કે અમારા ધારાસભ્યોને કેન્દ્ર સરકાર કર્ણાટક સરકારે બંધક બનાવીને રાખ્યા છે અને તેથી જવાબદાર સામે કાયદાકીય પગલા લેવામાં આવે. સાથે અમારા ધારાસભ્યોને હાલના વિધાનસભાના સત્રમાં ભાગ લેવાદેવાની છુટ આપવામાં આવે. સાથે એવી પણ માગણી કરવામાં આવી હતી કે રાજ્યપાલ લાલજી ટંડને મધ્ય પ્રદેશ વિધાનસભામાં મંગળવારે જ વિશ્વાસમત પ્રાપ્ત કરવાનો જે આદેશ આપ્યો હતો તેને ગેરબંધારણીય અને ગેરકાયદે જાહેર કરીને રદ કરી દેવામાં આવે.

આ પણ વાંચો : MPનું રાજકારણ ગરમાયું : ધારાસભ્યોને મળવા બેંગલુરૂ પહોંચ્યા દિગ્વિજયસિંહ, થઇ ધરપકડ

દિગ્વિજયસિંહની ધરપકડ કરવામાં આવી

આજે વહેલી સવારે દિગ્વિજયસિંહ કૉંગ્રેસનાં ધારાસભ્યોને મળવા માટે બેંગ્લુરુની રમાડા હોટલ પહોંચ્યા હતાં. જ્યાં પોલીસે તેમને અંદર જવા દીધા ન હતા. જે બાદ તેઓ હોટલની બહાર જ આંદોલન પર બેસી ગયા હતાં. જેથી પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, 26 માર્ચનાં રોજ મતદાન થશે. મારા 22 ધારાસભ્યો અહીં રોકાયેલા છે. તે લોકો મારી સાથે વાત કરવા માંગે છે. તેમના ફોન પણ લઇ લેવામાં આવ્યાં છે. પોલીસવાળા તેમની સાથે વાત કરવા પણ નથી દેતા કહે છે કે, તેમની સુરક્ષાને ખતરો છે.

આ પણ વાંચો : નિર્ભયાનાં દોષીઓને ફાંસીએ લટકાવવા પવન જલ્લાદ તૈયાર, આપાઇ ડમી ફાંસીભાજપને શંકા હોય તો અવિશ્વાસ પ્રસ્તાવ લાવે : કમલનાથ

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથને રાજ્યપાલ લાલજી ટંડને પત્ર લખી સોમવારે અને બાદમાં મંગળવારે વિશ્વાસમત પ્રાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ પત્રને હાલ મુખ્યપ્રધાન કમલનાથે વિધાનસભાના સ્પીકરને મોકલી દીધો હતો. સાથે રાજ્યપાલનાં પત્રનો ઉલ્લેખ કરતા દાવો કર્યો હતો કે રાજ્યપાલે પોતાના પત્રમાં મારા પર આરોપ લગાવ્યો છે કે, હું વિશ્વાસમતથી દૂર ભાગી રહ્યો છું પણ આવું નથી, મારી સરકાર પૂર્ણ બહુમતમાં છે. અને જો ભાજપને વાંધો હોય તો અવિશ્વાસ પ્રસ્તાવ લાવી જુવે.

આ વીડિયો પણ જુઓ 

 
First published: March 18, 2020, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading