MP રાજકીય સંકટ LIVE: કૉંગ્રેસથી રાજીનામું આપ્યા બાદ આજે સાંજે BJPમાં સામેલ થશે સિંધિયા

જ્યોતિરાદિત્ય સિંધિયાને બીજેપીની ઑફર, રાજ્યસભાની ટિકિટ અને કેન્દ્રમાં મંત્રી પદ : સૂત્ર

જ્યોતિરાદિત્ય સિંધિયાને બીજેપીની ઑફર, રાજ્યસભાની ટિકિટ અને કેન્દ્રમાં મંત્રી પદ : સૂત્ર

 • Share this:
  નવી દિલ્હી : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના રાજ પરિવારથી આવનારા જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)એ પોતાની જ પાર્ટી એટલે કે કૉંગ્રેસને સૌથી મોટો આંચકો આપ્યો છે. મુખ્યમંત્રી કમલનાથ (Kamalnath)થી નારાજ સિંધિયાએ મંગળવારે કૉંગ્રેસ (Congress)થી રાજીનામું આપી દીધું. સિંધિયાએ જાતે ટ્વિટ કરીને પોતાના રાજીનામાની જાણકારી આપી.

  રાજીનામું આપતા પહેલા સિંધિયા દિલ્હીમાં સવારે પોતાના નિવાસસ્થાનેથી રવાના થઈને સીધા ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ને મળવા પહોંચ્યા અને ત્યારબાદ શાહની સાથે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નિવાસસ્થાને પહોંચ્યા. પીએમના નિવાસસ્થાને સિંધિયાની બેઠક સવારે 10:45 વાગ્યે શરૂ થઈ.  લગભગ એક કલાક સુધી પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનીસ વચ્ચે બેઠક ચાલી. પીએમ મોદી સાથેની મુલાકાત બાદ સિંધિયા અમિત શાહની કારમાં બેસીને ત્યાંથી રવાના થયા. આ પહેલા સિંધિયા પોતાના નિવાસસ્થાનેથી જાતે કાર ચલાવીને અમિત શાહના ઘરે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ અમિત શાહના કાફલામાં લોક કલ્યાણ માર્ગ પર પીએમ નિવાસસ્થાને પહોંચ્યા. પીએમ મોદી સાથેની મુલાકાત બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું.

  સૂત્રો મુજબ, જ્યોતિરાદિત્ય સિંધિયાને બીજેપી મધ્ય પ્રદેશની રાજ્યસભાના ઉમેદવાર બનાવી શકે છે અને સંસદ સત્ર બાદ મોદી સરકારના વિસ્તારમાં જ્યોતિરાદિત્યને કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવી શકે છે.

  મધ્ય પ્રદેશ રાજકીય સંકટ Updates:

  >> કૉંગ્રેસ છોડ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા આજે સાંજે 6 વાગ્યે ઑફિશિયલ રીતે બીજેપીનું સભ્યપદ ગ્રહણ કરશે.
  >> કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે, અમે તેમનું સન્માન કરતાં હતા કે રાજનો દીકરો છે હાર્વડવાળો છે. પરંતુ લાલચ લોકોને ક્યાંથી ક્યાં લઈ જાય છે. કૉંગ્રેસમાં તેઓ ચોક્કસપણે રાજાની હેસિયતની બિરાજમાન હતા પરંતુ બીજેપીમાં જઈને તેઓએ પ્રજા બનવું પડશે.
  >> કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, સિંધિયાજી કૉંગ્રેસ પાર્ટીમાં અનેક વરિષ્ઠ પદો પર રહ્યા અને તેમનું સન્માન કર્યું. કદાચ મોદીજી દ્વારા આપવામાં આવેલા મંત્રીપદના પ્રસ્તાવના કારણે લાલચમાં આવી ગયા. અમે જાણીએ છીએ કે તેમનો પરિવાર દશકોથી બીજેપી સાથે જોડાયેલો છે, તેમ છતાંય આ એક મોટું નુકસાન છે.
  >> કૉંગ્રેસ નેતા કે. સી. વેણુગોપાલે કહ્યું કે, કૉંગ્રેસ અધ્યક્ષે પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે જ્યોતિરાદિત્ય સિંધિયાને તાત્કાલીક અસરથી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસથી સસ્પેન્ડ કરવાની મંજૂરી આપી દીધી છે.
  >> રાજીનામામાં સિંધિયાએ લખ્યું છે કે એક વર્ષથી રાજીમાનાની હાલત બની રહી હતી. હું પાર્ટીમાં રહીને જનતાની સેવા નહોતો કરી શકતો.
  >> અસંતુષ્ટ કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપી દીધું છે. સિંધિયાના રાજીનામ પર 9 માર્ચની તારીખ નોંધેલી છે. એટલે કે 9 માર્ચે જ રાજીનામું લખવામાં આવ્યું હતું જેને સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યું છે.
  >> અસંતુષ્ટ કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપી દીધું છે.


  >> વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ સિંધિયાને ગૃહ મંત્રી અમિત શાહ પોતાના નિવાસ સ્થાને લઈ ગયા.
  >> મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ, લઘુમતીમાં આવી શકે છે કમલનાથ સરકાર
  >> કૉંગ્રેસ નેતા સિંધિયાની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત ખતમ થઈ. સિંધિયા, શાહની ગાડીમાં બેસીને પીએમ નિવાસસ્થાનેથી બહાર આવ્યા. સિંધિયા ટૂંક સમયમાં બીજેપીમાં જોડાઈ શકે છે.
  >> નારાજ કૉંગ્રેસ ધારાસભ્યો આજે બપોરે બેંગલુરુથી દિલ્હી માટે રવાના થશે.
  >> આજે બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકથી બીજેપી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પણ યોજાશે જેમાં મધ્ય પ્રદેશમાં શિવરાજસિંચા ચૌહાણના નેતૃત્વમાં સરકાર રચવાને લીલી ઝંડી મળી શકે છે.
  >> મળતી જાણકારી મુજબ, દક્ષિણ દિલ્હી સ્થિત પોતાના નિવાસ્થાનેથી સિંધિયા દિલ્હીની એક હોટલ પહોંચ્યા. ત્યાંથી તેઓ ગુજરાત ભવન ગયા અને પછી ગૃહ મંત્રી અમિત શાહની સાથે લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા. અહીં તેમની મુલાકાત છેલ્લી 25 મિનિટથી ચાલુ છે.
  >> કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે કે.સી. વેણુગોપાલે મુલાકાત કરી.
  >> સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, 20થી વધુ કૉંગ્રેસ ધારાસભ્ય રાજીનામાં આપી શકે છે.
  >> સૂત્રોના હવાલાથી અહેવાલ આવી રહ્યા છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને બીજેપી મધ્ય પ્રદેશની રાજ્યસભાના ઉમેદવાર બનાવી શકે છે અને સંસદ સત્ર બાદ મોદી સરકારના વિસ્તારમાં જ્યોતિરાદિત્યને કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવી શકે છે.
  >> દિગ્વિજય સિંહે કહ્યું કે, જે પણ સાચો કૉંગ્રેસી હશે, તે પાર્ટી નહીં છોડે.
  >> કૉંગ્રેસ સૂત્રોએ જણાવ્યું કે, મધ્ય પ્રદેશ સરકાર બચાવવા માટે અસંતુષ્ટ જ્યોતિરાદિત્ય સિંધિયાને મનાવવાના પ્રયાસ ચાલુ છે.
  >> કૉંગ્રેસ નેતા સચિન પાટલટે કહ્યું કે, આશા છે કે મધ્ય પ્રદેશમાં હાલ સંકટ ઝડપથી ખતમ થઈ જશે અને નેતા મતભેદોને ઉકેલવામાં સક્ષમ છે.
  >> સૂત્રોનો એવો દાવો છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા બીજેપીમાં જોડાઈ શકે છે.

  માનવામાં આવી રહ્યું છે કે, તેઓ આજે ગ્વાલિયર પહોંચશે જ્યાં તેમના દિવંગત પિતાની જયંતીએ એક કાર્યક્રમ યોજાવાનો છે. આ દરમિયાન કૉંગ્રેસ માધવરાવ સિંધિયાની જયંતી પર તેમને યાદ કર્યા. પાર્ટીએ પોતાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા કહ્યું કે, માધવરાવ સિંધિયાની જયંતી પર અમે તેમને યાદ કરીએ છીએ. તેઓ 9 વાર લોકસભાના સભ્ય રહ્યા અને રેલ મંત્રી તરીકે સેવા આપી. તેમના કાર્યકાળ દરમિયાન જ પહેલી શતાબ્દી ટ્રેનની શરૂઆત થઈ.

  આ પણ વાંચો, મધ્ય પ્રદેશ : સંકટમાં ફસાઈ કૉંગ્રેસ સરકાર, કમલનાથે સિંધિયાને મોકલ્યો 'મૈત્રી' સંદેશ

  મધ્ય પ્રદેશમાં શું છે ગણિત?

  મધ્ય પ્રદેશ વિધાનસભામાં 230 સીટ છે, જ્યારે વિધાનસભામાં હાલ ધારાસભ્યોની સંખ્યા 228 છે. તેમાં કૉંગ્રેસના 114 અને બીજેપીના 107 ધારાસભ્ય છે. અપક્ષ ધારાસભ્યોની સંખ્યા 4 છે, જેમાં બીએસપીના 2 અને એસપીના 1 ધારાસભ્ય છે. આ ઉપરાંત, રાજ્યમાં પૂર્ણ બહુમત માટે 116 ધારાસભ્યોના સમર્થનની જરૂર હોય છે. વિધાનસભામાં હાલ 2 સીટો ખાલી છે. જો કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાનું વલણ બદલે છે તો કમલનાથ સરકાર માટે રાજકીય સંકટ વધી શકે છે.

  આ પણ વાંચો, PM મોદી અને અમિત શાહને મળ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા, પછી BJPના ચાર્ટર્ડ પ્લેનથી ધારાસભ્યોને બેંગલુરુ મોકલ્યા : સૂત્ર


  Published by:Mrunal Bhojak
  First published: