Home /News /national-international /

શું કોંગ્રેસમાં સામેલ થશે પ્રશાંત કિશોર? દેશનાં સૌથી ચર્ચિત ચૂંટણી રણનીતિકારે બે શબ્દોમાં સ્પષ્ટ કરી તસવીર

શું કોંગ્રેસમાં સામેલ થશે પ્રશાંત કિશોર? દેશનાં સૌથી ચર્ચિત ચૂંટણી રણનીતિકારે બે શબ્દોમાં સ્પષ્ટ કરી તસવીર

પ્રશાંત કિશોર, રણનિતીકાર (ફાઇલ ફોટો)

Prashant Kishore News: ગત પાંચ દિવસોમાં વિધાનસભાની ચૂંટી થઇ. આ દરમિયાન પ્રખ્યાત ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનાં નામની એટલી ચર્ચા ન થઇ. પણ હાલમાં તેમનું નામ ચર્ચામાં છે. મીડિયામાં તેઓ કોંગ્રેસનો હાથ ઝાલે તેવી વાત કરવાંમાં આવી છે. પણ આ મામલે પ્રશાંત કિશોરનું ખુદનું શું કહેવું છે ચાલો જાણીયે?

વધુ જુઓ ...
    પટના: રાજનીતિક અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ફરી એક વખત ચર્ચામાં છે. પ્રશાંત કિશોર ઉર્ફે પીકે ફરી એક વખત કોંગ્રેસમાં જવાં માટેની ખબર તેજ થઇ ગઇ છે. કહેવાય છે કે, કોંગ્રેસ પાર્ટાનાં શીર્ષ નેતાઓ અને પ્રશાંત કિશોર (Prashant Kishor) ગુજરત વિધાનસભા ચૂંટણી અને વર્ષ 2024માં થનારી લોકસભા ચૂંટણીમાં સાથે કામ કરે તેવી સંભાવનાઓ પર વાતચીત થઇ રહી છે. સાથે જ એમ પણ વાતો છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. હવે એવામાં સવાલ એ છે કે, શું ખરેખર પ્રશાંત કિશોર કોંગ્રેસનો હાથ ઝાલી રહ્યાં છે કે આ બધી ફક્ત તુક્કાબાજી છે? પ્રશાંત કિશોરે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરી આ તસવીર સ્પષ્ટ કરી છે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, તે દેશની સૌથી જૂની પાર્ટીમાં સામેલ થઇ રહ્યાં છે કે, તો તેમણે ફક્ત બે શબ્દોમાં તેનો જવાબ આપતાં તેને ફેક ન્યૂઝ (Fake News) ગણાવી છે.

    મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પ્રશાંત કિશોર મે સુધી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. તે જ સમયે, કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળશે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પ્રશાંત કિશોરનું કોંગ્રેસમાં જવું સામાન્ય વાત હતી. પરંતુ કેટલાક કારણોસર આ થઈ શક્યું નહીં. તે સમયે પ્રશાંત કિશોરે પણ કોંગ્રેસ નેતૃત્વ સાથે વાતચીત કરી હોવાનું કબૂલ્યું હતું. હવે ફરી એકવાર પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જવાની અટકળો જોરમાં છે. હાલ તો પ્રશાંત કિશોરે આ વાતને ફેક ન્યૂઝ ગણાવીને ફગાવી દીધી છે.

    આ પણ વાંચો-Good News: સ્માર્ટ મીટરથી ઓછું આવશે વીજ બિલ, જાણો યુનિટ દીઠ કેટલા પૈસા બચશે

    વિધાનસભામાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન
    હાલમાં જ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. આ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ઉત્તર પ્રદેશથી લઈને મણિપુર અને પંજાબ સુધી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. આ ચૂંટણીઓ બાદ ગુજરાતમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલા પણ પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જવાની અટકળો ફરી એકવાર શરૂ થઈ છે, જેને તેમણે નકારી કાઢી છે.

    કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માંગ
    જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા ચાલી રહી છે. આ બધાની વચ્ચે પ્રશાંત કિશોરને લઈને જે અટકળો શરૂ થઈ છે તેમાં જરાય નવાઈ નથી. જાણવા મળે છે કે આ પહેલા પ્રશાંત કિશોર નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડમાં સામેલ થઈ ગયા હતા. તેમને પાર્ટીમાં મોટું પદ આપવામાં આવ્યું હતું, પરંતુ આખરે તેમણે JDU છોડવું પડ્યું હતું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Fake News, PK, Prashant Kishor, કોંગ્રેસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन