લૉકડાઉનઃ પંજાબ પોલીસ પર ભીડનો હુમલો, તલવારથી હાથ કાપ્યા, બે ઘાયલ

News18 Gujarati
Updated: April 12, 2020, 11:56 AM IST
લૉકડાઉનઃ પંજાબ પોલીસ પર ભીડનો હુમલો, તલવારથી હાથ કાપ્યા, બે ઘાયલ
શાક માર્કેટ ખાતે ગાડીને રોકતા ભીડે પોલીસ પર ઘાતકી હુમલો કરી દીધો, આડાશો તોડીને ફરાર

શાક માર્કેટ ખાતે ગાડીને રોકતા ભીડે પોલીસ પર ઘાતકી હુમલો કરી દીધો, આડાશો તોડીને ફરાર

  • Share this:
ચંદીગઢઃ પંજાબ (Punjab)ના પટિયાલા (Patiala)ની મોટા શાક માર્કેટ સનૌર રોડ પર કર્ફ્યૂ (Curfew) દરમિયાન શાકભાજી લેવા પહોંચેલા લોકોએ પોલીસ (Police)ની ટીમ પર તલવારથી હુમલો કરી દીધો. આ હુમલામાં એક પોલીસકર્મી (Policeman)ના હાથ કપાઈ ગયા, જ્યારે બે પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા છે.

નિહંગોએ કર્યો હુમલો

પોલીસે જણાવ્યું કે, ચાર-પાંચ નિહંગો (પરંપરાગત હથિયાર રાખનારા અને વાદળી લાંબું વસ્ત્ર પહેરનારા શીખ)નું એક જૂથ એક ગાડીમાં જઈ રહ્યું હતું અને માર્કેટ બોર્ડના અધિકારીઓએ સવાર લગભગ સવા છ વાગ્યે એક શાક માર્કેટની પાસે તેમને રોકાવા માટે કહ્યું. પટિયાલાના વરિષ્ઠ પોલીસ અધીક્ષક મનદીપ સિંહ સિદ્ધુએ કહ્યું કે, તેમને (કર્ફ્યૂ) પાસ બતાવવા માટે કહેવામાં આવ્યું પરંતુ તેઓએ પોતાની ગાડીથી દરવાજો અને ત્યાં ઊભા કરવામાં આવેલા અવરોધોને ટક્કર મારી દીધી.


તલવારથી હાથ કાપ્યા

તેઓએ વધુમાં જણાવ્યું કે, તલવરથી એક સહાયક ઉપ નિરીક્ષક (ASI)ના હાથ કાપી દીધા. પટિયાલા પોલીસ સ્ટેશનના પ્રભારીની કોણીમાં ઈજા થઈ છે જ્યારે એક અન્ય પોલીસ અધિકારીને પણ હાથે ઈજા થઈ છે.આ પણ વાંચો, કર્નલનું કેન્સરથી નિધન, અંતિમ સંસ્કાર માટે માતા-પિતાએ કરી 2000 KMની આકરી મુસાફરી

નિહંગનું જૂથ ઘટનાસ્થળેથી ફરાર

ASIને રાજેન્દ્ર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાંતી તેમને PGIAIR ચંદીગઢ માટે રેફર કરવામાં આવ્યા. ASIએ કહ્યું કે હુમલા બાદ નિહંગ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. તેમની ધરપકડ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઘટના ત્યારે ઘટી જ્યારે કોરોના વાયરસના પ્રકોપને ધ્યાને લઈ રાજ્યમાં પ્રતિબંધ લાગુ છે. પંજાબમાં છેલ્લા 24 કલાકમાં કર્ફ્યૂ અને લૉકડાઉનના નિયમોનું પાલન કરાવી રહેલી પોલીસ ટીમો પર હુમલાની આ ત્રીજી ઘટના છે.

આ પણ વાંચો, COVID-19: અંતિમ સંસ્કારમાં એકત્ર થયા હતા અસંખ્ય લોકો, રિપોર્ટ પોઝિટિવ આવતાં ડરનો માહોલ

 
First published: April 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading