પોલીસ કર્મચારીએ પહેલા પત્નીની કરી હત્યા, પછી ગોળી મારી આત્મહત્યા કરી

પોતાની સર્વિસ રિવોલ્વરથી (Revolver)પત્નીની હત્યા (Murder)કરીને પછી આત્મહત્યા (Suicide)કરી લીધી

Suicide news- બહાર ગોળીનો અવાજ ના સંભળાય તે માટે દીકરીને પિતાએ ટીવીનો અવાજ વધારવા કહ્યું હતું

  • Share this:
    રિવા : મધ્ય પ્રદેશના (Madhya Pradesh)રિવા જિલ્લાના પનવાર થાના પ્રભારીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી (Revolver)પત્નીની હત્યા (Murder)કરીને પછી આત્મહત્યા (Suicide)કરી લીધી છે. આ ઘટના શહડોલમાં ભાડાના મકાનમાં બની છે. પોલીસને (Police)આશંકા છે કે થાના પ્રભારીએ ઘર કંકાસના કારણે આ પગલું ભર્યું છે. જાણકારી પ્રમાણે રિવાના પનવારના થાના પ્રભારી હીરા સિંહ શહડોલના ભાડાના મકાનમાં રહેતા હતા. તેમનું ઘર પોલીસ લાઇનની પાસે જ હતું. થાના પ્રભારી પત્ની રાની, 9 વર્ષની પુત્રી અને 14 વર્ષના પુત્ર સાથે રહેતા હતા. તે મૂળ અનુપપુર જિલ્લાના ખમરિયા ગામના રહેવાસી હતી. થાના પ્રભારી બપોરે રિવાથી શહડોલ બાઇકથી પહોંચ્યા હતા.

    બતાવવામાં આવી રહ્યું છે કે ઘટના બપોરે 3.15 કલાકે બની હતી. તે સમયે તેમની પુત્રી ટીવી જોઈ રહી હતી અને પુત્ર ટ્યૂશન ગયો હતો. જ્યારે પત્ની રાની રૂમમાં હતી. હીરા સિંહે પુત્રીને ટીવીનો અવાજ વધારવા માટે કહ્યું હતું અને પછી તે બીજા રૂમમાં જતા રહ્યા હતા. આ પછી થોડા સમય પછી રૂમમાંથી જોરદાર અવાજ આવ્યો હતો. આ અવાજ સાંભળી પાડોશી તેમના ઘરે આવી ગયા હતા. પાડોશીઓએ દીકરીને માતા-પિતા વિશે પૂછ્યું તો તેણે રૂમ તરફ ઇશારો કર્યો હતો. પાડોશીઓએ દરવાજો ખખડાવ્યો હતો પણ કોઇ જવાબ આવ્યો ન હતો. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો - ગીર પુત્રી પર ખરાબ નજર રાખતો હતો પ્રેમી, પ્રેમિકાએ પેટ્રોલ નાખીને પ્રેમીને સળગાવી દીધો

    પોલીસે જણાવ્યું કે ઘટના સિટી કોતવાલી વિસ્તારના પટેલ નગર વોર્ડ ક્રમાંક 12ની છે. હીરા સિંહે પત્ની સાથે પોતાને રૂમમાં બંધ કરી લીધા હતા અને ગોળી મારી હતી. કોતવાલી થાના પ્રભારી રત્નાકર શુક્લાની હાજરીમાં સાંજે 7.30 કલાકે રૂમનો દરવાજો તોડવામાં આવ્યો હતો. અંદર બંનેની લાશ પડી હતી.

    આ પણ વાંચો - સબ ઇન્સપેક્ટરની પ્રેમ પ્રસંગમાં હત્યા, લાશને પત્થરથી બાંધી તળાવમાં ફેંકી દીધી

    હિરા સિંહની કાન પટ્ટી પર ગોળી વાગવાનું નિશાન હતું. સર્વિલ્સ રિવોલ્વર પણ પાસે જ પડી હતી. પોલીસે બંદૂક જપ્ત કરી લીધી છે. પોલીસના મતે સિંહે જાતે પોતાના માથે ગોળી મારી છે. તે એ કહીંને ઘરે આવ્યા હતા કે તેની પત્નીની તબિયત ખરાબ છે.
    Published by:Ashish Goyal
    First published: