જમ્મુ-કાશ્મીર: શ્રીનગરમાં આતંકવાદીઓએ કર્યું ફાયરિંગ, એક પોલીસકર્મી શહીદ

જમ્મુ-કાશ્મીર: શ્રીનગરમાં આતંકવાદીઓએ કર્યું ફાયરિંગ, એક પોલીસકર્મી શહીદ

 • Share this:
  નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે એક આતંકવાદી ઘટના સામે આવી છે. શ્રીનગરના કનિપુરા વિસ્તારમાં એક આતંકવાદીએ ગોળીબાર કર્યો હતો, જેના કારણે રાજ્ય પોલીસનો એક જવાન શહીદ થયો છે. બરાબર ચાર દિવસ પહેલા 18 જૂનના રોજ શ્રીનગરમાં પણ આવી જ એક ઘટના બની હતી જેમાં એક અન્ય પોલીસ જવાન શહીદ થયો હતો. ખીણના સૈદપુરા વિસ્તારમાં આતંકીઓએ જાવેદ અહેમદ નામના જવાન પર ગોળીબાર કર્યો હતો.

  `મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરના ડી.જી.પી દિલબાગસિંહે સોમવારે જ કહ્યું હતું કે, ખીણમાં વિદેશી આતંકવાદીઓની "નોંધપાત્ર સંખ્યા" છે, જોકે તેઓ આગળ આવી રહ્યા નથી. સિંહે કહ્યું કે, આ વર્ષે કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં માત્ર બે વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા છે. ડીજીપીએ કહ્યું હતું કે, બંને સોપોર (ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં માર્યા ગયા છે. તેમાંથી એકનું સોમવારે મોત થયું હતું. બંને લશ્કર-એ-તૈયબાના હતા, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, વિદેશી આતંકવાદીઓ અહીં હાજર છે. તેઓ બતાવી રહ્યા નથી. અમારી પાસે તેમના વિશે માહિતી છે, જે મુજબ અમારી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.  આ પણ વાંચો: અમારી રસી ભારતમાં મંજૂરી મેળવવાના અંતિમ તબક્કામાં: ફાઇઝરના CEOનો દાવો

  આજે સીડીએસ બિપિન રાવતે કહ્યું છે કે, યુદ્ધવિરામ હોવા છતાં જમ્મુ-કાશ્મીરમાં ડ્રોન દ્વારા શસ્ત્રો પહોંચાડવામાં આવી રહ્યા છે. બિપિન રાવતે કહ્યું છે કે - એલઓસી પર યુદ્ધવિરામ લાગુ છે, જે સકારાત્મક બાબત છે. પરંતુ તે જ સમયે આપણે શસ્ત્રોની ઘૂસણખોરી પણ જોઈ રહ્યા છીએ. આ ઘૂસણખોરી ડ્રોનનો ઉપયોગ કરીને કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો: કોરોના સમયમાં દેશના રાજ્યોએ કેવી રીતે એકત્ર કર્યા 1.06 લાખ કરોડ, PM મોદીએ આપી માહિતી

  આ બંને દેશો વચ્ચેની શાંતિ માટે સારું નથી કારણ કે, તે શાંતિ પ્રક્રિયાને વિક્ષેપિત કરે છે. જો શાંતિ વિક્ષેપિત થાય છે, તો પછી અમે ફરીથી કહી શકીશું નહીં કે યુદ્ધવિરામ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. યુદ્ધવિરામનો મતલબ એવો નથી કે, સરહદો પર શાંતિ હોવી જોઈએ પરંતુ આંતરિક ભાગોમાં હાલાકી પેદા કરવાના પ્રયત્નો કરવા જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે સમગ્ર જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં શાંતિ થાય.
  Published by:kuldipsinh barot
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ