મજબૂરીનો લાભ લઈ વિધવા પર દુષ્કર્મ કરતા ઝડપાયેલા પોલીસકર્મીને મળી આવી સજા, કસ્ટડીમાં આત્મહત્યાની કરી કોશિશ

મજબૂરીનો લાભ લઈ વિધવા પર દુષ્કર્મ કરતા ઝડપાયેલા પોલીસકર્મીને મળી આવી સજા, કસ્ટડીમાં આત્મહત્યાની કરી કોશિશ
આરોપી પોલીસ કર્મી

આરોપી ગુરિન્દરસિંહે લોકોને જોઇને મોંઢુ સંતાડી રડવાનું શરૂ કર્યું હતું. આરોપીએ લોકઅપમાં આત્મહત્યાની કોશિશ પણ કરી હતી.

 • Share this:
  ચંદીગઢ : પંજાબના (Punjab) બથિંડા જિલ્લામાં સીઆઈએ (CIA) સ્ટાફના એએસઆઈને વિધવા મહિલા પર (Widow woman) બળાત્કાર (Rape) કરતા ગામના લોકોએ રંગે હાથે પકડ્યો હતો. આરોપી ગુરિન્દરસિંહે લોકોને જોઇને મોંઢુ સંતાડી રડવાનું શરૂ કર્યું હતું. લોકોએ આ ઘટનાનો વીડિયો (video) બનાવ્યો અને ઇન્ટરનેટ મીડિયા (viral) પર વાયરલ કરી દીધો. આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને ગુરવિંદર સિંહને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આરોપીએ લોકઅપમાં આત્મહત્યાની કોશિશ પણ કરી હતી.

  ઉલ્લેખનીય છે કે એએસઆઈએ પીડિત મહિલાના પુત્ર પર ડ્રગ હેરાફેરીનો કેસ નોંધ્યો હતો. આ પછી એએસઆઇ મહિલાની મદદ કરવાના બદલામાં બળાત્કાર ગુજારતો હતો. મંગળવારે રાત્રે જ્યારે એએસઆઈ મહિલાના ઘરે પહોંચ્યો તો ગામલોકોએ તેને રંગે હાથે પકડી પાડ્યો અને પોલીસ સ્ટેશન સોંપ્યો હતો.  આ કેસમાં એસએસપી ભૂપેન્દ્રસિંહ વિર્કનું કહેવું છે કે, આરોપી પોલીસકર્મી પર કેસ નોંધવામાં આવ્યો છે અને તેને નોકરીથી બરતરફ કરવાની ભલામણ વિભાગને મોકલવામાં આવી રહી છે.

  આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

  આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

  આ પણ વાંચોઃ-આણંદઃ રોયલ ફાર્મ હાઉસમાં DJ અને ડાન્સ સાથે જામેલી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, 9 યુવક અને ચાર ડાન્સર યુવતીઓ ઝડપાઈ

  આ પણ વાંચોઃ-પંચમહાલઃ 'ઓ માડી.., ઓ મા..', યુવક અને પરિણીતાને ઝાડ સાથે બાંધીને આપી તાલિબાની સજા, જુઓ નિર્દયતાનો video

  ફગવાડા એસએચઓનો વીડિયો પણ વાયરલ થયો હતો
  તમને જણાવી દઈએ કે, પંજાબમાં એક શાકભાજીની લારીને ફૂટબોલની જેમ લાત મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં પોલીસ અધિકારી ગરીબ શાકભાજીની ટોકરીને લાત મારીને ફેંકી દે છે.  આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી હોબાળો મચી ગયો હતો અને આરોપી એસએચઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ફગવાડા એસએચઓ નવદીપ સિંહ શાકભાજીની ટોકરીને લાત મારતા નજરે પડ્યા હતા, જેના કારણે પોલીસ અધિકારીએ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા મજબૂર બન્યા હતા.
  Published by:ankit patel
  First published:May 13, 2021, 23:07 pm

  ટૉપ ન્યૂઝ