Home /News /national-international /સાઉદી જનારા ભારતીયો માટે મોટા સમાચાર, વિઝા માટે PCC નહીં આપવું પડે

સાઉદી જનારા ભારતીયો માટે મોટા સમાચાર, વિઝા માટે PCC નહીં આપવું પડે

સાઉદી જનારા ભારતીયો માટે મોટા સમાચાર

ભારતીય નાગરિકોને હવે સાઉદી અરેબિયા જવા માટે વિઝા મેળવવા માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ(PCC) જમા કરાવવાની જરૂર રહેશે નહીં. સાઉદી અરેબિયાના દૂતાવાસે કરી મહત્વની જાહેરાત કરી છે.

  નવી દિલ્હીઃ ભારતીય નાગરિકોએ હવે સાઉદી અરેબિયા જવા માટે વિઝા મેળવવા માટે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ જમા કરાવવાની જરૂર રહેશે નહીં. જેની સાઉદી અરેબિયાના દૂતાવાસે ગુરુવારે જાહેરાત કરી હતી. સાઉદી દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ નિર્ણય બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસોના ભાગરૂપે લેવામાં આવ્યો છે.

  બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો

  નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "સાઉદી અરેબિયા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારીને ધ્યાનમાં રાખીને, તેણે ભારતીય નાગરિકોને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) સબમિશનમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે."

  20 લાખથી વધુ ભારતીયોને ફાયદો

  તેઓએ જણાવ્યું હતું કે, ભારતીય નાગરિકોને સાઉદી અરેબિયા જવા માટે વિઝા મેળવવા માટે PCCની જરૂર પડશે નહીં. દૂતાવાસે કહ્યું કે, તે સાઉદી અરેબિયામાં શાંતિપૂર્ણ રીતે રહેતા 20 લાખથી વધુ ભારતીય નાગરિકોના યોગદાનની પ્રશંસા કરે છે.  જાણો PCC શું છે?

  પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) એ એક પ્રમાણપત્ર છે, જે ભારત સરકારના વિદેશ મંત્રાલયના પાસપોર્ટ વિભાગ દ્વારા ભારતીય પાસપોર્ટ અરજદારને જારી કરવામાં આવે છે. આ પ્રમાણપત્ર જણાવે છે કે, જે વ્યક્તિ પાસે આ પ્રમાણપત્ર છે તેની સામે છેતરપિંડી, હુમલો, હત્યા વગેરે જેવા કોઈપણ પ્રકારના ગુનાહિત કેસમાં તેની સંડોવણી માટે પોલીસ સ્ટેશનમાં કોઈ કેસ નોંધાયેલ નથી. તેમજ કોર્ટમાં કોઈપણ પ્રકારનો કોઈ કેસ પેન્ડીંગ નથી.

  જ્યારે કોઈ વ્યક્તિ રેસિડેન્શિયલ વિઝા, એમ્પ્લોયમેન્ટ વિઝા અથવા વિદેશ જવા માટે લાંબા ગાળાના વિઝા માટે અરજી કરે ત્યારે આ પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જરૂરી છે. જો કે, જો કોઈ વ્યક્તિ માત્ર પ્રવાસી તરીકે જ વિદેશ જવા માટે જતો હોય તો આવી સ્થિતિમાં તેણે આ કાર્ડ બનાવવાની જરૂર નથી. જે લોકો લાંબા ગાળા માટે જઈ રહ્યા છે તેમના માટે પીસીસી બનાવવી જરૂરી છે, અન્યથા આ સ્થિતિમાં તેમને વિદેશમાં પ્રવેશવાની મંજૂરી નથી.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Saudi arabia, Tourism

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन