જાલૌનઃ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) જાલૌનમાં એક એવી ઘટના સામે આવી છે કે જેમાં વિસ્તારના લોકોને હલાવી દીધા છે. કથિર રીતે એક યુવકે પોલીસના ત્રાસથી (Police torture) કંટાળીને ફાંસી લગાવી આત્મહત્યા (boy suicide) કરી હોવાની ઘટના બની હતી. એટલું જ નહીં પરિવારજનો પોસ્ટમોર્ટમ (Postmortem) માટે લાશ લેવા પહોંચ્યા તો મૃતકની બંને આંખો ગાયબ હતી. ત્યારબાદ લાશને રસ્તા ઉપર રાખીને પરિજનોએ હંગામો કર્યો હતો. જેના પગલે ઉચ્ચ અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો.
આ ઘટના જાલૌનની ઉરઈ કોતવાલી ક્ષેત્રના ઈન્દિરા નગરની છે. રિપોર્ટ પ્રમાણે વિસ્તારમાં રહેનારા વિનય રાયકવાર નામના વ્યક્તિએ 21 એપ્રિલે ઉરઈ પોલીસ સ્ટેશનના પ્રભારી અભિષેક કુમાર દ્વારા આર્મ્સ એક્ટમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની માતા ગુડુને જેમતેમ કરીને પોતાના પુત્ર વિનયની જામીન કરાવી હતી.
કથિત રીતે માનવામાં આવી રહ્યું છે કે જામીન ઉપર છૂટ્યા બાદ જ્યારે તે ઘરે રહેતો હતો ત્યારે પોલીસ કર્મચારી દ્વારા તેના ઘરે આવીને તેને પરેશાન કરવાનું શરુ કર્યું હતું. ફરીથી તેને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલવાની ધમકી આપી હતી. પોલીસના ત્રાસથી કંટાળીને યુવકે ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી અને લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આજે પરિવારજનો પોસ્ટમોર્ટ હાઉસથી લાશને લેવા ગયા તો તેમના હોશ ઉડી ગયા હતા. કારણ કે લાશની બંને આંખો ગાયબ હતી. લાગશને રસ્તા ઉપર રાખીને હોબાળો મચાવ્યો હતો. ટ્રાફિક જામ ખોલવા માટે પોલીસ અધિકારીઓએ ભારે મહેનત કરવી પડી હતી.
આ મામલાની ફરિયાદ લઈને પરિજનો એસપી ઓફિસ પહોંચ્યાં જ્યાં પોલીસકર્મીઓ ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ અધિકારીને મામલાની ગંભીરતાથી લઈને પરિજનોને સંપૂર્ણ તપાસનો વિશ્વાસ અપાવ્યો હતો.
મૃતકની બહેનના જણાવ્યા પ્રમાણે પોલીસે તેના ઉપર ત્રાસ ગુજાર્યો હતો જેના કારણે તેણે કંટાળીને પોતાનો જીવ આપી દીધો હતો. સવારે અમે જ્યારે ભાઈની લાશ લેવા માટે ગયા ત્યારે મૃતદેહમાં આંખો ન હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર