મુખ્ય સચિવ પર હુમલા કેસમાં પોલીસ કેજરીવાલની પુછપરછ કરશે

અરવિંદ કેજરીવાલ

ફેબ્રુઆરી મહિનામાં દિલ્હી રાજ્યનાં મુખ્ય સચિવ અંશુ પ્રકાશે એવો આરોપ કર્યો હતો કે તેમના પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો.

 • Share this:
  નવી દિલ્હી :

  દિલ્હી સરકારનાં મુખ્ય સચિવ થયેલા કથિત હુમલા કેસમાં દિલ્હી પોલીસ રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુછપરછ કરશે. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ કેજરીવાલની પુછપરછ શુક્રવારે કરશે.

  ફેબ્રુઆરી મહિનામાં દિલ્હી રાજ્યનાં મુખ્ય સચિવ અંશુ પ્રકાશે એવો આરોપ કર્યો હતો કે તેમના પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો.

  એક સિનીયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલને આ અંગે નોટીસ મોકલી દેવામાં આવી છે અને તેમની પુછપરછ શુક્રવારે સવારે 11 વાગ્યે કરવામાં આવશે.

  ગયા મહિને, પોલીસે કેજરીવાલના અંગત સચિવ બીબાવ કુમારની પર આ કિસ્સામાં પુછપરછ કરી હતી. આ કેમાં પોલીસે અત્યાર સુંધી 11 ધારાસભ્યોની પુછપરછ કરી ચૂકી છે. ફેબ્રુઆરીમાં કેજરવાલના ઘરે એક મિટીંગ બોલાવવામાં આવી હતી જેમાં મુખ્ય સચિવ પર કથિત હુમલો થયો હતો.

  આ મિટીંગમાં કેજરીવાલ, તેમના ભૂતપૂર્વ સલાહકાર વી.કે. જૈન અને નાયબ મુખ્યમંત્રી મનીશ સિસોદીયા પણ હાજર હતા.

  23 ફેબ્રુઆરીના રોજ પોલીસે કેજરીવાલના ઘરે લગાવેલા સીસીટીવી કેમેરા તપાસ્યા હતા અને ઘટનાની તપાસ હાથ ધરી હતી. મુખ્ય સચિવ પર થયેલા આ કથિત હુમલાને લીધે કેજરીવાલ સરકાર અને બાબુઓ વચ્ચે ખટરાગ ઉભો થયો હતો.

  જો કે. આમ આદમી પાર્ટીએ આ આખીય ઘટના પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે આ મોદીનું કાવત્રુ છે.
  Published by:sanjay kachot
  First published: