ભીમા કોરેગાંવ હિંસાઃ દેશભરમાં સામાજિક કાર્યકર્તાઓ, વકીલ, લેખકોના ઘરે દરોડા

વરવરા રાવ સહિત મુંબઇમાં વરનોન ગોંજાલેવ્સ, અરુણ પરેરા, છત્તીસગઢમાં સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલેખાની ધરપકડ

પોલીસે નક્સલીઓ સાથે સંબંધની શંકાએ હેદરાબાદમાં રહેતા ક્રાંતિકારી લેખક અને માઓવાદી વિચારક વરવરા રાવ સહિત મુંબઇમાં વરનોન ગોંજાલેવ્સ, અરુણ પરેરા, છત્તીસગઢમાં સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલેખાની ધરપકડ કરી છે.

  • Share this:
    મહારાષ્ટ્રમાં પુણે નજીક આવેલા ભીમા કોરેગાંવમાં વર્ષની શરૂઆતમાં ભડકેલી હિંસા મામલે પોલીસે સમગ્ર દેશમાં દરોડા પાડ્યા હતા. પોલીસે આ દરમિયાન નક્સલીઓ સાથે સંબંધની શંકાએ હેદરાબાદમાં રહેતા ક્રાંતિકારી લેખક અને નક્સલી વિચારક વરવરા રાવ સહિત મુંબઇમાં વરનોન ગોંજાલેવ્સ, અરુણ પરેરા, છત્તીસગઢમાં સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલેખાની ધરપકડ કરી છે.

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે મંગળવારે સવારે દિલ્હીસ મુંબઇ, રાંચી, ગોવા અને હેદરાબાદમાં સામાજિક કાર્યકર્તાઓ, વકીલ, લેખકોના ઘરે દરોડા પાડવામાં આવ્યા, પૂણે સ્થિત સ્વરગેડ પોલીસ સ્ટેશન તરપથી આ લોકોની ધરપકડના ઓર્ડર આપવામાં આવ્યા હતા.

    જો કે સ્વરગેડ પોલીસ સ્ટેશન પર તહેનાત ઇન્સ્પેક્ટરે ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેને આ અંગે કોઇ જાણકારી નથી.

    પ્રાપ્ત જાણકારી પ્રમાણે સુધા ભારદ્વાજ પર ધારા 153 એ (ધર્મ, જાતિ, જન્મસ્થાન, નિવાસ, ભાષા વગેરેના આધારે વિવિધ સમૂહો વચ્ચે શત્રુતાને પ્રોત્સાહન આપવા), 505 (સાર્વજનિક જગ્યાએ પ્રતિબદ્ધ વક્તવ્ય), 117 (દશ અથવા તેનાથી વધુ લોકોને કોઇ અપરાધિક ગતિવિધિ માટે ઉશ્કેરવા) અને કલમ 120 હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે.

    માર્ચમાં જ સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું કે ભીમા કોરેગાંવમાં કુલ 158 કેસ દાખલ કરવામાં આવ્યા જેમાં દલિતો પર 63 અને સવર્ણો પર 90 કેસ દાખલ કરાયા, આ સિવાય 9 અન્ય મામલા પણ દાખલ કરવામાં આવ્યા છે, માત્ર ગંભીર કેસને બાદ કરી તમામ અન્ય કેસ હટાવી લેશે જેના કારણે મહારાષ્ટ્રમાં જાતિગત તણાવ ઘટાડી શકાય.
    Published by:Sanjay Vaghela
    First published: