નદીના ધસમસતા પાણીમાં બાળકો ફસાયા, SDRFએ રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો, દિલધડક Video સામે આવ્યો

News18 Gujarati
Updated: June 23, 2020, 1:11 PM IST
નદીના ધસમસતા પાણીમાં બાળકો ફસાયા, SDRFએ રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો, દિલધડક Video સામે આવ્યો
પાંચ કલાક જેટલો સમય ચાલેલા રેસ્ક્યૂ ઑપરેશન બાદ પોલીીસે બાળકોનો જીવ બચાવ્યો હતો.

નદીમાં બાળકો માછલી પકડી રહ્યા હતા ત્યારે અચનાક પૂર આવ્યું, બાળકોએ 'બચાવો બચાવો'ની બૂમો પાડી અને આખરે પોલીસ આવી

  • Share this:
રાજદ્વીવેદી : ચોમાસાના પ્રારંભે જ વરસાદે ધાકેદાર બેટિંગ શરૂ કરી છે. દરમિયાન આ વરસાદમાં અનેક જગ્યાએ લોકો પૂરમાં ફસાઈ જતા હોય છે. ગઈકાલે કચ્છની રૂકમાવતી નદીમાં એક જ પરિવારના 14 લોકો નદીમાં ફસાયા હતા ત્યારે પોલીસે તેમને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા. દરમિયાન આજે નદીમાં માછલી પકડી રહેલા ચાર બાળકો અચનાક પૂર આવતા ધસમસતા વહેણમાં ફસાઈ ગયા હતા. બાળકોએ નદીમાં બચાવો બચાવોની બૂમો પાડી અને ત્યારબાદ SDRFને જાણ કરવામાં આવી હતી. SDRFએ પોલીસ સાથે મળી અને બાળકોને પાંચ કલાકની જહેમત બાદ નદીમાંથી તણાતાં બચાવી લીધા હતા.

આ ઘટના આપણા પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના સિંગરોલી જિલ્લાની છે. પોલીસે જીવના જોખમે રેસ્ક્યૂ કરી અને ચાર બાળકોને જરહા ગામની નદીમાં તણાતા બચાવ્યા છે. ગામમાંથી મયાર નદી પસાર થાય છે. આ નદીમાં બાળકો માછલી પકડી રહ્યા હતા ત્યારે અચનાક બચાવો બચાવોની બુમો પડવા લાગી હતી. દરમિયાન બાળકોને પાણીમાં ફસાયેલા જોઈને ગ્રામજનો અચનાક દોડયા હતા અને તેમને બચાવી લીધા હતા.

આ પણ વાંચો :  143મી રથયાત્રા Live : મંદિર પરિસરમાં ભગવાનનાં રથનાં દર્શન કરવા ભક્તોની જામી ભીડપળે પળે જીવનું જોખમ હતું

આ રેસ્ક્યૂ ઑપરેશમાં પળે પળે જીવનું જોખમ હતું. નદી આગળ ઉંડી હતી. દદરમિયાન પોલીસે સાથે જિલ્લા પ્રસાશનની એસડીઆરએફની ટીમ આવી ગઈ અને લગભગ 5 કલાક સુધી રેસ્ક્યૂ ઑપરેશ ચાલ્યું. સૌનો જીવ તાળવે ચોંટેલો હતો. અંતે આ દિલધડક રેસ્ક્યૂ બાળકોને બચાવી લીધા હતા.આ પણ વાંચો :   ખુલાસો! ભારતીય સેનાએ બગાડ્યો ચીનનો પ્લાન, મરી ગયેલા સૈનિકો માટે છુપાઇને રડી રહ્યું છે ચીન

નદીમાં પાંચ કલાક જીવન અને મોતની વચ્ચે ઝઝૂમ્યા બાદ બાળકો હતપ્રભ બની ગયા હતા. તેમને મેડિકલ પરિક્ષણ માટે મોકલ્યા અને બાદમાં ટ્રોમામાંથી બહાર લાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. જોકે, રેસ્ક્યૂ કરાયેલા બાળકો સ્વસ્થ્ય હોવાનું જાણવા મળ્યું છે.
First published: June 23, 2020, 1:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading