Home /News /national-international /

પોલીસ FIR દાખલ કરવાની ના પાડે તો આમ કરવાથી થશે કાર્યવાહી

પોલીસ FIR દાખલ કરવાની ના પાડે તો આમ કરવાથી થશે કાર્યવાહી

સામાન્ય રીતે વ્યક્તિ કોઇપણ મુશ્કેલ સમયે પોલીસ (police)ને મદદ માટે પોકારે છે

કોઇપણ વ્યક્તિ પોલીસમાં પોતાની ફરિયાદ લેખિત અથવા મોખિક (writing or orally) રીતે દાખલ કરાવી શકે છે. દરેક વ્યક્તિને તેનો અધિકાર (right) છે.

    દિલ્હી: સામાન્ય રીતે વ્યક્તિ કોઇપણ મુશ્કેલ સમયે પોલીસ (police)ને મદદ માટે પોકારે છે. કોઇ દુર્ઘટના બની હોય કે કોઇ ગુનાહિત પ્રવૃત્તિ (crime) થઇ હોય ત્યારે સૌથી પહેલાં તેની જાણકારી પોલીસને આપવી પડે છે. પોલીસ નિયમો પ્રમાણે તે ગુના માટે વ્યક્તિને સજા આપે છે.

    જ્યારે કોઇ ગુનો બને છે અથવા કોઇપણ પ્રકારની અનઇચ્છનીય ઘટના બને છે તો સૌથી પહેલા તેની જાણકારી પોલીસ પાસે રજિસ્ટર કરાવવી પડે છે, જેને એફઆઇઆર (FIR) કહેવાય છે. એફઆઇઆર એક લેખિત દસ્તાવેજ હોય છે. જેને પોલીસ જાણ થતાં તે ફરિયાદને પોતાના રજિસ્ટરમાં લખે છે અને કાર્યવાહી કરે છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસ રિપોર્ટ તૈયાર કરે છે. જે બાદ તે એક્શન લે છે. જ્યારે કોઇ ઘટના કે ગુના અંગે ફરિયાદ લખાવવામાં આવે નહીં તો પોલીસ કાર્યવાહી કરી શકતી નથી.

    કોઇપણ વ્યક્તિ પોલીસમાં પોતાની ફરિયાદ લેખિત અથવા મોખિક (writing or orally) રીતે દાખલ કરાવી શકે છે. દરેક વ્યક્તિને તેનો અધિકાર (right) છે. ઘણી વખત સાંભળવા મળે છે કે પોલીસ પીડિત (victim) વ્યક્તિની ફરિયાદ લેતી નથી. તે સમયે પીડિતને સમજાતું નથી કે તે શું કરે. તે પોલીસની શરળમાં આવે છે અને પોલીસ દરવાજા બંધ કરી લેતાં તે નિરાધાર થઇ જાય છે. પોલીસ વ્યક્તિની ફરિયાદ લેવાની ના પાડે ત્યારે પીડિત પાસે બીજી પણ રીત હોય છે. આપણે અમે તમને જણાવીશું કે આવી સ્થિતિમાં શું કરવું જોઇએ? કોઇ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ કરે ત્યારે પોલીસ પાસે અધિકાર હોય છે કે તે કોર્ટના એરેસ્ટ વોરન્ટ વગર તેની ધરપકડ કરી તેની પૂછપરછ કરી શકે છે.

    કેવી રીતે લખાવશો FIR?

    પીડિત વ્યક્તિ અથવા કોઇ ગુનાનો સાક્ષી પોલીસ સ્ટેશનમાં લેખિત અથવા મોખિક રીતે એફઆઇઆર દાખલ કરવાની શકે છે. ફોનના માધ્યમથી પણ પોલીસમાં રિપોર્ટ રજિસ્ટર કરાવી શકાય છે.

    ફરિયાદ મળતાં શું કરે છે પોલીસ?

    પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવતાં ઘટનાસ્થળે ડ્યૂટી ઓફિસર એએસઆઇને મોકલવામાં આવે છે. તમામ સાક્ષીઓની પૂછપરછ કરી તેમનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવે છે. પહેલા તો શોર્ટ રિપોર્ટના આધારે પોલીસ રિપોર્ટ દાખલ કરે છે.

    પોલીસ ફરિયાદ ના લખે તો શું કરશો?

    જો પોલીસ પીડિત વ્યક્તિની ફરિયાદ રજિસ્ટર કરવાની ના પાડે તો પીડિત વ્યક્તિ પોતાની ફરિયાદ ઓનલાઇન રજિસ્ટર કરાવી શકે છે. ફરિયાદ ઓનલાઇન રજિસ્ટર કરાવવા માટે તમારે તમારા વિસ્તારની પોલીસ વેબસાઇટ પર જવું પડશે. દિલ્હીમાં E-FIR એપના માધ્યમથી પણ એફઆઇઆર દાખલ કરાવી શકાય છે. જેના માટે તમારે ફોનમાં એપ ઇન્સ્ટોલ કરવી પડશે. જેના દ્વારા તમે સરળતાથી એફઆઇઆર દાખલ કરાવી શકો છો.

    પોલીસ ફરિયાદ લેવાનો ઇનકાર કરે તો તમે આ વાતની ફરિયાદ સીનિયર ઓફિસર્સને કરી પોતાની વાત રજૂ કરી શકો છો. તેમ છતાં તમારી ફરિયાદ લેવામાં ન આવે તો તમારી પાસે CrPCની કલમ 156 (3) હેઠળ મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ પાસે આ વાતની ફરિયાદ કરવાનો અધિકાર હોય છે. તમારી ફરિયાદ અંગે મેજિસ્ટ્રેટ પોલીસને એફઆઇઆર દાખલ કરવાના નિર્દેશ આપવાનું અધિકાર ધરાવે છે.

    જો કોઇ અધિકારી તમારી એફઆઇઆર લખવાની ના પાડે અથવા એફઆઇઆર દાખલ ન કરે તો સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર તેમની પર એક્શન લેવાઇ શકે છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર, પીડિત વ્યક્તિ દ્વારા એફઆઇઆર દાખલ કરાવ્યાના પ્રથમ સપ્તાહની અંદર જ ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન પૂરું થઇ જવું જોઇએ.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: International news, Police complain, Rights

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन