Home /News /national-international /સેક્સ રેકેટ ઉપર પોલીસ ત્રાટકી, કઢંગી હાલતમાં ઝડપાયા યુવક-યુવતીઓ, વોટ્સએપ પર ચાલતું હતું રેકેટ
સેક્સ રેકેટ ઉપર પોલીસ ત્રાટકી, કઢંગી હાલતમાં ઝડપાયા યુવક-યુવતીઓ, વોટ્સએપ પર ચાલતું હતું રેકેટ
પ્રતિકાત્મક તસવીર
ઘટના સ્થળેથી પોલીસે એક કાર અને કેટલીક અશ્લીલ તસવીરો અને મોબાઈલ જપ્ત કર્યા હતા. જેમાં ગ્રાહકોને મોકલવામાં આવતી યુવતીઓની તસવીરો, ચેટિંગ અને એકાઉન્ટની ડીટેલ મળી હતી.
છત્તરપુરઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) છત્તરપુર પોલીસે (chhattarpur police) સેક્સ રેકેટનો (sex racket) પર્દાફાશ કર્યો હત. અનૈતિક પ્રવૃત્તી ચાલતી હોવાની બાતમીના આધારે જગ્યા ઉપર રેડ કરી હતી. જ્યાંથી ત્રણ મહિલાઓ કઢંગી હાલતમાં પકડાઈ હતી. ઘટના સ્થળેથી ત્રણ મહિલાઓ અને ત્રણ યુવકોની ધરપકડ (women and men caught) કરી હતી. કોર્ટમાં રજૂ કરતા આગળની કાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે સિવિલ લાઈન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુર્ગા કોલોનીમાં એક મકાન ઉપર છાપો માર્યો હતો. જ્યાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ થયો તો. ઘટના સ્થળેથી પોલીસે એક કાર અને કેટલીક અશ્લીલ તસવીરો અને મોબાઈલ જપ્ત કર્યા હતા. જેમાં ગ્રાહકોને મોકલવામાં આવતી યુવતીઓની તસવીરો, ચેટિંગ અને એકાઉન્ટની ડીટેલ મળી હતી.
આ સામાન પરથી એ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દેહ વ્યાપારનો વેપલો ઓનલાઈન ટ્રાન્જેક્શનના માધ્યમથી કરવામાં આવતો હતો. જેની પોલીસ હવે ઉંડાણ પુર્વક તપાસ કરી રહી છે.
જે પણ વ્યક્તિઓને વોટ્સએપના માધ્યમથી એકાઉન્ટ નંબર મોકલવામાં આવતા હતા. અને જેમના દ્વારા ખાતામાં પૈસા નાંખવામાં આવ્યા છે. તેમની બેન્ક ડિટેલ કાઢવામાં આવી રહી છે. જેનાથી એ સ્પષ્ટ થઈ જશે કે આ રેકેટમાં યુવતીઓની સપ્લાય ક્યાં ક્યાંથી થતી હતી. પકડાયેલી યુવતીઓ મુંબઈ જેવા મહાનગરોમાંથી આવી હતી.
" isDesktop="true" id="1100729" >
ડીએસપી શશાંક જૈનના જણાવ્યા પ્રમાણે સિવિલ લાઈન પોલીસ સ્ટેશન અંતર્ગત આવેલી દુર્ગા કોલોનીમાંથી સતત ફરિયાદ આવી રહી હતી. કે મહિલા એકાંતમાં પોતાના મકાનમાં સેક્સ રેકેટ ચલાવી રહી છે. જેની તપાસ કરતા આ મામલો લગભગ સાચો હતો. ત્યારબાદ પોલીસની એક ટીમે ઘટના સ્થળ ઉપર રેડ કરી હતી. અને સમગ્ર સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર