નવી દિલ્હીઃ લૉકડાઉન (Lockdown) દરમિયાન પોલીસનો અમાનવીય ચેહરો સામે આવ્યો છે. ગોપાલગંજ શહેરમાં બંજારી ચોક પર તહેનાત પોલીસકર્મીએ હૉસ્પિટલ જઈ રહેલા ઘાયલ યુવકોને બાઇકથી નીચે ઉતારીકે પહેલા મરઘો બનવા મજબૂર કર્યા અને પછી તેમને દેડકાની જેમ થોડી દૂર સુધી ચલાવ્યા. આ દરમિયાન પીડિત યુવક પોલીસને જવા માટે આજીજી કરતો રહ્યો. હૉસ્પિટલ જવા દેવા માટેની વિનંતી કરતો રહ્યો પરંતુ પોલીસ (Police)એ તેની એક વાન સાંભળી નહીં અને ઘાયલ યુવકોને દેડકાની જેમ થોડી દૂર સુધી ચાલવા મજબૂર કર્યા.
બાઇકચાલક બે ઘાયલોને હૉસ્પિટલ સારવાર માટે લઈ જઈ રહ્યો હતો
મૂળે, સોમવારે બંજારી ગામથી બાઇક પર સવાર થઈને ત્રણ યુવક બંજારી ચોક પ્હોંચ્યા. યુવકના માથા પર ઈજા થઈ હતી. તેના માથા પર પાટો પણ બાંધેલો હતો અને લોહીના ડાઘા પણ જોવા મળતા હતા. જ્યારે બીજા યુવકને પગનો અંગૂઠો કપાઈ ગયો હતો. અંગૂઠામાં ઘા ઊંડો હોવાના કારણે ત્યાં પાટો બાંધ્યો હતો. તે માંડમાંડ ઊભો રહી શકતો હતો. બીજી તરફ, એક યુવક બિલકુલ સ્વસ્થ હતો અને તે બાઇક ચલાવી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, ત્રણેય બાઇક સવાર યુવકો જેવા બંજારી ચોક પહોંચ્યો, ત્યાં ડ્યૂટી પર તૈનાત પોલીસવાળાઓએ તેમને બાઇક પરથી ઉતાર્યા અને ત્યારબાદ તેમને મરઘા બનવો ફરમાન કર્યું. મરઘા બન્યા બાદ તેમને દેડકાની જેમ થોડી દૂર સુધી ચાલવા મજબૂર કર્યા. અંગૂઠામાં ઈજા થઈ હોવાથી એક યુવક ચાલી પણ નહોતો શકતો.