કરૂણ ઘટના: પોલીસ અધિકારીને દીકરાના લગ્ન માટે રજા ન મળી, પહેલા ખુબ રડ્યા, આઘાતમાં મોત

પોલીસ અધિકારીનું રજા ન મળતા મોત!

અધિકારીઓનું કહેવું છે કે, કારોલીથી ફાઈલ નહીં આવવામાં એક-બે દિવસનું મોડુ થયું છે, જેની તપાસ કરવામાં આવશે.

 • Share this:
  ભરતપુર: રાજસ્થાન જિલ્લાના બયાની સર્કિલના ઉચ્ચૈન પોલીસ સ્ટેશનના પ્રભારીને દીકરાના લગ્ન માટે રજા મંજૂર ન થતા આઘાતમાં સરકી પડેલા હોશિયાર સિંહની ગુરૂવાર સવારે અચાનક તબીયત લથડી પડીઅને મોત થઈ ગયું છે. પોલીસ અધિકારી હોશિયાર સિંહના દીકરાના 26 નવેમ્બરે લગ્ન હતા, જેના માટે તે કેટલાએ દિવસથી એસપી ઓફિસમાં રજા માટે ધક્કા ખાઈ રહ્યા હતા. તેમણે પીએલ રજા માટે અરજી કરી હતી, પરંતુ તેમને રજા આપવામાં આવી ન હતી.

  રજા ન મળતા થયા હતા પરેશાન

  પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે કે, રજા ન મળતા હોશિયાર સિંહ ખુબ પરેશાન હતા. તેમણે દોઢ મહિના પહેલા જ કારલી જિલ્લાના માસલપુર પોલીસ સ્ટેશનમાં બદલી થઈને નોકરી પર આવ્યા હતા. મોટા અધિકારીઓ પર રજા નહીં આપવાનો આરોપ પમ લાગ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, કારોલીથી ફાઈલ નહીં આવવામાં એક-બે દિવસનું મોડુ થયું છે, જેની તપાસ કરવામાં આવશે.

  16 નવેમ્બરથી લગ્નના પ્રસંગો શરૂ થવાના હતા

  પોલીસ અધિકારીના દીકરાના લગ્ન દિવાળી બાદ 26 નવેમ્બર હતા, જેને લઈ 16 નવેમ્બરથી અલગ-અલગ કાર્યક્રમો શરૂ થવાના હતા. અધિકારીના પરિવારજનોનો પણ આક્ષેપ છે કે, તેમણે રજા માટે અરજી કરી હતી, પરંતુ રજા આપવામાં આવી રહી ન હતી.

  બંધ રૂમમાં મહિલા સાથે રંગરલીયા મનાવી રહ્યો હતો પોલીસવાળો, લોકોએ પકડી ધોઈ નાખ્યો

  બંધ રૂમમાં મહિલા સાથે રંગરલીયા મનાવી રહ્યો હતો પોલીસવાળો, લોકોએ પકડી ધોઈ નાખ્યો

  હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા

  દીકરાના લગ્ન માટે રજા ન મળતા હોશિયાર સિંહની ગુરૂવાર સવારે અચાનક તબીયત લથડી ગઈ અને તેમને ભરતપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. સૂચના મળતા પોલીસ બેડામાંથી મોટા અધિકારીઓએ હોસ્પિટલ પહોંચી મૃતકના પરિવારજનોને આ મામલે સૂચના આપી. પોલીસનું કહેવું છે કે, તે રજા પર જઈ રહ્યા હતા. તેમના દીકરાના લગ્ન હતા. તપાસમાં કોરોના પોઝિટિવ આવવાથી કોરોના સંક્રમણના કારણે પણ મોત થયું હોવાની હાલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  મોટો ખુલાસો: PIની 15 વર્ષની દીકરીએ જ ભાઈને મારી 3 ગોળીઓ, પછી રચી ઘરમાં ઘુસી લૂંટની કહાની

  મોટો ખુલાસો: PIની 15 વર્ષની દીકરીએ જ ભાઈને મારી 3 ગોળીઓ, પછી રચી ઘરમાં ઘુસી લૂંટની કહાની

  તમને જણાવી દઈએ કે, હોશિયાર સિંહ મૂળ ટોંક જિલ્લાના રહેવાસી હતા. તેઓ ફેમિલી પ્રસંગ માટે રજા ન મળવાને કારણે છેલ્લા ઘણા દિવસોથી ડિપ્રેશનમાં હતા. બુધવાર રાત્રે પોલીસ સ્ટેશનમાં તેમના રૂમમાં આ વાતથી દુખી થઈ રડી પડ્યા હતા. ત્યારબાદ અચાનક તેમની તબિયત લથડી ગઈ અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
  Published by:kiran mehta
  First published: