પોલીસે ત્રણ વર્ષ સુધી ન સાંભળી ફરિયાદ, પાગલ પ્રેમીએ યુવતીને જીવતી સળગાવી

પ્રતિકાત્મક તસવીર

મુઝફ્ફરપુરમાં એક પાગલ પ્રેમીએ યુવતીને કેરોસીન છાંટીને જીવતી સળગાવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના દરમિયાન યુવતી 90 ટકા બળી ગઈ હતી.

 • Share this:
  મુઝફ્ફરપુરઃ માનવતાને હચમચાવી દેનાર વધુ એક ઘટના બિહામાં (Bihar)બની છે. મુઝફ્ફરપુરમાં એક પાગલ પ્રેમીએ યુવતીને કેરોસીન છાંટીને જીવતી સળગાવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના દરમિયાન યુવતી 90 ટકા બળી ગઈ હતી. યુવતીની હાલત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ પરિવારનજનોએ પહેલા યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

  પોલીસે ત્રણ વર્ષ સુધી ફરિયાદ ન સાંભળી
  પરિવારજનોએ પોલીસ ઉપર આરોપ મૂક્યો છે કે પોલીસ ત્રણ વર્ષ સુધી ફરિયાદ સાંભળી નહીં. ઘટનાની જાણકારી આપતા પીડિતાની માતાની આંખોમાંથી આંસુ રોકાતા જ ન્હોતા. પીડિતાની માતા કહે છે કે આ ઘટના અંગે જો કોઈ જવાબદાર હોય તો એ છે અહિયાપુર પોલીસ સ્ટેશનના એસએચઓ. કારણ કે ત્રણ વર્ષથી યુવક તેની પુત્રીને પરેશાન કરી રહ્યો હતો. જેની સતત ફરિયાદ અહિયાપુરના એસએચઓને કરી હતી. પરંતુ પોલીસે આંખ આડા કાન કરી દીધા હતા. જેના પગલે આજે તેમને આ દિવસ જોવો પડ્યો છે.

  આ પણ વાંચોઃ-નિર્ભયાકાંડના દોષીઓને ગમે ત્યારે મળી શકે છે ફાંસી, બક્સર જેલમાં ફંદો બનવાનું શરૂ

  પીડિતાના ભાઈએ વ્યક્ત કર્યું દર્દ
  પીડિતાના ભાઈએ જણાવ્યું હતું કે, જો પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો આજે યુવકની હિંમત આટલી વધી ન ગઈ હોત. અને તેની બહેનને આવી રીતે સળગવું ન પડ્યું હોત.

  આ પણ વાંચોઃ-WhatsApp Callમાં થયો મોટો ફેરફાર, જાણો કેવી રીતે તમારા માટે સરળ થશે કામ

  90 ટકા દાઝી ગઈ પીડિતા
  SKMCHના અધીક્ષક ડૉ. સુનિલ કુમાર સાહિલે જણાવ્યું હતું કે, પીડિતા ખરાબ રીતે દાઝી ગઈ છે. તેનું બચવું મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. જો પીડિતાની હાલત થોડી પણ સુધારા ઉપર રહેશે તો તેને પટણા રિફર કરવામાં આવશે. પીડિતાનું લગભગ 90 ટકા શરીર દાઝી ગયું છે.

  આ પણ વાંચોઃ-સવારે વહેલા ઉઠવાથી થશે આ ફાયદો, આવું કરવાથી ફટાફટ ઉઠાશે વહેલા

  પોલીસે શું કહ્યું?
  મુઝફ્ફરપુરના એસએસપી જયંતકાંતે કહ્યું હતું કે, જો આ ઘટનામાં સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, તેમણે કહ્યું કે, રવિવારે આ ઘટનામાં અહિયાપુર પોલીસે સારું કામ કર્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી હતી.
  Published by:ankit patel
  First published: