પોલીસ ઇન્સપેક્ટરે 2 યુવતીઓને કારથી કચડી નાખી, એકનું ઘટનાસ્થળે મોત

પોલીસ ઇન્સપેક્ટરે 2 યુવતીઓને કારથી કચડી નાખી ( પ્રતિકાત્મક તસવીર File pic)

punjab news- આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ હાઇવે જામ કરી દીધો

  • Share this:
    ચંદીગઢ : પંજાબ (Punjab)માં જાલંધર-ફગવાડા હાઇવે (Jalandhar-Phagwara highway)પર ધાનેવાલી ગામ પાસે એક પોલીસ ઇન્સપેક્ટરે (Police inspector)રસ્તાની બાજુમાં ઉભી રહેલી બે યુવતીઓને પોતાની કારથી કચડી નાખી (Accident in Punjab)છે. આ ઘટનામાં એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું છે જ્યારે બીજી યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ગાડી હોશિયાપુર નંબરની છે જેને પંજાબ પોલીસના ઇન્સપેક્ટર અમૃત પાલ સિંહ ચલાવી રહ્યા હતા. તેની પોલીસે ધરપકડ કરી છે.

    આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ હાઇવે જામ કરી દીધો છે અને બન્ને તરફ વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે અને પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

    આ ઘટના સોમવારે સવારની છે. જ્યારે ધન્નોવાલી ગામની બે યુવતીઓ પગપાળા હાઇવે પસાર કરી રહી હતી. આ દરમિયાન ઝડપથી આવી રહેલી બ્રેઝા કારે તેમને ટક્કર મારી હતી. બંને યુવતીઓ જાલંધરના એક ઓટો શો રુમમાં નોકરી કરતી હતી. તે રોજની જેમ ઓફિસ જવા માટે ઘરથી નીકળી હતી. હોશિયારપુર નિવાસી ઇન્સપેક્ટર અમૃત પાલ હરિકે પત્તનમાં પોસ્ટેડ છે.

    આ પણ વાંચો - હાથ કાપ્યા બાદ લખબીર 45 મિનિટ સુધી તડપતો રહ્યો, પછી નિહંગ નારાયણ સિંહે ક્રૂરતાની હદ વટાવી દીધી

    ઘટના પછી યુવતીના પરિવારજનોએ સ્થાનીક લોકોની સાથે અવરજવર રોકી દીધી હતી અને હાઇવે જામ કરી દીધો હતો. જાલંધર કેન્ટ ઉપર પણ અવરજવર રોકી દેવામાં આવી હતી. જેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

    સીસીટીવી ફૂટેજમાં એક સફેદ બ્રેઝા કાર બે યુવતીઓને કચડી નાખતી જોવા મળે છે. કારને આવતા જોઈને યુવતી એક પગલું પાછળ ભરે છે છતા પણ કાર તેમની સાથે ટકરાય છે. એડીસીપી 1 જાલંધર સુહૈલ મીરે કહ્યું કે વાહન પોલીસ નિરીક્ષક અમૃત પાલ સિંહ ચલાવી રહ્યા હતા જે કારમાં એકલા હતા. તેની ધરપકડ કરવામાં આવી છે.

    છત્તીસગઢમાં ભીડ પર કાર ચડાવી દેતા 4 લોકોના મોત

    થોડા દિવસો પહેલા છત્તીસગઢના (Chhattisgarh) જશપુરમાં (Jashpur) એક કમકમાટી ભરી ઘટના બની હતી. અહીં ડ્રગ્સના વ્યસનીઓએ ભીડ ઉપર ગાંજો ભરેલી કાર ચઢાવી દીધી હતી. અકસ્માતમાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે. અને 20 લોકો ઘાયલ થયાં છે. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો (police station) ઘેરાવ કર્યો હતો. દર્દનાક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. સમાચાર મળતા જ કલેકટર અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ASIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સ્ટેશન ઇન્ચાર્જ સંતલાલ ડાયમેન્શનને લાઇન સાથે જોડવામાં આવ્યા છે. કારમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
    Published by:Ashish Goyal
    First published: