Home /News /national-international /પોલીસ કોન્સ્ટેબલ મહિલા મિત્ર સાથે ગેસ્ટ હાઉસમાં કઢંગી હાલતમાં મળી આવ્યો

પોલીસ કોન્સ્ટેબલ મહિલા મિત્ર સાથે ગેસ્ટ હાઉસમાં કઢંગી હાલતમાં મળી આવ્યો

પોલીસ કાર્યવાહી દરમિયાન હેડ કોન્સ્ટેબલે પોતે પોલીસમાં જ છે કહીને હોંશિયારી મારવાનો પ્રયાસ કર્યો

Rajasthan news - પોલીસે હેડ કોન્સ્ટેબલ અને ગેસ્ટ હાઉસ સંચાલક સહિત 3 લોકોની ધરપકડ કરી

અલવર : અલવર પોલીસ (Alwar Police)એક શરમજનક સ્થિતિમાં મુકાઈ છે. અલવર પોલીસના જ એક વિભાગના હેડ કોન્સ્ટેબલ (head constable)મહિલા મિત્ર સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની ધરપકડ કરી છે. હેડ કોન્સ્ટેબલ ધન સિંહની સાથે ગેસ્ટ હાઉસના સંચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસની (Rajasthan Police)આ કાર્યવાહી પંથકમાં ચર્ચાનો વિષય બની છે. એક પોલીસ કોન્સ્ટેબલ આવી હાલતમાં ગેસ્ટ હાઉસમાંથી મળી આવે ત્યારે પોલીસની વર્દી પર દાગ લાગી જાય છે. જોકે પકડાયા પછી પણ હેડ કોન્સ્ટેબલે પોતે પોલીસમાં છે તેવો રૌફ જમાવ્યો હતો.

કાર્યવાહી દરમિયાન પોલીસનો રૌફ

પોલીસ કાર્યવાહી દરમિયાન હેડ કોન્સ્ટેબલે પોતે પોલીસમાં જ છે કહીને હોંશિયારી મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની આ દાદાગીરી કામ ન આવી. પોલીસે મહિલાને તેના પરિવારજનોને સોંપી દીધી છે.

અલવર ચોકી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર મદનલાલે જણાવ્યું કે, હેડ કોન્સ્ટેબલ ધનસિંહને રવિવારે રાત્રે શહેરના પોલીસ કંટ્રોલ રૂમ પાસે રાજધાની ગેસ્ટ હાઉસમાંથી પકડવામાં આવ્યો હતો. ધનસિંહ ત્યાં તેની મહિલા મિત્ર સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. હેડ કોન્સ્ટેબલ ધનસિંહ ભીવાડીમાં ફરજ બજાવતો હતો. પોલીસે હેડ કોન્સ્ટેબલ સાથે મળી આવેલી મહિલાને તેના પરિવારના સંબંધીઓને સોંપી દીધી છે.

આ પણ વાંચો - લાઇટ જતા બદલાઈ ગઈ દુલ્હનો, પછી આ રીતે પોત પોતાના પતિ સાથે લીધા ફેરા

હેડ કોન્સ્ટેબલ કોઈ સંતોષકારક જવાબ ન આપી શક્યો

પોલીસે હેડ કોન્સ્ટેબલ અને ગેસ્ટ હાઉસ સંચાલક સહિત 3 લોકોની ધરપકડ કરી છે. હેડ કોન્સ્ટેબલ પાસે ગેસ્ટ હાઉસમાં મહિલા સાથે હોવાનો જવાબ માંગવામાં આવ્યો, ત્યારે તેણે પોલીસકર્મીઓને ધમકી આપી અને તેમની સાથે બાથ ભીડી હતી. હેડ કોન્સ્ટેબલ ધનસિંહ પોલીસને કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા ત્રણેય લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસને બાતમીદાર દ્વારા આ અંગેની માહિતી મળી હતી. જે બાદ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. હેડ કોન્સ્ટેબલની ધરપકડ કર્યા બાદ આ અંગે ભિવાડી પોલીસને જાણ કરવામાં આવી છે. તે જ સમયે, ભિવાડી પોલીસ અધિક્ષકનું કહેવું છે કે, હેડ કોન્સ્ટેબલ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ મામલે તપાસ ચાલી રહી છે.

નોંધનીય છે કે, અલવર પોલીસ પર અગાઉ પણ અનેક વખત આ પ્રકારના આરોપો લાગ્યા છે. ફરી એકવાર વિભાગના કર્મચારીઓએ પોલીસની વર્દી પર નવો દાગ લગાવ્યો છે. તાજેતરમાં અલવર જિલ્લામાં ભીવાડીને અલગ પોલીસ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
First published:

Tags: Rajasthan news, Rajasthan police

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો