Home /News /national-international /લગ્ન, પત્ની, વિમો અને હત્યા... સાચી નોટો માટે નકલી પ્લાન, આ રીતે કર્યો કરોડોનો કાંડ

લગ્ન, પત્ની, વિમો અને હત્યા... સાચી નોટો માટે નકલી પ્લાન, આ રીતે કર્યો કરોડોનો કાંડ

ફ્રોડ કેસમાં પોલીસે મહિલાની તેના અન્ય બે સાથીઓ સાથે ધરપકડ કરી છે.

નાસીકમાં વીમા માટે 4 કરોડ રૂપિયાનો દાવો કરવા માટે હત્યા કરી નકલી લગ્નના કાગળો બનાવ્યાં બાદ કારથી વ્યક્તિને કચડી દીધો

નાસિક : મહારાષ્ટ્રના નાસિકમાં વીમા પેટે 4 કરોડ રૂપિયા લેવા માટે હત્યાની અનોખી ઘટના સામે આવી છે. જેમાં આ આખો પ્લાન બનાવનાર પોતે જ પોતાના પ્લાનનો શિકાર બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વ્યક્તિએ નકલી દસ્તાવેજો સાથે બનાવટી લગ્નનું પ્રમાણપત્ર મેળવ્યું હતું અને યોજના બનાવી હતી કે માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ દેખાડીને  તેની નકલી પત્ની વીમા તરીકે 4 કરોડ રૂપિયાનો દાવો કરશે, ત્યારબાદ તેઓ એકબીજાની વચ્ચે પૈસાની વહેંચણી કરશે.

વીમાના દાવા માટે, નકલી પતિ-પત્ની બંનેએ ફરીથી એવી વ્યક્તિને શોધવાનું શરૂ કર્યું, જેની હત્યા કરીને તેઓ તેને પતિની લાશ બતાવીને વીમાના પૈસા લઈ શકે. જોકે, બંનેને ઘણા દિવસો સુધી આવી વ્યક્તિ મળી ન હતી. આ પછી નકલી પત્નીએ તેના અન્ય સાથીઓ સાથે મળીને તેના નકલી પતિની હત્યા કરી લીધી હતી.

આ પણ વાંચોપોતાની જ દીકરી સાથે લગ્ન! પોતાને ધાર્મિક ગણવનાર વ્યક્તિને સાવ નાની ઉંમરની 20 પત્નીઓ

પૈસાની વહેંચણી અંગેના વિવાદનું રહસ્ય

મહિલાએ તેના નકલી પતિની હત્યા કરી અને તેની લાશને કારથી કચડી નાખી હતી. આ પછી તેણે વીમાનો દાવો કર્યો અને વીમા તરીકે 4 કરોડ રૂપિયા મળ્યા હતા. જોકે, જ્યારે તેની પત્નીને ખબર પડી કે તેના સાથીઓએ તેને માત્ર 50 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના 3.50 કરોડ રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા, ત્યારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ આ હત્યાકાંડનું પરથી પડદો ખુલી ગયો હતો. જેમાં પોલીસે આ કેસમાં મહિલાની તેના અન્ય બે સાથીઓ સાથે ધરપકડ કરી છે.

ઘટના અંગે માહિતી આપતા નાસિકના ડીસીપી કિરણ કુમાર ચૌહાણે કહ્યું કે આ કેસમાં અમે એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. તેમણે જણાવ્યું કે વીમા માટે 4 કરોડ રૂપિયાનો દાવો કરવા માટે આ હત્યા કરવામાં આવી હતી. આ માટે નકલી લગ્નના કાગળો બનાવવામાં આવ્યા હતા અને પછી અકસ્માત બતાવીને વીમાનો દાવો કરવામાં આવ્યો હતો.
First published:

Tags: Big Crime, Double murder, Fraud case, NASIK