મળી મોટી સફળતા, દિલ્હી એરપોર્ટથી એક આતંકી ઝડપાયો, બે હજુ ફરાર

News18 Gujarati
Updated: November 20, 2018, 10:58 PM IST
મળી મોટી સફળતા, દિલ્હી એરપોર્ટથી એક આતંકી ઝડપાયો, બે હજુ ફરાર
જોકે, જહૂર ઠોકર અને તેમની મહિલા દોસ્ત હજુ પકડથી બહાર છે.

જોકે, જહૂર ઠોકર અને તેમની મહિલા દોસ્ત હજુ પકડથી બહાર છે.

  • Share this:
દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હીમાં ઘુસેલા હિઝબુલના એક આતંકવાદીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ હજુ એક મહિલા સહિત બે આતંકીની શોધ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી પોલીસે 28 ઓક્ટોબરે પુલવામાં પોતાના કેટલાક સાથી સાથે મળી સબ ઈન્સપેક્ટર ઈમ્તીયાઝ અહમદ મીરની હત્યા કરનાર હિઝબુલના એક આતંકવાદી અંસરૂલ હકની એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બે આતંકી અને તેમની એક સાથીદાર મહિલા પુલવામાં સબ ઈન્સપેક્ટરની હત્યા કર્યા બાદ દિલ્હીમાં ઘુસ્યા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જેને પગલે પોલીસે બંને આતંકી અંસરૂલ હક અને જહૂર ઠોકરની તસવીરો શહેરમાં જાહેર કરી હતી, અને પ્રજાને જ્યાં જુઓ ત્યાંથી આ મુદ્દે જાણકારી આપવા માટે મદદ માંગી હતી. આ મુદ્દે પોલીસે એરપોર્ટ પર પણ વોચ ગોઠવી હતી, તે સમયે અંસરૂલ હક દેખાઈ આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે, જહૂર ઠોકર અને તેમની મહિલા દોસ્ત હજુ પકડથી બહાર છે.

પોલીસે જાહેર કરેલી તસવીર


તમને જણાવી દઈએ કે, આતંકી અંસરૂલ હક શ્રીનગરથી દિલ્હી ત્યારબાદ મુંબઈ પછી બેંગ્લોર અને ફરી પાછો દિલ્હી આવતાાજે ઝડપાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદીને એક સર્ક્યુલર જાહેર કર્યું હતું, જેમાં આ વિસ્તારમાં પોલીસમાં નોકરી કરતા લોકોને નોકરી છોડી દેવાની ચેતાવણી આપી હતી. આ દરમ્યાન સબ ઈન્સપેક્ટર તીયાઝ મીર પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો તે સમયે અંસરૂલ હકે પોતાના બે સાથીદાર જહૂર ઠોકર અને તેમની મહિલા દોસ્તે સાથે મળીને પ્લાન બનાવ્યો હતો. આ મહિલા મિત્ર આ ઈન્સપેક્ટરના ગામની હતી, તેણે લીફ્ટ માંગી અને આ મુદેદે તેની જાણકારી જહૂર ઠોકર અને અંસરૂલ હકને આપી હતી. ત્યારબાદ ઈન્સપેક્ટરની નિર્મમ રીતે હત્યા કરી દેવામાં આવી હતા.
First published: November 20, 2018
વધુ વાંચો
अगली ख़बर