250 કિલોગ્રામ વજન ધરાવતો આતંકવાદી, પોલીસની ગાડીમાં ન સમાતા ટ્રકમાં નાખીને લઈ જવો પડ્યો

News18 Gujarati
Updated: January 19, 2020, 8:13 AM IST
250 કિલોગ્રામ વજન ધરાવતો આતંકવાદી, પોલીસની ગાડીમાં ન સમાતા ટ્રકમાં નાખીને લઈ જવો પડ્યો
આતંકી

ઇરાક (Iraq)ના મૌસુલમાં પિકઅપ ટ્રકમાં આઈએસઆઈએસ આતંકી (ISIS Terrorist)ને લઈ જવાની તસવીર સોશિયલ મીડિયા (social media)માં ખૂબ વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ આતંકવાદી મોટાપાનો શિકાર છે.

  • Share this:
મૌસુલ : ઈરાકના મૌસુલમાં આઈએસઆઈએસ આતંકી (ISIS Terrorist)ને પકડવા માટે ગયેલી સ્વાટ (SWAT) ટીમ એ સમયે ચકિત રહી ગઈ હતી, જ્યારે તેણે એક આતંકીને એક મકાનની અંદર બેઠેલો જોયો હતો. આતંકી પોલીસને જોઈને હલી પણ શકતો ન હતો. આ આતંકીનું વજન 250 કિલોગ્રામ હતું. ધરપકડ બાદ તેને અહીંથી લઈ જવા માટે પીકઅપ ટ્રકનો ઉપયોગ કરવો પડ્યો હતો. પિકઅપ ટ્રકમાં આતંકીને લઈ જતી તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકી મોટાપાનો શિકાર બની ગયો છે.

આઈએસઆઈએસ (ISIS) આતંકી ચીફ અલ નિમા કે જે અબ્દુલ બારીના નામે જાણીતો છે, તેની ઇરાકની સ્વાટ ટીમે પશ્ચિમ ઇરાકમાંથી પકડ્યો હતો. આઈએસઆઈએસ આતંકીઓ વચ્ચે જબ્બા એ જેહાદી નામે પ્રસિદ્ધ આ આતંકી સુરક્ષાદળો વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા માટે જાણીતો હતો. જેને આઈએસઆઈએસના ટોચના નેતાઓમાંથી એક માનવામાં આવે છે.

તપાસ અધિકારીઓએ જણાવ્યું કે, અબ્દુલ બારીએ એક ફતવો જાહેર કર્યો હતો, જેમાં એવા વિદ્વાનો અને મૌલવીઓને ફાંસી દેવાનો આદેશ કર્યો હતો જેઓએ આઈએસઆઈએસ પ્રત્યે નિષ્ઠા રાખવાનો ઇન્કાર કર્યો હતો. સુરક્ષાદળોનું કહેવું છે કે આતંકી અબુ બારીને શહેરની એક મસ્જિદને બ્લાસ્ટથી ઉડાવી દેવાનો પણ ફતવો જાહેર કર્યો હતો. આ મસ્જિદને વર્ષ 2014માં આઈએસઆઈએસએ સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધી હતી અને મૌસુલને પોતાના કબજામાં લઈ લીધું હતું.

આતંકી અબુ અબ્દુલ બારીની તસવીર જાહેર કરતા લંડન થિંક ટેન્ક ક્યુલિઆમના સ્થાપક માજિદ નવાઝે લખ્યુ કે, તે ખૂબ ભારે હતો અને પોલીસવાનમાં આવે તેમ ન હતો. તેના ભારે વજનને કારણે પોલીસે તેને પીકઅપ ટ્રકમાં નાખીને લઈ જવો પડ્યો હતો. તેમણે વધુમાં લખ્યું કે, આઈએસઆઈએસના ગુલામ બનાવવા, બળાત્કાર કરનાર, લોકોને પ્રતાડિત કરનાર, નરસંહાર કરનાર આતંકી ખુદ પોતાના પગ પર ઉભો નથી થઈ શકતો.
First published: January 19, 2020
વધુ વાંચો
अगली ख़बर