ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત નારાયણ દત્ત તિવારીના દીકરા રોહિત શેખર તિવારીના મોતના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમમાં તેમની અપ્રાકૃતિક રીતે મોત (અનનેચરલ ડેથ) થવાની વાત સામે આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, રોહિતનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ મામલામાં આઈપીસીની કલમ 302 હેઠળ અજાણ્યા લોકોની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે.
રોહિત શેખર તિવારીના મોતની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડિફેન્સ લોકોની સ્થિત તેમના ઘરે પહોંચી. ત્યાં ટીમ રોહિતની માતા ઉજ્જવલા તિવારી, પત્ની અને તેના સસરાની પૂછપરછ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રોહિત શેખરનું મંગળવારે (16 એપ્રિલ) દિલ્હીના મેક્સ હોસ્પિટલમાં નિધન થયું હતું.
બીજી તરફ, એન.ડી. તિવારીના દીકરા તરીકે માન્યતા મળે તે માટે રોહિત શેખરે લાંબા સમય સુધી કાયદાકિય સંઘર્ષ કરવો પડ્યો હતો. રોહિત શેખરે દાવો કર્યો હતો કે એનડી તિવારી જેના જૈવિક પિતા છે અને તેને પુરવાર કરવા માટે તેઓએ વર્ષ 2008માં કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેની પર કોર્ટે ડીએનએ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો.
પહેલા તો એનડી તિવારીએ ડીએનએ ટેસ્ટ સેમ્પલ આપવાનો ઇન્કાર કરી દીધો હતો પરંતુ બાદમાં તેના માટે તૈયાર થયા. વર્ષ 2012માં દિલ્હી હાઈકોર્ટે તિવારીના ડીએનએ રિપોર્ટ રિઝલ્ટની જાહેરાત કરતાં કહ્યું હતું કે એનડી તિવારી દિલ્હી નિવાસી રોહિત શેખરના બાયોલોજિકલ પિતા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર