મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસના ધારાસભ્યના 'હની ટ્રેપ' અને બ્લેકમેઇલિંગ કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે આ કેસમાં આરોપી બનાવવામાં આવેલી જર્નાલિઝમની સ્ટુડન્ટની ફરિયાદ પર કોંગ્રેસ ધારાસભ્ય વિરુદ્ધ બળાત્કાર અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેલમાં બંધ સ્ટુડન્ટે ભોપાલ ડીઆઈજીના નામે એક પત્ર પોલીસને મોકલ્યો હતો. જેમાં ધારાસભ્ય વિરુદ્ધ બળાત્કાર અને તેને ખોટા કેસમાં ફસાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પત્રની તપાસ બાદ ગુરુવારે રાત્રે મહિલા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય હેમંત કટારે વિરુદ્ધ આઈપીસીની કલમ 376 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસમાં સ્ટુડન્ટની માતાએ ડીઆઈજીને અલગથી ફરિયાદ કરી છે. ફરિયાદ પ્રમાણે ધારાસભ્યએ તેની પુત્રીનું અપહરણ કરીને તેની પાસેથી બળજબરી પૂર્વક અમુક કાગળો પર સહી કરાવી લીધી હતી. સ્ટુડન્ટ પર દબાણ કરીને તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યાની ફરિયાદ કરવામાં આવી છે.
ધારાસભ્યોનો મોબાઈલ જપ્ત કરાયો
બ્લેકમેઇલિંગ કેસમાં ભોપાલ ક્રાઇમ બ્રાંચ હવે હેમંત કટારેના મોબાઈલ ફોનની તપાસ કરશે. આ માટે ક્રાઇમ બ્રાંચે કટારેને નોટિસ મોકલીને તેનો મોબાઈલ જપ્ત કરવાનું કહ્યું હતું. ભારે આનાકાની બાદ ધારાસભ્યએ પોતાનો મોબાઈલ ફોન ક્રાઇમ બ્રાંચને સોંપી દીધો છે. ક્રાઇમ બ્રાંચ હવે યુવતી અને ધારાસભ્યના મોબાઇલ ડેટાની સરખામણી કરશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર