ચંદીગઢ: વડપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્થળે ચૂંટણી સભા સંબોધવાનાં હતા તે સ્થળની પાસે 12 જેટલા કોલેજનાં યુવાનો મોદી પકોડા બનાવતા હતા તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી.
પોલીસે પત્રકારોને જણાવ્યું કે, તેમણે 10 થી 12 વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. જો કે, મોદીની રેલી પૂરી થતાં આ તમામ વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા હતા.
મહત્વની વાત એ છે કે, આ તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ કર્યા પછી પદવીદાન સમારંભમાં પહેરેલા વિશેષ પરિધાન સાથે મોદી પકોડા વેચતા હતા.
નરેન્દ્ર મોદીએ ભાજપનાં ઉમેદવાર કિરણ ખેર માટે ચૂંટણી સભાને સંબોધી હતી. આ લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર પવન કુમાર બસંલ છે. તેઓ પૂર્વ કેન્દ્રિય મંત્રી છે. 19 મેનાં રોજ અહીંયા મતદાન યોજાશે. આ છેલ્લા તબક્કાનું મતદાન હશે.
એક મહિલા વિદ્યાર્થીએ જણાવ્યું કે, અમે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા આવ્યા છીએ. કેમ કે, તેમણે અમને પકોડા વેચીને નોકરીઓ કરવાની સલાહ આપી છે. એટલા માટે અમે મોદી રેલી પાસે પકોડા વેચવા આવ્યા છીએ. આથી, મોદી પણ જાણી શકે કે, યુવાનો પકોડા વેચે એ કેટલી મોટી વાત છે,”.
ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં, મોદીએ એક મુલાકાતમાં કહ્યુ હતુ કે, પકોડા વેચીને રોજનાં 200 રૂપિયા કમાતા લોકોને બેકાર ન કહી શકાય.
23 મેનાં રોજ મતગણતરી કરવામાં આવશે. કૂલ સાત તબક્કામાં યોજાયેલી આ ચૂંટણીનો છેલ્લો તબક્કો બાકી છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર