INX મીડિયા કેસમાં તપાસનો સામનો કરી રહેલા પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમને હાલ તિહાડ જેલમાં નહીં જવું પડે. સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી ગુરુવાર સુધી વધારી દીધી છે. સોમવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂર્વ નાણા મંત્રીના વચગાળાના સંરક્ષણ માટે સંબંધિત કોર્ટના દરવાજા ખખડાવવા કહ્યું. તેની સાથે જ આદેશ આપ્યો કે તેમને તિહાડ જેલ ન મોકલવામાં આવે અને જો ટ્રાયલ કોર્ટ તેમની અરજી ફગાવી દે તો તેમની સીબીઆઈ કસ્ટડી ગુરુવાર સુધી વધારવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી દરમિયાન પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે પોતાના અસીલની વધતી ઉંમરનો હવાલો આપતાં કહ્યું કે તેઓ 74 વર્ષના છે, તેમને વચગાળાનું પ્રોટેક્શન આપો, તેઓ ક્યાંય જશે નહીં. ચિદમ્બરમ પૂર્વ કેન્દ્રીય મંત્રી છે, તેમની સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે. જો તેમની પર નજર રાખવી જ હશે તો ઘરમાં નજરકેદ રાખો, તેનાથી કોઈને કોઈ નુકસાન નહીં થાય.
P Chidambaram's lawyer Kapil Sibal in Supreme Court during hearing against Chidambaram's police remand & issuance of non-bailable warrant: He is a 74-year-old man, put him under house arrest, no prejudice will be caused to anyone. #INXMediacasepic.twitter.com/CZHyareC1H
કોર્ટે કહ્યું કે, હાઉસ અરેસ્ટ માટે ટ્રાયલ કોર્ટ જાઓ
તેની પર કોર્ટે કહ્યું કે, ચિદમ્બરમના હાઉસ અરેસ્ટ (નજરકેદ) માટે નીચલી કોર્ટમાં અપીલ કેમ નથી કરતા. તેની પર કપિલ સિબ્બલે કહ્યું કે, કારણ કે ત્યાંથી અપીલ ફગાવી દેવામાં આવી. મામલાની આગામી સુનાવણી 6 સપ્ટેમ્બરે થશે.
પી. ચિદમ્બરમ આજે સીબીઆઈ મામલામાં નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરશે. જો નીચલી કોર્ટથી ચિદમ્બરમને જામીન નહીં મળે તો નીચલી કોર્ટ પી. ચિદમ્બરમને સીબીઆઈ રિમાન્ડમાં મોકલવામાં આવશે. મામલાની આગામી સુનાવણી 5 સપ્ટેમ્બરે થશે. ગુરુવારે કોર્ટ મામલાની સુનાવણી કરશે. તે દિવસે ચિદમ્બરમની રિમાન્ડ ખતમ થશે.
15 દિવસ સુધીની થઈ શકે છે કસ્ટડી
કાયદા મુજબ, જે મામલામાં ચિદમ્બરમ આરોપી છે તેમાં પોલીસ કસ્ટડીની અવધિ 15 દિવસ છે. ચિદમ્બરમે પહેલા કોર્ટને જણાવ્યું કે તપાસ એજન્સીએ પૈસાથી સંબંધિત કોઈ દસ્તાવેજ રજૂ નથી કર્યા. ચિદમ્બરમે શુક્રવારે વિશેષ સીબીઆઈ જજ અજય કુમાર કુહરને જણાવ્યું કે, તેઓ સતત મને ત્રણ ફાઇલો બતાવી રહ્યા છે. આજે પણ તે ફાઇલો સતત અઢી કલાકથી વધુ બતાવવામાં આવી.