દિગ્વિજયના ગઢમાં શિવરાજની સભા બાદ તણાવ, રાધૌગઢમાં કર્ફ્યૂ

મુખ્યમંત્રીના રોડ શો અને જનસભા બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા.

News18 Gujarati
Updated: January 13, 2018, 9:57 AM IST
દિગ્વિજયના ગઢમાં શિવરાજની સભા બાદ તણાવ, રાધૌગઢમાં કર્ફ્યૂ
દિગ્વિજયસિંહ, શિવરાજસિંહ ચૌહાણ
News18 Gujarati
Updated: January 13, 2018, 9:57 AM IST
ભોપાલઃ મધ્ય પ્રદશમાં ગુના જિલ્લામાં દિગ્વિજય સિંહના ગૃહ વિસ્તાર રાધૌગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ ફેલાયેલા તણાવને કારણે સમગ્ર વિસ્તારમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. રાધૌગઢમાં આવતા અઠવાડિયે નગર પાલિકાની ચૂંટણી છે.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ શુક્રવારે અહીં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના રોડ શો અને જનસભા બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા. તણાવ એ હદે વધી ગયો કે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ અને ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. છતાં ઘર્ષણ નહીં ટળતા પોલીસને કર્ફ્યૂ લાદવાની ફરજ પડી હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમુક અસામાજિક તત્વોએ મોડી રાત્રે બંધ પડેલી દુકાનો બહાર તોડફોડ કરતા વિવાદની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ તણાવ ફેલાયો હતો અને ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. આ દરમિયાન પથ્થરમારો અને તોડફોડના બનાવો બન્યા હતા. ઘર્ષણમાં ચાર લોકો ઘાયલ થઈ ગયા.

રાધૌગઢમાં તણાવ બાદ જિલ્લાના મુખ્યમથક ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આખા રાધૌગઢમાં ઠેર-ઠેર પોલીસ ખડકી દેવામાં આવી છે.

વિવાદ દરમિયાન કોંગ્રેસ તરફથી દિગ્વિજયસિંહના પુત્ર અને સ્થાનિક ધારાસભ્ય જયવર્ધનસિંહ આમને સામને આવી ગયા હતા. બંનેએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. મોડી રાત્રે વિવાદ આગળ વધ્યા બાદ જયવર્ધનસિંહના સમર્થનમાં તેમના કાકા અને સીનિયર કોંગ્રેસ નેતા લક્ષ્મણસિંહ પણ રાધૌગઢ પહોંચી ગયા હતા.
First published: January 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर