બાલોદઃ છત્તીસગઢના (Chhattisgarh) બાલોદ જિલ્લામાં રુવાડા ઊભા થઈ જાય એવી ઘટના સામે આવી છે. અહીં એક પોલીસ કોન્સ્ટેબલ (Police constable) દ્વારા દોઢ વર્ષની બાળકીના ચહેરા ઉપર અને શરીર ઉપર સિગારેટના ડામ (Cigarette butts) આપવામાં આવ્યા હતા. ઘટના બાદ બાળકીની માતાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેને ભિલાઈથી ઝડપી પાડ્યો હતો.
ટ્રાન્સફર થતાં ભાડાના મકાનમાં રહેતો હતો કોન્સ્ટેબલ ઉલ્લેખનીય છેકે આરોપી આરક્ષક અવિનાશ રાય બાલોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. સિવની ગામમાં એક ભાડાના મકાનમાં રહેતો હતો. જેની તાજેતરમાં જ રક્ષિત કેન્દ્ર દુર્ગમાં ટ્રાન્સફર થઈ છે.
મકાન માલિકની દોઢ વર્ષની બાળકીને ચાંપ્યા સિગારેટના દાડ સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી ગ્રામ સિવનીમાં જે ભાડાના મકાનમાં રહેતો હતો. તે મકાન માલિકની દોઢ વર્ષની બાળકીને સિગારેટના ડામ ચાંપ્યા હતા.
ઘટના બાદ બાળકીની માતાએ પોલીસમાં કરી ફરિયાદ ઘટના બાદ બાળકીની માએ બાળકી સાથે બાલોદ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ જણાવ્યું કે સિપાહી અવિનાશ રાય મારા ઘરે આવ્યો હતો અને મારી બાળકીને ડામ આપ્યા હતા. ઘટના બાદ આરોપી ફરાર થયો હતો.
પોલીસે ફરિયાદના આધારે કોન્સ્ટેબલને દબોચી લીધો પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે આરોપી કોન્સ્ટેબલને ભિલાઈથી દબોચી લીધો હતો. વર્તમાનમાં આરોપી આરક્ષક દુર્ગ જિલ્લામાં પદસ્થ છે. મામલામાં વિભાગીય કાર્યવાહી દુર્ગ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી રહી છે.
" isDesktop="true" id="1041848" >
ઉલ્લેખનીય છે કે પોલીસની હેવાનીયતના અનેક કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. પોલીસની દાદાગીરીની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. પરંતુ છત્તીસગઢમાં બનેલી આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર