26 જાન્યુઆરી પહેલા મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ, શ્રીનગરમાં જૈશના 5 આતંકવાદીની ધરપકડ

26 જાન્યુઆરી પહેલા મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ, શ્રીનગરમાં જૈશના 5 આતંકવાદીની ધરપકડ (તસવીર - પીટીઆઈ)

જમ્મુ કાશ્મીર પોલીસને ગણતંત્ર દિવસ પહેલા મોટી સફળતા મળી

 • Share this:
  શ્રીનગર : જમ્મુ કાશ્મીર પોલીસ (Jammu and Kashmir Police)ને ગણતંત્ર દિવસ પહેલા મોટી સફળતા મળી છે. પોલીસે શ્રીનગરથી જૈશ-એ-મોહમ્મદ(Jaish E Mohammed)ના 5 આંતકીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયાર અને ગોળા બારુદ મળ્યા છે. પોલીસ સૂત્રોના મતે 26 જાન્યુઆરી પહેલા આતંકી મોટા હુમલાની ફિરાકમાં હતા. પણ પોલીસે સમય રહેતા આ ષડયંત્રને પકડી પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 હટ્યા પછી આતંકી સતત કાશ્મીરમાં ગરબડ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે સુરક્ષાબળોની ચુસ્ત નજરના કારણે તે સફળ થઈ શકતા નથી.

  જમ્મુ કાશ્મીર પોલીસે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે શ્રીનગર પોલીસે જૈશનું આતંકી મોડ્યુલ ધ્વસ્ત કરીને મોટી સફળતા મેળવી છે. પાંચ આતંકીઓની પોલીસે ધરપકડ કરી છે. આ ગણતંત્ર દિવસ પહેલા મોટું ષડયંત્ર રચી રહ્યા હતા. જે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં એઝાઝ અહમદ, ઉમર હમીદ શેખ, ઇમ્તિયાઝ અહમદ, સાહિલ ફારુક અને નસીર અહમદ મીરનો સમાવેશ થાય છે.

  શ્રીનગરમાં જૈશના 5 આતંકવાદીની ધરપકડ


  પોલીસના મતે તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી અને હથિયાર મળ્યા છે. જેમાં 143 જિલેટિન છરા, એક સાઇલેન્સર, 42 ડેટોનેટર્સ, રિમોટ સાથે વોકી ટોકી, આઈઇડી અને ત્રણ પેકેટ વિસ્ફોટક છે.

  બીજી તરફ જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લાના અવંતીપોરા ક્ષેત્રથી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાથી સંબંધ રાખનાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના પ્રવક્તા કહ્યું હતું કે પોલીસે અવંતીપોરામાંથી લશ્કર-એ-તૈયબાથી સંબંધ રાખનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેમણે કહ્યું હતું કે વ્યક્તિની ઓળખ પુલવામાં જિલ્લાના ડંગરપોરાના રહેવાસી ઇશ્કાક અહમદ ડાર ઉર્ફે મહીદના રુપમાં થઈ છે.
  Published by:Ashish Goyal
  First published: