રોહિત શેખરની હત્યાના આરોપમાં પત્ની અપૂર્વ શુક્લાની ધરપકડ

News18 Gujarati
Updated: April 24, 2019, 12:04 PM IST
રોહિત શેખરની હત્યાના આરોપમાં પત્ની અપૂર્વ શુક્લાની ધરપકડ
એનડી તિવારી અને રોહિત શેખર (ફાઇલ ફોટો)

રોહિતની માતા ઉજ્જવલાએ જણાવ્યું હતું કે રોહિત-અપૂવાની વચ્ચે રોજેરોજ ઝઘડા થતાં રહેતા હતા

  • Share this:
એનડી તિવારીના દીકરા રોહિત શેખર તિવારીના સંદિગ્ધ હાલતમાં થયેલા મોતના મામલે પોલીસે તેમની પત્ની અપૂર્વા શુક્લાની ધરપકડ કરી લીધી છે. પોલીસ આજે બપોરે ત્રણ વાગ્યે આ સંબંધમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. ઉલ્લેઅનીય છે કે, રવિવારે પોલીસે અપૂર્વા શુક્લા અને ઘરના બે નોકરોને કસ્ટડીમાં લીધા હતા. શનિવાર રાતે પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ અપૂર્વા સાથે 8 કલાક સુધી પૂછપરછ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, દિવંગત એનડી તિવારીની પત્ની અને રોહિત શેખરની માતા ઉજ્જવલાએ શુક્રવારે કહ્યું હતું કે તેમના દીકરા અને પુત્રવધૂ અપૂર્વાની વચ્ચે સંબંધો સારા નહોતા. તેઓએ કહ્યું હતું કે આ મારા માટે આંચકારૂપ છે. હું વિશ્વાસ નથી કરી શકતી કે મારા દીકરાની હત્યા કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે એવું શું હતું કે રોહિત બપોરના 4 વાગ્યા સુધી ઊંઘતો હતો. શેખર અને તેની પત્નીની વચ્ચે લગ્નના પહેલા દિવસથી જ વિવાદ હતો.

આ પહેલા આવેલા મીડિયા રિપોર્ટ્સ મુજબ, મોતના થોડાક દિવસ પહેલા રોહિત શેખર અને તેની પત્ની અપૂર્વાની વચ્ચે ઘણા ઝઘડા થયા હતા. ઝઘડા બાદ અપૂર્વા પોતાના પિયર ઈન્દોર જતી રહી હતી. લગભગ 15 દિવસ પહેલા જ તે દિલ્હીથી પરત ફરી હતી.

પોલીસનુ જ્યારે અપૂર્વાની ઉપર શક થયો તો અપૂર્વાના પિતાએ કહ્યું કે મારી દીકરી નિર્દોષ છે. તેઓએ કહ્યું કે મારા જમાઈ અને દીકરીની વચ્ચે સંબંધો સારા હતા અને તેની પર શક કરવાનો કોઈ અર્થ નથી. તે બંનેની વચ્ચે કોઈ તણાવ નથી જોવા મળ્યો.

રોહિતની માતા ઉજ્જવલાએ એમ પણ જણાવ્યું હતું કે રોહિત-અપૂવાની વચ્ચે રોજેરોજ ઝઘડા થતાં રહેતા હતા. આ દરમિયાન બંને છૂટાછેડાને લઈ ચર્ચા પણ કરતા હતા. અનેક મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે બંનેના છૂટાછેડા પર અંતિમ નિર્ણય જૂનમાં થવાનો હતો. ઉલ્લેખનીય છે કે રોહિત અને અપૂર્વાની મુલાકાત એક મેટ્રોમોનિયલ સાઇટના માધ્યમથી 2017માં થઈ હતી.

પોલીસે અનેકવાર રોહિતની પત્ની અપૂર્વા ઉપરાંત ભાઈ સિદ્ધાર્થ, ઘરના નોકર અને ડ્રાઇવર સાથે પૂછપરછ કરી હતી.

આ કારણોથી પોલીસને થયો હતો ઘરવાળાઓ પર શક

એનડી તિવારીના દીકરા રોહિત શેખર તિવારના ઘરની અંદર 6 લોકો હતા. હત્યા પહેલા ન કોઈ બહારથી ઘરની અંદર આવ્યું, ન તો ઘરથી કોઈ બહાર ગયું. તેમ છતાંય 6 માંથી એકની હત્યા થઈ. ઘરની અંદર અને બરાર કુલ સાત સીસીટીવી કેમરા લાગ્યા હતા. પરંતુ સાતમાંથી બે કેમેરા ખરાબ હતા. બંને ખરાબ કેમેરા રોહિત શેખરન બેડરુમના દરવાજાની પાસેના જ હતા.
First published: April 24, 2019, 12:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading