ભાઈએ બહેન સાથે બાંધ્યા સંબંધો, ગર્ભવતી થઇને નવજાત શિશુને આપ્યો જન્મ, ઝાડીઓમાં ફેંકી દીધું

નવજાત શિશુના માતા-પિતા બન્ને સગીર (Minor)છે (પ્રતિકાત્મક તસવીર)

himachal pradesh news- સમાજને કલંકિત કરતી ઘટના સામે આવી, પરિવારજનોને સગીરના ગર્ભવતી થવાની જાણ થઇ ન હતી

  • Share this:
    બિલાસપુર : હિમાચલ પ્રદેશના (himachal pradesh)બિલાસપુર જિલ્લા (bilaspur)ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમાજને કલંકિત કરતી ઘટના સામે આવી છે. ગત મહિને ઘંડીર ગામની ઝાડીઓમાં મળી આવેલ નવજાત શિશુના માતા-પિતાને પોલીસે (Police) શોધી લીધા છે. નવજાત શિશુના માતા-પિતા બન્ને સગીર (Minor)છે. પોલીસે બન્નેની અટકાયત કરી છે અને કેસ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

    બતાવવામાં આવી રહ્યું છે કે સગીર 10માં ધોરણની વિદ્યાર્થિની છે. તેની સાથે તેના ભાઈએ દુષ્કર્મ કર્યું છે. જોકે પરિવારજનોને સગીરના ગર્ભવતી થવાની જાણ થઇ ન હતી. મામલાની પૃષ્ટી કરતા એસપી બિલાસપુર સાજુ રામે જણાવ્યું કે બન્ને સગીર ભાઈ-બહેન છે અને પોલીસની હિરાસતમાં છે. બંનેએ પોતાનો ગુનો કબુલ કરી લીધો છે.

    તમને જણાવી દઈએ કે 2 ઓક્ટોબરે ઘંડીર ગામમાં ઝાડીઓ વચ્ચે નવજાત શિશુ મળવાથી વિસ્તારમાં સનસની ફેલાઇ ગઈ હતી. ઘંડીરમાં એક ખેતરમાં ઝાડીઓમાંથી નવજાત શિશુ કપડામાં વિંટાયેલી હાલતમાં મળી આવ્યું હતું. જેનું જિલ્લા હોસ્પિટલમાં થોડાક સમય પછી મોત થયું હતું. પોલીસે ગુનો નોંધીને નવજાત શિશુના માતા-પિતાની શોધ શરૂ કરી દીધી હતી.

    આ પણ વાંચો - એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલી યુવતી ફાંસો ખાધેલી હાલતમાં મળી, બંને પક્ષો આમને-સામને, પથ્થરમારા સાથે થઈ જોરદાર બબાલ

    પોલીસ અધિક્ષક એસઆર રાણાએ મામલાની પૃષ્ટી કરતા કહ્યું કે ઘંડીર પંચાયતમાં ઝાડીઓ વચ્ચે નવજાત શિશુ મળ્યું હતું. જેનું હોસ્પિટલમાં મોત થયું હતું. પોલીસે તે સમયે કેસ નોંધીને નવજાત શિશુના માતા-પિતાની શોધમાં લાગી ગઇ હતી. પોલીસે બંને સગીર યુવક-યુવતીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. બંનેએ પોતાનો ગુનો કબુલ કરી લીધો છે. બંને પિતરાઇ ભાઈ-બહેન છે. જેમની પોલીસે ધરપકડ કરી છે.

    શિક્ષકે વિદ્યાર્થિની સાથે કરી શરમજનક હરકત

    રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ફરી એક વખત ગુરુ અને શિષ્યના સંબંધને શર્મસાર કરતો મામલો સામે આવ્યો છે. જિલ્લામાં સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓ સાથે છેડતીની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. આમ છતા સરકાર કોઇ યોગ્ય પગલા ઉઠાવી રહી નથી. જેના કારણે ઘણી વિદ્યાર્થિનીઓએ આવી હરકતોથી પરેશાન થઇને અભ્યાસ છોડી દીધો છે અથવા અન્ય સ્કૂલોમાં પ્રવેશ કરી લીધો છે. નવા મામલો ભીલવાડાના કરેડા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા શિવપુર ગામના રાજકીય વિદ્યાલય સાથે જોડાયેલો છે.

    આ પણ વાંચો - નશામાં ધૂત બનીને બાર બાળાઓ સાથે લગાવ્યા ઠુમકા, પછી થઇ મારામારી, જુઓ Video

    અહીં એક વિદ્યાર્થિનીએ ટીચર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સગીર વિદ્યાર્થિનીએ જણાવ્યું કે તેની સાથે સ્કૂલના શિક્ષકે છેડતી કરી છે. શિક્ષકે સગીરાને ધમકી આપી હતી કે જો તે કોઇને આ ઘટના વિશે કહેશે તો તેને પરીક્ષામાં ફેઇલ કરી દેવાશે. ડરેલી વિદ્યાર્થિનીએ પરિવારજનોને આ વાત જણાવી હતી.
    Published by:Ashish Goyal
    First published: