પ્રેમી અને પ્રેમિકાએ ખેલ્યો ખૂની ખેલ! બે મહિલાઓની હત્યા કર્યાબાદ ત્રણ બાળકોને બનાવ્યા નિશાન

પ્રેમી અને પ્રેમિકાએ ખેલ્યો ખૂની ખેલ! બે મહિલાઓની હત્યા કર્યાબાદ ત્રણ બાળકોને બનાવ્યા નિશાન
આરોપી મહિલાની તસવીર

અંશુ અને ડોલી નામની બે મહિલાઓની હત્યા કરી દીધી હતી. બંનેની લાશ રૂમમાં પડેલી મળી હતી. આરોપીઓએ ઘરમાં હજાર ત્રણ બાળકોને પણ નિશાન બનાવ્યા હતા.

 • Share this:
  ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદમાં (Ghaziabad) ઘરમાં ઘૂસીને બે મહિલાઓની હત્યા (two women murder) કરી દીધી હતી. જ્યારે ઘરમાં હાજર ત્રણ બાળકોની હાલત ગંભીર હતી. આ મામલે તપાસમાં લાગેલી પોલીસને એક મહિલા અને તેના પ્રેમીની ધરપકડ (boy friend arrested) કરી હતી. પૂછપરછ ચાલું છે.

  ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંશુ અને ડોલી નામની બે મહિલાઓની હત્યા કરી દીધી હતી. બંનેની લાશ રૂમમાં પડેલી મળી હતી. આરોપીઓએ ઘરમાં હજાર ત્રણ બાળકોને પણ નિશાન બનાવ્યા હતા. ત્રણે બાળકોને ઘાયલ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.  આરોપીઓએ પેચફસ, સિલબટ્ટેના પથ્થર અને ચપ્પાથી પહેલા હુમલો કર્યો હતો. ત્યારબાદ ગોળી મારીને બંને મહિલાઓને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પડોશીઓએ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. અને ઘાયલ બાળકોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી હતી.

  આ પણ વાંચોઃ-

  પોલીસે આ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. એસએસપી કલાનિધિ નથાનીએ જણાવ્યું હતું કે, પોલીસની ટીમે ઘટનાની ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે પરિવારજનોની સાથે આસપાસના લોકો સાથે પૂછપરછ કરીને જાણકારી હતી.  મામલાનો ખુલાસો કરવા માટે એકઠી થયેલી પોલીસની ટીમે ઇલેક્ટ્રોનિક સર્વિલાન્સ, મેન્યુઅલ ઇન્ટેલિજન્સ ઉપરાંત પૂછપરછ અને નિવેદનોના આધાર ઉપર મુખ્ય આરોપી લિયાકત નિવાસી લાલ ક્વાર્ટર સોનુની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી મહિલા ઉમાની પણ ધરપકડ કરી હતી.
  Published by:ankit patel
  First published:February 07, 2021, 16:01 pm

  ટૉપ ન્યૂઝ