Home /News /national-international /

અમીર યુવકોને ફસાવી યુવતીઓ બનાવી લેતી અશ્લિલ વીડિયો, કરતી બ્લેકમેલ

અમીર યુવકોને ફસાવી યુવતીઓ બનાવી લેતી અશ્લિલ વીડિયો, કરતી બ્લેકમેલ

યુવતીઓ અમીરઘરના યુવકોને ફસાવી તેની સાથે અશ્લિલ વીડિયો બનાવતી હતી

ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસે એવી ગેંગને ઝડપી પાડી છે, જે હની ટ્રેપમાં ફસાવી લોકોને બ્લેકમેલ કરતી હતી.ગેંગમાં બે યુવતી અને બે પુરુષો સામેલ છે

    ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસે એવી ગેંગને ઝડપી પાડી છે, જે હની ટ્રેપમાં ફસાવી લોકોને બ્લેકમેલ કરતી હતી. આ ગેંગમાં બે યુવતી અને બે પુરુષો સામેલ છે. બંને યુવતીઓ અમીરઘરના યુવકોને ફસાવી તેની સાથે અશ્લિલ વીડિયો બનાવતી હતી. ત્યારબાદ પુરુષોની મદદથી બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવી લેતી હતી.

    અત્યારસુધીમાં 12થી વધુ લોકોને પોતાની જાળમાં ફસાવી આ ગેંગે પૈસા પડાવ્યા છે. ચારેય આરોપીઓને પોલીસે બ્લેકમેલિંગ અને ખંડણી માગવાના આરોપમાં ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.

    એક પીડિતે બ્લેકમેલની મદદથી 25 લાખ રૂપિયા માગવાની જાણકારી ગાઝિયાબાદ પોલીસને આપી હતી. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અશ્લિલ વીડિયો અને ફોટોની મદદથી આ ગેંગ પોતાની જાળમાં લોકોને ફસાવતી હતી. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ લખાવવા અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાના નામે અમીર લોકો પાસેથી મોટી રકમ વસૂલતી હતી.

    આ ગેંગમાં બે યુવતી અને બે પુરુષો સામેલ છે.


    સમગ્ર મામલે ધરપકડ કરાયેલા બંને પુરુષો હરિયાણા અને બુલંદશહેરના રહેવાસી છે, પોલીસના જણાવ્યા પ્રમાણે હરકેશ નામનો વ્યક્તિ આ ગેંગનો માસ્ટરમાઇન્ડ છે. હનીટ્રેપની જાળ બીછાવી આ ગેંગ બે મહિલાઓની મદદથી આ ખેલ ખેલતી હતી. ખોટા અધિકારીઓ બની પુરુષો સાથી દિલ્હીના એનસીઆરમાં મોટી રકમ વસૂલતી હતી.

    પોલીસે ગેંગ પાસેથી એક લક્ઝરી કાર પણ જપ્ત કરી છે, હાલ પોલીસ સમક્ષ આ ગેંગ દ્વારા 12 ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું છે, હવે પોલીસ આ ગેંગના અન્ય સભ્યો તથા તેણે અન્ય કેટલા ગુના આચર્યા છે તે અંગે તપાસ કરી રહી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Gaziabad, Honeytrap and blackmailing, Police arrested, Racket

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन