ઐતિહાસિક સ્થળ પર કપલે બાંધ્યો શારીરિક સંબંધ, લોકોએ બનાવ્યો વીડિયો

પોલીસે કપલની ધરપકડ કરી (પ્રતિકાત્મક તસવીર)

કપલે કહ્યું- તેમણે સાર્વજનિક સ્થળો પર યૌન સંબંધ બનાવવાની પહેલાથી કોઇ યોજના બનાવી ન હતી

  • Share this:
    થાઇલેન્ડમાં (Thailand) એક કપલને પબ્લિક સ્પેસમાં સંબંધ બાંધવાના ગુનામાં ધરપકડ કરવામાં (Couple Arrested)આવી છે. કપલ એક ઐતિહાસિક સ્મારક પર શારીરિક સંબંધ (Relationship) બનાવી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ વીડિયો (Video)બનાવી લીધો હતો. જે પછી પોલીસે કપલની ધરપકડ કરી છે.

    ડેલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે આ ઘટના થાઇલેન્ડના ચિયાંગ માઇ પ્રાંતની છે. જ્યાં એક કપલને ઐતિહાસિક સ્થળ પર સંબંધ બનાવતા જોયું હતું. સ્થાનીય લોકોએ આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો. આ વીડિયો જ્યારે પોલીસ સામે આવ્યો તો તેમણે કપલની શોધ શરૂ કરી હતી.

    થોડાક જ સમયમાં પોલીસ અધિકારીઓએ 42 વર્ષીય સિરીરાની અને તેના 48 વર્ષીય પ્રેમી ચાલરમની ધરપડડ કરવામાં આવી હતી. બંનેએ ઐતિહાસિક સ્થળ પર દિવસે યૌન સંબંધ બનાવવાની વાત કબૂલી છે. કપલે કહ્યું કે તેમણે સાર્વજનિક સ્થળો પર યૌન સંબંધ બનાવવાની પહેલાથી કોઇ યોજના બનાવી ન હતી.

    આ પણ વાંચો - મરણપથારીએ પડેલી ગર્લફ્રેન્ડ સાથે બોયફ્રેન્ડે કર્યા લગ્ન, પત્નીના રૂપમાં આપવા માંગતો હતો અંતિમ વિદાય!

    કપલે શું કહ્યું

    આ મામલે ચાલરમે કહ્યું કે મને લાગ્યું કે કોઇ અમને જોઈ રહ્યું નથી. અમે એક દિવાલ પાછળ હતા. ઐતિહાસિક સ્મારકનો અનાદર કરવાનો અમારો કોઇ ઇરાદો ન હતો. હું ચિયાંગ માઇના લોકોની માફી માંગવા ઇચ્છું છું અને વચન આપું છું કે ફરીથી આવું કરીશ નહીં.

    પોલીસ અધિકારી કિટ્ટીપોંગ ફેટચામુનીએ કહ્યું કે કપલ અલગ-અલગ શહેરના છે. પૂછપરછમાં તેમણે પોતાનો ગુનો કબુલી લીધો છે અને માફી માંગી છે. આવી ઘટનાને ફરીથી બનતી રોકવા માટે જિલ્લા પોલીસને સુમસામ વિસ્તારોમાં નિરીક્ષણ કરવા માટે કહેવામાં આવ્યું છે.

    આ પણ વાંચો - લોકોના નખ કાપીને મહિલા બની કરોડપતિ, નેઇલપેઇન્ટ લગાવવા માટે લે છે આટલો ચાર્જ

    એકબીજાના અશ્લીલ ફોટો પાડીને કરોડપતિ થઈ ગયા ભાઈ-બહેન

    ભાઈ-બહેનના ખટમીઠાં સંબંધ તમે ઘણી વખત જોયા હશે. ભાઈ-બહેન એકબીજા સાથે ખૂબ ઝઘડે છે અને સમય આવે ત્યારે સૌથી પહેલાં એકબીજાની પડખે ઊભા રહે છે. પણ અમે આજે જે ભાઈ-બહેન (Weird Siblings)ની વાત કરવા જઈ રહ્યા છીએ તેમણે એકબીજાને કરોડપતિ બનવામાં મદદ કરી છે. જોકે, પૈસા કમાવાની આ રીત લોકોને નથી પચી રહી. આ ભાઈ-બહેન એકબીજાની અશ્લીલ તસ્વીરો લે છે (Siblings Click Bold Photos) અને તેને એડલ્ટ સાઈટ પર વેચે છે. આ કામ કરીને તેઓ અત્યારસુધીમાં 20 કરોડ રૂપિયા કમાઈ ચૂક્યા છે.
    Published by:Ashish Goyal
    First published: