Home /News /national-international /

બુલંદશહર હિંસા: ઇન્સ્પેક્ટર સુબોધને કુહાડી મારી ઘાયલ કરનાર આરોપીની ધરપકડ

બુલંદશહર હિંસા: ઇન્સ્પેક્ટર સુબોધને કુહાડી મારી ઘાયલ કરનાર આરોપીની ધરપકડ

ઇન્સ્પેક્ટર સુબોધને કુહાડી મારનારો આરોપી કલુઆ

આરોપ છે કે, હિંસાવાળા દિવસે આરોપી કલુઆએ કુહાડીથી ઇન્સ્પેક્ટરને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા

    ન્યૂઝ18 ગુજરાતી: બુલંદશહરમાં સ્યાના હિંસા મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ઇન્સ્પેક્ટરની હત્યા મામલામાં પ્રશાંત નટની ધરપકડ કર્યા બાદ અન્ય આરોપી કલુઆની ધરપકડ કરી લીધી છે. આરોપ છે કે, હિંસાવાળા દિવસે આરોપી કલુઆએ કુહાડીથી ઇન્સ્પેક્ટરને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. ત્યારબાદ પ્રશાંત નટે તેમને ગોળી મારી હતી. પોલીસ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, સ્યાના હિંસા મામલામાં અત્યાર સુધી 29 આરોપીઓની પોલીસ ધરપકડ કરી ચૂકી છે. બીજી તરફ મામલાનો મુખ્ય આરોપી બજરંગ દળ જિલ્લા સંયોજક હજુ પણ પોલીસની પકડથી દૂર છે.

    બુલંદશહર હિંસા મામલે પોલીસ કાર્યવાહીથી સ્થાનિક ગ્રામ્યજનોમાં પોલીસ-પ્રશાસન વિરુદ્ધ ગુસ્સો ફુટી ગયો છે. આક્રોશિત ગામ લોકોએ શનિવારે ભાજપ ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ લોધીને 3 કલાક સુધી બંધક બનાવીને રાખ્યા. સાથોસાથ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સીબીઆઈ તપાસ તથા નિર્દોષ ગામ લોકોની ધરપકડ ન કરવાની માંગ કરી. ધારાસભ્ય દ્વારા આશ્વાસન આપ્યા બાદ તેમને છોડવામાં આવ્યા. જોકે, ભાજપ ધારાસભ્ય પણ દાવો કરી રહ્યા છે કે પોલીસની તપાસ કાચંડાની જેમ રંગ બદલી રહી છે.

    આ પણ વાંચો, વીડિયો મેસજ જાહેર કરી બોલ્યો બુલંદશહર હિંસાનો મુખ્ય આરોપી- ઘટનાસ્થળે હતો જ નહીં

    મામલો બુલંદશહરના સ્યાના પોલીસ સ્ટેશન હદના ચિંગરાવટી ગામનો છે. જ્યાં, ગામ લોકોએ સ્યાના ભાજપ ધારાસભ્ય દેવેન્દ્રસિંહ લોધીને બંધક બનાવી દીધા. આ દરમિયાન ગામ લોકોએ સ્યાના હિંસાને લઈને કરવામાં આવી રહેલી પોલીસ કાર્યવાહીથી નારાજ થઈને ધારાસભ્યને આકરા શબ્દો કહ્યા. ગામ લોકોનો આરોપ છે કે પોલીસ નિર્દોષ લોકોને ઇન્સ્પેક્ટર સુબોધના હત્યા આરોપી બતાવીને જેલ મોકલી રહી છે. સીએમ યોગી આદિત્યનાથના આશ્વાસન બાદ પણ હજુ સુધી ન્યાય નથી મળી રહ્યો.

    હિંસા દરમિયાન માર્યા ગયેલા સુમિત કુમાર નામના યુવકના પિતા અમરજીત સિંહે જણાવ્યું કે ધારાસભ્યને ત્રણ કલાક સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યા. અમારો પોલીસ અને પ્રશાસન પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. તેમની માનીએ તો તેમના દીકરાએ મરતાં પહેલાં નિવેદન આપ્યું હતું કે ઇન્સ્પેક્ટર સુબોધે તેની છાતીમાં ગોળી મારી હતી. બીજી તરફ, ધારાસભ્યનું કહેવું છે કે ગામ લોકોની માંગ છે કે હિંસાની તપાસ સીબીઆઈ પાસે કરાવવામાં આવે. કારણ કે પોલીસ ગામ લોકોને તપાસના નામે હેરાન કરી રહી છે. ધારાસભ્યનું માનીએ તો સીએમ યોગીની સામે ગામ લોકોની સમસ્યાઓને રજૂ કરશે.

    (રિપોર્ટ: સૈયદ અલી શરર)
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Bulandshahr violence, ઉત્તર પ્રદેશ, પોલીસ

    આગામી સમાચાર