બૂટલેગરની દારૂ સંતાડવાની નવી રીત જોઈને પોલીસ પણ ખંજવાળવા લાગી માથું, મળ્યો 4500 બોટલ દારુ

ઘટના સ્થળની તસવીર

સાગરીત પાસેથી મળેલી માહિતી પ્રમાણે પોલીસ દારૂની તપાસ શરૂ કરી તો પોલીસને 30 બોરીમાં રાખેલી 2000 બોટલ દેશી દારૂ હાથલાગ્યો હતો. બૂટલેગરે નેપાળી દારૂને એક તળાવમાં સંતાડીને રાખ્યો હતો.

 • Share this:
  બિહારઃ બિહારમાં (bihar) સંપૂર્ણ દારુબંધી (liquor ban) લાગુ છે પરંતુ બૂટલેગરો (Bootleggers) ગેરકાયદે દારુની તસ્કરી કરીને દારૂથી ધંધો કરીને ખૂબ પૈસા કમાઈ રહ્યા છે. બૂટલેગરો નેપાળમાંથી દારૂ મંગાવીને દારૂને સંતાડવા માટે રોજ નવા નવા આઈડિયા અપનાવતા હોય છે. આવો જ એક ગજબનો આઇડિયા બિહારના મધુબની જિલ્લામાંથી પકડાયો છે. અહીં પોલીસે એક તળાવમાંથી દેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી હતી.

  માછલી ઉછેરવા માટે જે મધુબની આખા બિહારમાં ચર્ચામાં છે ત્યારે તળાવમાંથી માછલીઓની જગ્યાએ દારૂ નીકળ્યો હતો. આ દારુની બોરીઓમાં ભરીને તળાવમાં સંતાડવામાં આવ્યો હતો. પોલીસે રેડ પાડીને ગણેશી ટોલ ગામમાં એક બૂટલેગરના ઘરેથી 31 બોરીમાં બંધ દારુની 2500 બોટલો જપ્ત કરી હતી.

  પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે લલિત મહતો નામના વ્યક્તિના ઘરમાં મોટી માત્રામાં દારુ સંતાડીને રાખ્યો છે. ત્યારબાદ પોલીસે તે ગામમાં લલિત મહતો નામના બૂટલેગરના ઘરે છાપો માર્યો હતો. અને તેના ઘરમાં મોટીમાત્રામાંથી ગેરકાદયે રાખેલી દારૂ જપ્ત કરી હતી.

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! ભુવાએ પાંચ મહિલાઓને ડાકણ ગણાવી, ગામની પંચાયતે મળ-મૂત્ર પીવડાવવાની ફટકારી સજા

  જોકે, પોલીસ આવી રહી હોવાની જાણ થતાં જ પોલીસ પહોંચે તે પહેલા બૂટલેગર લલિત મહતો ભાગવામાં સફળ રહ્યો હતો. પરંતુ તેના એક સાગરીતને પોલીસે દબોચી લીધો હતો. સાગરીત પાસેથી મળેલી માહિતી પ્રમાણે પોલીસ દારૂની તપાસ શરૂ કરી તો પોલીસને 30 બોરીમાં રાખેલી 2000 બોટલ દેશી દારૂ હાથલાગ્યો હતો. બૂટલેગરે નેપાળી દારૂને એક તળાવમાં સંતાડીને રાખ્યો હતો. અત્યાર સુધીમાં પોલીસને 61 બોરીમાં રાખેલી 4500 બોટલ દેશી દારૂ મળ્યો છે.

  આ પણ વાંચોઃ-નાના ભાઈની બે પત્નીઓએ ખેલ્યો ખૂની ખેલ, પાવડાના ફટકા મારીને જેઠને ઉતાર્યો મોતને ઘાટ, કારણ છે ચોંકાવનારું

  આ પણ વાંચોઃ-વલસાડઃ ડોક્ટરનું અપહરણ કરીને પત્ની પાસે માંગી એક કરોડની ખંડણી, બીજા દિવસે નગ્ન હાલતમાં મળ્યા તબીબ

  ઉલ્લેખનીય છે કે ભારતમાં ગુજરાત એક માત્ર દારુબંધી ધરાવતું રાજ્ય હતું. જોકે, બિહારમાં નીતિશ કુમારની સરકાર આવ્યા બાદ બિહારમાં પણ સંપૂર્ણ દારૂબંધી લાગુ કરી દેવામાં આવી હતી. જોકે, એક સમયે દારૂ છૂટથી પીવાતો હોય તેવા રાજયમાં અચાનક દારુબંધી થાય ત્યારે તેના બૂટલેગરો પોતાનો ધંધો ધપાવવા માટે અનેક અનેક હથકંડા અપનાવતા હોય છે.


  માત્ર બિહાર જ નહીં ગુજરાતમાં પણ દારુબંધી હોવા છતાં દારૂ છૂટથી મળે છે અને પીવાય છે. પોલીસ છાસવારે ટ્રકો ભરીને દારૂ પકડતી હોવાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. પોલીસથી બચવા માટે બૂટલેગરો પણ દારુની ખેપ માટે અનેક અનેક કીમિયા અપનાવતા હોય છે. જેને જોઈને એક તબક્કે પોલીસ પણ પોતાનું માથું ખંજવાળતી રહી જાય છે.
  Published by:ankit patel
  First published: