પોલીસ કાર્યવાહીથી જામિયાનો વિશ્વાસ ડગ્યો, અમે FIR નોંધાવીશું : VC નજમા અખ્તર

News18 Gujarati
Updated: December 16, 2019, 2:22 PM IST
પોલીસ કાર્યવાહીથી જામિયાનો વિશ્વાસ ડગ્યો, અમે FIR નોંધાવીશું : VC નજમા અખ્તર
લાઇબ્રેરીમાં ઘૂસીને સ્ટુડન્ટ્સ માટે મારઝૂડ સહનશક્તિની બહાર, પોલીસ સામે FIR નોંધાવીશું : જામિયા યુનિવર્સિટી VC

લાઇબ્રેરીમાં ઘૂસીને સ્ટુડન્ટ્સ માટે મારઝૂડ સહનશક્તિની બહાર, પોલીસ સામે FIR નોંધાવીશું : જામિયા યુનિવર્સિટી VC

  • Share this:
નવી દિલ્હી : જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી (Jamia Millia Islamia University)ની કુલપતિ નજમા અખ્તર (VC Najma Akhtar)એ પ્રદર્શન બાદ થયેલી હિંસાની ઘટનાઓ વિશે સોમવારે મીડિયાને વિસ્તારથી જાણકારી આપી. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદા (Citizen Amendment Act) સામે વિરોધ પ્રદર્શન દરમિયાન રવિવારે જામિયા નગર અને જામિયા યુનિવર્સિટી બંને સ્થળે હિંસાની ઘટનાઓ બની હતી.

બળજબરીથી કેમ્પસમાં ઘૂસવાના મામલામાં પોલીસની વિરુદ્ધ કેસ નોંધાશે

કુલપતિ નજમા અખ્તરે કહ્યું કે, પોલીસ મંજૂરી વિના કેમ્પસમાં ઘૂસી આવી. બળજબરીથી કેમ્પસમાં ઘૂસવાના મામલામાં અમે પોલીસની વિરુદ્ધ કેસ કરીશું. સ્ટુડન્ટ્સને ડરાવવા માટે મારપીટ કરવામાં આવી.


તેઓએ કહ્યું કે, પોલીસે લાઇબ્રેરીમાં સ્ટુડન્ટ્સ સાથે લાઠીચાર્જ કર્યો. જામિયામાં થયેલી હિંસાની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ કારણ કે તેમાં બહારના લોકો સામેલ હતા.

આ પણ વાંચો, જામિયાની વિદ્યાર્થિનીએ રડતાં રડતાં કહ્યું, 'આ મારું ઘર હતું, જુઓ શું હાલ કરી દીધો'

સ્ટુડન્ટ્સ અફવાઓ પર ભરોસો ન કરે

વીસીએ કહ્યું કે, પોલીસની કાર્યવાહીથી જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીનો વિશ્વાસ ડગી ગયો છે. પોલીસની કાર્યવાહીથી યુનિવર્સિટીના બે સ્ટુડન્ટ્સના મોતના અહેવાલ ખોટા છે. પોલીસ કાર્યવાહીમાં લગભગ 200 લોકો ઘાયલ થયા છે, જેમાં યુનિવર્સિટીના અનેક સ્ટુડન્ટ્સ પણ સામેલ છે. યુનિવર્સિટીને ઘણું નુકસાન પહોંચ્યું છે. તેઓએ અપીલ કરી છે કે સ્ટુડન્ટસ અફવાઓ પર ભરોસો ન કરે.

જામિયા યુનિવર્સિટીને ટાર્ગેટ કરવામાં ન આવે

કુલપતિ નજમા અખ્તરે કહ્યું કે, જામિયાને ટાર્ગેટ કરવામાં ન આવે. યુનિવર્સિટીના એક અન્ય અધિકારીએ જણાવ્યું કે રવિવારે પ્રદર્શનમાં બહારના અને યુનિવર્સિટીના પડોશમાં રહેનારા લોકો પણ સામેલ હતા, પરંતુ જ્યારે દિલ્હી પોલીસે પ્રદર્શનકર્તાઓને રોકવાનો પ્રયાસ કર્યો તો હિંસક ઘટનાઓ બની.

પોલીસે કેમ્પસમાં ફાયર નથી કર્યું

પોલીસે પરિસરમાં ફાયર કર્યું કે નહીં તે સવાલના જવાબમાં જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એ.પી. સિદ્દીકીએ કહ્યુ કે, અમે તે અંગે પોલીસના જોઇન્ટ કમિશ્નર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી, અને તેઓએ આ અફવાનું પાયાથી ખંડન કર્યું છે. પોલીસે પરિસરમાં સ્થિતિ મસ્જિદમાં પ્રવેશ કર્યો અને સ્ટુડન્ટ્સ પર યૌન હુમલા કર્યા અંગેના સવાલનો જવાબ આપતાં તેઓએ કહ્યુ કે, સોશિયલ મીડિયા પર ઘણી બધી અફવાઓ ઉડી રહી છે, અમે તે તમામની પુષ્ટિ કે ખંડન ન કરી શકીએ.

આ પણ વાંચો, સ્ટુડન્ટ્સ હોવાથી ઉપદ્રવનો અધિકારી નથી મળી જતો : જામિયા હિંસા પર સુપ્રીમ કોર્ટ
First published: December 16, 2019, 2:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading