Home /News /national-international /યુક્રેનમાં પ્રાણીઓની રક્ષા કરવા પહોંચ્યો વ્યક્તિ, 15 દિવસમાં 200 બિલાડીઓ અને 60 ડોગ્સના બચાવ્યા જીવ
યુક્રેનમાં પ્રાણીઓની રક્ષા કરવા પહોંચ્યો વ્યક્તિ, 15 દિવસમાં 200 બિલાડીઓ અને 60 ડોગ્સના બચાવ્યા જીવ
પોલેન્ડના ડૉક્ટરે સેંકડો પ્રાણીઓના જીવ બચાવ્યા
પોલેન્ડમાં (Poland) રહેતો 32 વર્ષીય જેકબ કોટોવિચ (Jakub Kotowicz) એનિમલ ડોક્ટર છે. તે ગયા અઠવાડિયે પોલેન્ડ સરહદ પાર કરીને યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ્યો હતો અને ત્યાં જઈને તેણે પ્રાણીઓના જીવ બચાવ્યા હતા.
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ (Ukraine Russia War) ચાલી રહ્યું છે અને આ દરમિયાન સૌથી મોટી સમસ્યા યુક્રેનના લોકો સામે આવી રહી છે. ઘણા લોકોએ દેશ છોડીને ભાગી જવું પડ્યું છે જ્યારે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સ્થિતિમાં, માણસોની જેમ, યુક્રેનમાં યુદ્ધ દરમિયાન અટવાયેલા પ્રાણીઓને પણ ઘણું નુકસાન (Animals stuck in Ukraine during war) થઈ રહ્યું છે. તેમને બચાવવા માટે કોઈ નથી. ઘણા લોકો તેમના ઘરેલું પ્રાણીઓ છોડીને ચાલ્યા ગયા છે. પરંતુ એક વ્યક્તિ તે પ્રાણીઓ માટે મસીહા બનીને આવ્યો છે, જે તેના દેશમાંથી સરહદ પાર કરીને યુક્રેનમાં પ્રવેશ્યો અને પાલતુ પ્રાણીઓને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢી રહ્યો છે.
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ પોલેન્ડના (Poland) રહેવાસી 32 વર્ષીય જેકબ કોટોવિજ (Jakub Kotowicz) પ્રાણીઓના ડોક્ટર છે. તે ગયા અઠવાડિયે પોલેન્ડ સરહદ પાર કરીને યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ્યો હતો અને ત્યાં જઈને તેણે યુદ્ધ ક્ષેત્રમાં ત્યજી દેવાયેલા પ્રાણીઓના જીવ બચાવ્યા હતા. આ પ્રાણીઓને સહારો આપનાર કોઇ ન હતુ, તેથી જેકબ પોતે તેમની મદદ કરવા ત્યાં પહોંચ્યો.
200 બિલાડીઓ અને 60 કૂતરાઓના જીવ બચાવ્યા
તમને જાણીને નવાઈ લાગશે કે જેકબે છેલ્લા 15 દિવસમાં લિવીવ શહેરમાંથી 200 બિલાડીઓ અને 60 કૂતરાઓના જીવ બચાવ્યા છે. બચાવેલ પાળતુ પ્રાણી હવે આઘાતમાંથી બહાર આવી રહ્યા છે. તેમાંથી એક સ્ફેનિક્સ બિલાડી છે જે લોકોને વળગી રહેવું અને સ્નેહ કરવાનું પસંદ કરે છે, જ્યારે ચિહુઆહુઆ પ્રજાતિના ગલુડિયાને પણ તેની માતા સાથે બચાવી લેવામાં આવી છે. જેકબે માત્ર 2 મહિનાની સાશા નામની બકરીના બચ્ચાને પણ બચાવ્યુ છે. જેકબે તેને દત્તક લેવાનું નક્કી કર્યું છે.
રિપોર્ટ અનુસાર, જેકબ પોલેન્ડ પરત ફર્યો ત્યારે તે 5 દિવસથી ઉંઘ્યો ન હતો. તેણે કહ્યું કે બિલાડીઓ ખૂબ તણાવમાં હતી. આ સિવાય લિવીવથી બોર્ડર ક્રોસ કરવા સુધીની સફર એક દિવસની હતી. તેની પાસે રાજદ્વારી પાસ હતો, પરંતુ સરહદ પાર કરવામાં એટલી ભીડ હતી કે તેને ઘણો સમય લાગ્યો. હવે પ્રાણીઓને દત્તક લેવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેણે કહ્યું કે તેણે 12 લાખ રૂપિયાનું ભાડું ચૂકવીને પ્રાણીઓને ત્યાંથી બહાર કાઢવા માટે બે કાર ભાડે લીધી હતી.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર